GSTV
Home » News » 10 કરોડ રૂપિયાનો માનહાનીનો કેસ કર્યો પરંતુ મળ્યું કઈ નહીં, ચા-પાણી પીધા અને નીકળી ગયા

10 કરોડ રૂપિયાનો માનહાનીનો કેસ કર્યો પરંતુ મળ્યું કઈ નહીં, ચા-પાણી પીધા અને નીકળી ગયા

અમદાવાદ શોપીંગ ફેસ્ટીવલ નામ કોપી કરવા મામલે ઉભો થયેલો વિવાદ આજે શમી ગયો છે. આ કેસમાં અગાઉ અમદાવાદ મહાનગર પાલિકા તથા કોપોરેશન વિભાગના કર્મચારીઓ વિરુદ્ધ કોમર્શીયલ કોર્ટમાં નામ કોપી કરવાને લઈને રૂપિયા ૧૦ કરોડનો માનહાનીનો દાવો કરવામાં આવ્યો હતો. જેને લઈને કોર્પોરેશન સહિત કુલ ત્રણ જેટલા પક્ષકારો સામે રૂપિયા દસ કરોડના વળતર આપવાની રજૂઆત કોમર્શીયલ કોર્ટમાં કરાઈ હતી. જો કે આજે એએમસી કમિશ્નર વિજય નેહરા અને સંબધીત પક્ષકારો સાથે આ કેસ કરનાર અરજદાર વિશાલ જનક દેસાઈની મિટિંગ થઈ હતી. જેમાં સમાધાન થતા અરજદારે કેસ પરત ખેંચવાનો નિર્ણય કર્યો છે. આજે મિડીયા સમક્ષ અરજદારના વકીલ રુષાંગ મહેતાએ આ વિગતો જણાવી હતી. આ કેસમાં અરજદાર વિશાલ દેસાઈએ અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલનો કન્સેપટ તેનો હતો એવું કોર્ટને જણાવ્યું હતું. અને તેમના કન્સેપ્ટ વાળા બેનર તેમજ હોર્ડિંગ્સને રિવરફ્રન્ટ પર મૂકવામાં આવ્યા હતા. જેને લઈને તેમણે વાંધો ઉઠાવ્યો હતો.

Related posts

1 કરોડ લોકો ભેગા કરવા હોય તો સની લિયોનીને ટ્રમ્પની બાજુમાં ઉભી રાખો, આ ડિરેક્ટરે આપ્યો તોડ

Karan

હર હર મહાદેવના નાદ સાથે દેશભરમાં મહાશિવરાત્રીની ધામધૂમ પૂર્વક ઉજવણી

pratik shah

“લેટ મી સેય ઈટ નાઉ”પુસ્તકમાં મારિયાએ ચિદમ્બરમને ઘણા સવાલો વચ્ચે ઊભા કરી દેતા રાજકારણ ગરમાયું

Arohi
Do NOT follow this link or you will be banned from the site!