ઓખામંડળ મીઠાપુર પંથકમાંથી ગતરાત્રે પોલીસે ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડી, મોજપ ગામેથી રૂ. દસ લાખથી વધુની કિંમતના પોણા સાત કિલોગ્રામ જેટલા ચરસના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી લીધા હતા. આ પ્રકરણમાં વાંછું ગામના એક શખ્સનું પણ નામ જાહેર થયું છે.
10 લાખની કિંમતનું 6 કિલો ચરસ ઝડપાયુ
આ સમગ્ર પ્રકરણની વિગત મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસે ચોક્કસ બાતમીના આધારે ઓખામંડળના મીઠાપુર તાબેના મોજપ ગામે આવેલી પ્રાથમિક શાળાની બાજુમાં રહેતા આશાર્યાભા ગગાભા સાજાભા હાથલ નામના 62 વર્ષીય હિન્દુ વાઘેર શખ્સ તથા દ્વારકાના રૂપેણ બંદર વિસ્તારમાં રહેતા અને માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલા અબ્બાસ ભીખનભાઈ મકનભાઈ બરાઈ નામના 40 વર્ષીય મુસ્લિમ શખ્સ દ્વારા પોતાના અંગત ફાયદા માટે પોતાના કબજા ભોગવટામાં રાખેલો છ કિલો 732 ગ્રામનો ચરસ નામના માદક પદાર્થનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો.

આમ, પોલીસે રૂપિયા 10,09,800 ની કિંમતના આશાપુરા સાત કિલોગ્રામ જેટલા ચરસ ઉપરાંત રૂપિયા 500ની કિંમતના એક નંગ મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 10,10,300/- ના મુદ્દામાલ સાથે ઉપરોક્ત બન્ને શખ્સોની અટકાયત કરી હતી.
આ પ્રકરણમાં દ્વારકાના વાંછું ગામની સીમમાં રહેતા પત્રામલભા હરિયાભા નાયાણી નામના એક શખ્સનું નામ ખુલતા પોલીસે તેની સામે પણ ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.આમ, વિશાળ માત્રામાં કહી શકાય એવા ઝડપાયેલા ચરસના આ જથ્થા સાથે પોલીસે બે શખ્સોને દબોચી લઇ, અન્ય એક શખ્સની શોધખોળ હાથ ધરી, એન.ડી.પી.એસ. ની કલમ 8 (સી.), 20 (બી) તથા 29 મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
Read Also
- નવી શોધ/ કોરોના વાઈરસ ઈન્ફેક્શનથી બચવા આ વસ્તુનો થઈ શકે છે ઉપયોગ, ગુજરાતમાં પીવા પર છે પ્રતિબંધ
- ખેડબ્રહ્માના કોંગી ધારાસભ્યની અટકાયત થતા રોષ, આદિવાસી સમાજે આપી હાઇવે બ્લોક કરવાની ચીમકી
- IND vs AUS: મેચના ચોથા દિવસે જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ સિરાજ આમ મળ્યા ગળે, જાણો શું હતું કારણ…
- ગઢમાં પાડશે ગાબડું/ મમતાને 50 હજાર વોટથી ના હરાવીશ તો કાયમ માટે રાજનીતિ છોડી દઈશ, શુભેંદુએ પણ ફેંક્યો લલકાર
- ગુજરાત યુનિવર્સીટી ફરી વિવાદમાં, સિન્ડિકેટ સભ્યની નિમણુંકને લઈને ઉઠ્યા સવાલો