GSTV
Home » News » 2019ની એ ખાસ ક્ષણો જ્યારે કેમેરામાં કેદ થયા પીએમ નરેન્દ્ર મોદી

2019ની એ ખાસ ક્ષણો જ્યારે કેમેરામાં કેદ થયા પીએમ નરેન્દ્ર મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અવારનવાર પોતાની તસવીરો અને વીડિયોના કારણે ચર્ચામાં રહે છે. પરંતુ આજે અમે તમને  પીએમ નરેન્દ્ર મોદીની 2019ની 10 સૌથી ખાસ ફોટોઝ બતાવીશુ. આ તસવીરોને સોશિયલ મીડિયા પર ખૂબ જ પસંદ કરવામાં આવી છે. ઘણીવાર આ ફોટોઝને અલગ અલગ સંદર્ભમાં શેર કરવામાં આવે છે.

આ ફોટોમાં પીએમ નરેન્દ્ર મોદી એક ઇન્ટરવ્યુ દરમિયાન વારાણસીના ઘાટ પર ચાની ચુસ્કી લઇ રહ્યા છે. એપ્રિલ 2019માં મોદીએ બનારસના ઘાટ પર લેમન ટીની ચુસ્કી લીધી હતી. તેમણે ચાના વખાણ પણ કર્યા હતાં.

ફેબ્રુઆરી 2019માં નરેન્દ્ર મોદીએ પ્રયાગરાજ કુંભ દરમિયાન સંગમમાં ડુબકી લગાવી હતી. તે બાદ તેમણે સફાઇકર્મીઓના પગ ધોઇને તેને સન્માનિત કર્યા હતા. આ ફોટો ઘણા ચર્ચામાં રહી હતી.

2019 લોકસભા ચૂંટણી દરમિયાન એક્ટર અક્ષય કુમારે મોદીનુ ઇન્ટરવ્યુ લીધુ હતુ. આ ઇન્ટરવ્યુનો વીડિયો અને ફોટોઝ લોકોએ ઘણા શેર કર્યા હતા. અક્ષય કુમારે મોદી સાથે પોતાના ઇન્ટરવ્યુને નિષ્પક્ષ અને સંપૂર્ણ રીતે બિનરાજકીય ગણાવ્યું હતું અને અંગત જીવન સાથે સંકળાયેલા કેટલાંક રસપ્રદ સવાલ પૂછ્યા હતાં.

લોકસભા ચૂંટણી 2019ના રિઝલ્ટ પહેલાં મોદીએ કેદારનાથની એક ગુફામાં ધ્યાન ધર્યુ હતુ. ગુફાથી પીએમ મોદીની તસવીર સામે આવ્યા બાદ આ સ્થળ ચર્ચામાં આવ્યુ હતુ. પછીથી આ ગુફામાં રોકાવા માટે બુકિંગ ઘણાં દિવસો સુધી ફુલ થઇ ગયુ હતું.

આ તસવીર ત્યારની છે જ્યારે ભારતની જનતાએ મોદીને ફરીથી પીએમની ખુરસી સુધી પહોંચાડ્યા. લોકસભા ચૂંટણી 2019માં પ્રચંડ બહુમત મળ્યા બાદ મોદીએ કંઇક આ રીતે દિલ્હી સ્થિત ભાજપ મુખ્યાલયમાં જનતાનો આભાર પ્રકટ કર્યો.

17 સપ્ટેમ્બર 2019ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જન્મદિવસના અવસરે મા હીરાબેન સાથે સમય પસાર કર્યો અને ભોજન પણ કર્યુ. મા સાથે ભોજન કરતી વખતેની આ તસવીર લોકોને ખૂબ જ પસંદ આવી હતી.

ઓક્ટોબર 2019માં પીએમ મોદીએ તમિલનાડુના મહાબલીપુરમ તટ પર સ્વચ્છતા અભિયાન શરૂ કર્યુ હતુ. આ દરમિયાન પીએમે પોતે તટ પરથી કચરો એકઠો કર્યો હતો. પીએમે આ તસવીર સાથે લોકોને સફાઇ પ્રત્યે જાગૃત રહેવાનો સંદેશ આપ્યો હતો.

આ વર્ષે પીએમ મોદીએ ડિસ્કવરી ચેનલના એડવેન્ચર શૉ મેન વર્સેસ વાઇલ્ડમાં ભાગ લીધો હતો. આ શૉ માટે પીએમ મોદીએ હોસ્ટ બેયર ગ્રિલ્સ સાથે કોર્બેટ નેશનલ પાર્કમાં એડવેંચર કર્યુ હતુ. આ દરમિયાન મોદીએ બેયર ગ્રિલ્સને નાનપણના ઘણા કિસ્સાઓ વિશે જણાવ્યુ હતુ.

સપ્ટેમ્બર 2019માં ચંદ્ર પર મોકલવામાં આવેલા વિક્રમ લેંડરનો સંપર્ક ઇસરો સાથે તૂટી ગયો હતો. જો કે લેંડિંગ પ્રોગ્રામના સમયે પીએમ પોતે ઇસરો સેન્ટર પહોંચ્યા હતા. મોદીએ ઇસરો પ્રમુખ કે સિવન અને અન્ય વૈજ્ઞાનિકોનુ મનોબળ વધાર્યુ હતુ.

26 ડિસેમ્બર 2019ના રોજ સૂર્યગ્રહણ દરમિયાન મોદીએ પોતાની જ આ તસવીર ટ્વિટ કરી હતી. આ ફોટોને ઘણીવાર રિટ્વિટ કરવામાં આવી હતી. ત્યારે મોદીએ લખ્યું હતું કે અન્ય ભારતીયોની જેમ જ, હું પણ #Solareclipse2019 માટે ઉત્સાહિત હતો. જો કે હું સૂરજ ન જોઇ શક્યો કારણ કે અહીં સંપૂર્ણપણે વાદળ છવાયેલા છે. પરંતુ હું લાઇવ સ્ટ્રીમ દ્વારા કોઝિકોડેમાં જોવા મળેલા સૂર્ય ગ્રહણનો નજારો જોયો. આ સાથે જ મે એક્સપર્ટસ સાથે આ વિશે વાતચીત કરી.

Read Also

Related posts

ટિકિટ વહેંચણીને લઈને BJP કાર્યકર્તાઓનું જે.પી. નડ્ડાના નિવાસસ્થાનની બહાર પ્રદર્શન

Arohi

સરકારનો નવો પરિપત્ર : શિક્ષકોને ભોજન બગાડ અટકાવવાની કામગીરી સોંપી

Nilesh Jethva

તાજમહેલની મુલાકાત લેશે ડોનાલ્ડ ટ્રમ્પ, અમેરિકાની એડવાન્સ સુરક્ષા ટીમે પગથિયા પણ ગણી લીધાં!

Bansari
Do NOT follow this link or you will be banned from the site!