GSTV
Home » News » ‘ઠંડા-ઠંડા કુલ કુલ રેસિપી’ : 10 મિનિટમાં ઝટપટ બનાવો Yummy આઈસક્રીમ

‘ઠંડા-ઠંડા કુલ કુલ રેસિપી’ : 10 મિનિટમાં ઝટપટ બનાવો Yummy આઈસક્રીમ

ગરમીનું પ્રમાણ દિવસેને દિવસે વધતું જાય છે. અને આ સીઝનમાં ઠંડું ખાવાની ઈચ્છા વધુ થાય છે. તો બહારના આઈસક્રીમ કરતાં ઘરે જ બનાવો સરસ મજાનો અને સ્વાસ્થ્યને પણ નુકસાન ન થાય તેવો આઈસક્રીમ.

સમય– 5થી 15 મિનિટ
વ્યક્તિ-1-2
જરૂરી સામગ્રી
1\2 લીટર ફુલક્રીમ દૂધ
5 પાકા કેળાં
2 ટેબલ સ્પૂન ખાંડ
1\2 ટી-સ્પૂન વેનિલા એસેન્સ
3 ટેબલ સ્પૂન સ્ટ્રોબેરી સિરપ
આઈસક્રીમ જમાવવા માટેનું વાસણ
પ્લાસ્ટિક ફૂટ રેપ
મિક્સર ગ્રાઈન્ડર

રીત
-પાકેલા કેળાંને છોલીને ટુકડાં કરી લો.
-મિક્સર જારમાં કેળાં, દૂધ, વેનિલા એસેન્સ, ખાંડ, સ્ટ્રોબેરી સીરપ નાખી મિક્સ કરી લો.
-જો મિશ્રણ કરેલું પાતળું લાગે તો તેમાં કેળાં ઉમેરી શકો છો.
-આઈસક્રીમ બનાવાના વાસણમાં પ્લાસ્ટિકનું રેપ અંદરની બાજુ લગાવી લો. જેથી આઈસક્રીમ બન્યા પછી સરળતાથી નીકળી શકે.
-વાસણમાં તૈયાર કરેલું મિશ્રણ નાખો.
-આ વાસણને ફ્રિઝરમાં 5-6 કલાક માટે મૂકો.
-સમય થઈ ગયા બાદ ફ્રિઝરમાંથી કાઢી તેની પરથી રેપ કાઢ્યા બાદ પ્લેટમાં આઈસક્રીમ રાખો. થોડી વાર એમ જ રહેવા દો.
-આ રીતે આઈસક્રીમ કાઢવામાં આસાની રહેશે.
-જો તમે વેનિલા આઈસક્રીમ બનાવવા માગો છો તો, તેની પર સ્ટ્રોબેરી સીરપ ન નાખો.
-ચોકલેટ ફ્લેવર વાળો આઈસક્રીમ બનાવો હોય તો તેની પર કોકો પાઉડર નાખો અથવા ચોકલેટ સીરપ નાખો.

Read Also

Related posts

વેસ્ટઇન્ડીઝમાં ન ચાલ્યા આ 4 ખેલાડીઓ તો, કાયમ માટે કપાઇ જશે પત્તુ

NIsha Patel

જિયો લોન્ચ કરશે નવો પ્રોજેક્ટ, વપરાશકર્તાને થશે અનેક ફાયદા

Dharika Jansari

મુંબઈમાં ભારે વરસાદના કારણે લાઈફલાઈન ગણાતી લોકલ ટ્રેનને અસર

Mayur
Do NOT follow this link or you will be banned from the site!