GSTV
Gujarat Government Advertisement

એલર્ટ/ આ છે છેલ્લા 12 મહિનાના 10 સૌથી નબળા પાસવર્ડ, સેકેન્ડોમાં થઇ જાય છે ક્રેક, ચેક કરી લો ક્યાંક તમારો તો નથી ને!

પાસવર્ડ

Last Updated on May 18, 2021 by Bansari

વિશ્વમાં સૌથી વધુ યુઝ થતા પાસવર્ડની લિસ્ટ જાહેર થઇ છે. અને જો આ લિસ્ટમાં તમારો પણ પાસવર્ડ હોય તો બધુ જ કામ બાજુએ મુકીને સૌથી પહેલા તમારો પાસવર્ડ બદલવાનું કામ કરો. જી હા, છેલ્લા 1 વર્ષમાં સૌથી વધુ યુઝ થયેલા પાસવર્ડની જાહેરાત કરવામાં આવી ચુકી છે. અને દુર્ભાગ્યવશ અગાઉ જે લિસ્ટ જાહેર કરવામાં આવી હતી તેની સરખામણીએ આ વર્ષની લિસ્ટમાં કંઇ ખાસ ફેરફાર જોવા નથી મળ્યો.

રિસર્ચ અનુસાર, મોટાભાગના લોકો સરળ અને યાદ રહે તેવા પાસવર્ડ યુઝ કરે છે, કારણ કે તે અનુકૂળ રહે છે. પરંતુ સમસ્યા એ છે કે આ પાસવર્ડ જેટલા સરળતાથી યાદ રહે છે તેટલા જ સરળતાથી ક્રેક પણ થઇ શકે છે.

પાસવર્ડ

નેશનલ સાયબર સિક્યોરિટી સેન્ટરના ટેક્નિકલ ડિરેક્ટરે આપી આ સલાહ

પાસવર્ડ અને સાયબર સિક્યોરિટી વિશે વાત કરતાં યુકેના નેશનલ સાયબર સિક્યોરિટી સેન્ટરના ટેક્નિકલ ડિરેક્ટર ડો. ઇયાન લેવીએ જણાવ્યું કે, અમે સમજીએ છીએ કે ઘણા લોકોને સાયબર સિક્યોરિટી ઘણી મુશ્કેલ લાગે છે, પરંતુ NCSCએ આવા ખતરાથી બચવા માટે સરળતાથી અનુસરી શકાય તેવી ઘણી સલાહો આપી છે. પાસવર્ડનો ફરીથી ઉપયોગ કરવો એ ઘણું જોખમી છે અને તેને શક્ય હોય ત્યાં સુધી અવગણો. કોઇએ તેનો સંવેદનશીલ ડેટા એવા પાસવર્ડથી સુરક્ષિત ન કરવો જોઇએ જેનો અંદાજ લગાવી શકાય, જેમ કે તેની અટક, લોકલ ફૂટબોલ ટીમ અથવા તો મનપસંદ બ્રાન્ડ.

Password

જેનો સરળતાથી અંદાજ ન લગાવી શકાય તેવા હાર્ડ પાસવર્ડ યુઝ કરવા અને પ્રથમ મજબૂત પગલું છે. અમે તમને 3 રેન્ડમ શબ્દોને ભેગા કરીને તેનો પાસવર્ડ તરીકે યુઝ કરવાની સલાહ આપીએ છીએ પરંતુ હા, તે યાદ રહેવા જોઇએ. આ મામલે થોડા ક્રિએટિવ બનો અને તેવા શબ્દોનો યુઝ કરો જે તમને યાદ રહે, જેથી કોઇ તમારો પાસવર્ડ શું હશે તેનો અંદાજ ન લગાવી શકે.

પાસવર્ડ

10 સૌથી વધુ ઉપયોગમાં લેવાયેલા પાસવર્ડ

  • 123456
  • 123456789
  • qwerty
  • password
  • 111111
  • 12345678
  • abc123
  • 1234567
  • password1
  • 12345

Read Also

Gujarat Government Advertisement

Related posts

વડોદરામાં લવ જેહાદનો વધુ એક કિસ્સો: બળજબરીપૂર્વક ધર્મ પરિવર્તન કરાવ્યો હોવાનો આરોપ, લગ્નથી 3 મહિનાનો બાળક

Zainul Ansari

જમ્મુ-કાશ્મીર બેઠક / મેહબૂબા મુફ્તીએ PM મોદી સાથેની બેઠકમાં ઉઠાવ્યો પાકિસ્તાનનો મુદ્દો, કહ્યુ- તેની સાથે પણ વાતચીત કરવી જોઇએ

Zainul Ansari

ICSIનો મોટો નિર્ણય, CSEET 2021 ની પરીક્ષામાંથી UG અને PG વિદ્યાર્થીઓને મળશે મુક્તિ, મળશે સીધો પ્રવેશ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!