અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે એક મહિના દરમિયાન અવર-જવર કરતાં મુસાફરોનો આંક ૧૦ લાખને પાર થઇ ગયો છે. ડિસેમ્બર મહિના દરમિયાન અમદાવાદ એરપોર્ટમાં ૮.૭૫ લાખ ડોમેસ્ટિક અને ૧.૫૨ લાખ ઈન્ટરનેશનલ એમ કુલ ૧૦.૨૭ લાખ મુસાફરોની અવરજ-જવર નોંધાઇ હતી. છેલ્લા ૬ મહિનામાં જ અમદાવાદ એરપોર્ટમાં કુલ મુસાફરોની અવર-જવરમાં ૫૦ ટકા જેટલો વધારો થયો છે. ત્રણ મહિનામાં જ અમદાવાદ એરપોર્ટમાં કુલ ૨૬.૨૦ લાખ મુસાફરોની અવર-જવર નોંધાઇ છે.

અમદાવાદ એરપોર્ટમાં ડિસેમ્બર મહિનામાં કુલ ૯૮૬ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટમાં ૧,૫૨,૧૭૦ મુસાફરોએ અવર-જવર કરી હતી. આમ, વિદેશ અવર-જવર કરતી પ્રત્યેક ફ્લાઇટમાં સરેરાશ ૧૫૪ મુસાફરો હતો. પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવ તેમજ લગ્નસરાને પગલે નવેમ્બરની સરખામણીએ વિદેશના મુસાફરોની અવર-જવરમાં ૧૦ ટકા જેટલો વધારો થયો છે. ઓક્ટોબરથી ડિસેમ્બર એમ ત્રણ મહિનામાં વિદેશના ૪.૧૫ લાખ મુસાફરો અમદાવાદ એરપોર્ટમાં અવર-જવર કરી ચૂક્યા છે.
ડિસેમ્બર દરમિયાન કુલ ૬૫૭૪ ડોમેસ્ટિક ફ્લાઇટમાં ૮,૭૫, ૩૨૩ મુસાફરોની અવર-જવર નોંધાઇ હતી. આમ, પ્રત્યેક ડોમેસ્ટિક ફ્લાઇટમાં સરેરાશ ૧૩૩ મુસાફરો નોંધાયા હતા. અમદાવાદ એરપોર્ટના સૂત્રોના જણાવ્યા પ્રમાણે ટર્મિનલની વર્તમાન ક્ષમતા વાર્ષિક ૮૦ લાખ છે જ્યારે નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૦૨૩ માટે સંભવિત મુસાફરોની અવર-જવર ૧.૨૦ કરોડ છે. વર્ષ ૨૦૨૫-૨૬ સુધીમાં તે અંદાજે ૨ કરોડે પહોંચવાનું અનુમાન છે. જેના પગલે અમદાવાદ એરપોર્ટના નવા ઈન્ટિગ્રેટેડ ટર્મિનલ બિલ્ડિંગ, હાલના ટર્મિનલ રિફર્બિશમેન્ટ સહિત સંખ્યાબંધ વિકાસ-વિસ્તરણ કાર્યોનું આયોજન કરાયું છે.
ડિસેમ્બર દરમિયાન રાજ્યના અન્ય એરપોર્ટમાંથી સુરતમાં ૯૯૨૬૭, વડોદરામાં ૮૭૨૬૯ જ્યારે રાજકોટમાં ૬૪૦૦૩ મુસાફરોની અવર-જવર નોંધાઇ હતી. ડિસેમ્બર ૨૦૨૧ની સરખામણીએ ડિસેમ્બર ૨૦૨૨માં રાજકોટમાં મુસાફરો ૯ ટકા, વડોદરામાં ૯.૩ ટકા વધ્યા છે જ્યારે સુરતમાં ૨૬ ટકા જેટલા ઘટયા છે.
READ ALSO
- માદરે વતન / છેલ્લા એક મહિનામાં ગુજરાતના 355 જેટલા માછીમારોને પાકિસ્તાન જેલમાંથી મળી આઝાદી
- તારીખ 7-6-2023, જાણો બુધવારનું પંચાંગ
- ઓડિશા ટ્રેન દુર્ઘટનાઃ “હું હજી જીવું છું, મને પાણી આપો”, મૃતદેહોના ઢગલામાંથી અવાજ આવ્યો અને સૌ ચોંકી ગયા
- પાકિસ્તાન સરકારની સ્થિતિ કથળી, ખર્ચ ચલાવવા માટે ભાડે આપી ન્યુયોર્કની પોતાની હોટલ
- જુનાગઢ / બિપરજોય વાવાઝોડાના પગલે માંગરોળમાં દરીયા કિનારે લગાવાયું બે નંબરનું સિગ્નલ