GSTV

જવેલર્સમા થયેલી દીલધડક લૂંટના સીસીટીવી ફુટેજ આવ્યા સામે

Last Updated on January 9, 2020 by

અમદાવાદના ઓઢવમા જવેલર્સમા થયેલી દીલધડક લૂંટના સીસીટીવી ફુટેજ સામે આવ્યા છે. ગ્રાહકના વેશમા લૂંટારાઓ પિસ્તોલ બતાવીને લૂંટ કરી હતી. લૂંટારાઓ ગુજરાતી ભાષા બોલી રહયા હોવાથી સ્થાનિક હોવાની શંકા છે. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

  • ઓઢવમા દિલધડક લૂંટ
  • લૂંટના સીસીટીવી આવ્યા સામે
  • પિસ્તોલની અણીએ આચરી લૂંટ

ઓઢવમા થયેલી 10 લાખની લૂંટના સીસીટીવી ફુટેજ સામે આવ્યા છે. ગ્રાહકના સ્વાંગમા બે લૂંટારાઓ ખરીદી કરવા માટે હિરાબા જવેલર્સમા પ્રવેશ્યા હતા. સોનાની ચેઈનની ખરીદી કરવા માટે ચેઈન પંસદ કરી રહયા હતા. જયારે બે બાઈક ચાલક જવેલર્સની બહાર ઊભા હતા. આરોપીએ પિસ્તોલ કાઢીના એક રાઉન્ડ ફાયરીંગ કર્યુ અને જવેલર્સમા ઝપાઝપી કરીને 3 લાખ રોકડ અને સોનુ સહિત 10 લાખની લૂંટ આચરી. પોલીસે સીસીટીવી ફુટેજના આધારે આરોપીઓની ઓળખ કરીને તપાસ શરૂ કરી.

પ્રાથમિક તપાસમા બન્ને લૂંટારાઓ ગુજરાતી અને હિન્દી ભાષામા બોલી રહયા હતા. જેથી તેઓ ગુજરાતના સ્થાનિક હોવાની શંકા પોલીસે વ્યકત કરી છે. બાઈક પર આવેલા ચાર લૂંટારાઓના જે દિશામા ફરાર થયા ત્યા સીસીટીવી ફુટેજની તપાસ શરૂ કરી છે. આરોપીઓને પકડવા ક્રાઈમ બ્રાંચ અને સ્થાનિક પોલીસની ચાર ટીમો બનાવીને શોધખોળ શરૂ કરી છે.

READ ALSO

Related posts

ગર્લફ્રેન્ડની એવી તે શું ભૂલ કે કારની છત ઉપર દોરડાથી બાંધીને શહેરમાં ફેરવી, બોયફ્રેન્ડે કેમ આવી વિચિત્ર સજા આપી, જાણો કારણ

Harshad Patel

શેર બજાર / બેંક FD અથવા RDમા નહીં અહીં 4 મહિનામાં 1 લાખ રૂપિયાના થયા 12 લાખ રૂપિયા, આ શેરે રોકાણકારોને કરી દીધા માલામાલ

Zainul Ansari

ભલે તમને અજીબ લાગે, પરંતુ નહાવાનો આ છે સાચો ટાઈમ, કેટલીય બીમારીઓ રહેશે ગાઉ દૂર

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!