GSTV

પાક.ની કમર તોડવા માટે ભારત રશિયા પાસેથી ખરીદશે ૩પ૦૦ કરોડના ૧૦ કામોવ-૩૧ ચોપર

Last Updated on May 3, 2019 by Arohi

લડાયક યુધ્ધ વિમાનોની તંગીને લીધે ભારત સરકાર રશિયા પાસેથી સતત વિમાનો ખરીદી રહયું છે. સરકારે ર૧ મિગ-ર૯ વિમાનો બાદ હવે રશિયા પાસેથી ૧૦ કામોવ-૩૧ હેલીકોપ્ટર ખરીદવાનો સોદો કર્યો છે. આ માટે રૂ.૩પ૦૦ કરોડનો ખર્ચ થશે. રક્ષા મંત્રાલયના સુત્રો જણાવે કે ભારત બહુ ટૂંકા સમયમાં રશિયા પાસેથી કામોવ-૩૧ હેલીકોપ્ટર ખરીદી રહયું છે.

આ હેલીકોપ્ટરની ખાસ વાત એ છે કે તે બહુ જ હળવા છે અને તેને નિયંત્રણમાં રાખવું સહેલું છે અને તેનાથી દૂશ્મન ઉપર ચોકસાઇથી હુમલો કરી શકાય છે.સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ હેલીકોપ્ટરમાં ભારતની જરૂરીયાત અનુસાર ફેરફાર પણ કરવામાં આવ્યા છે.

ભારત સરકારે આ અગાઉ રશિયામાં બનેલા ર૧ મિગ-ર૯ વિમાનોનો સોદો કર્યો છે. એક અંગ્રેજી પોર્ટલના અહેવાલ મુજબ ભારતીયા વાયુ દળને ૪ર સ્કવોડનની જરૂર છે પણ ભારત પાસે અત્યારે માત્ર૩૦ સ્કવોડન છે. એક સ્કવોડનમાં લગભગ ૧૬ થી ૧૮ ફાઇટર વિમાન હોય છે. સપ્ટેમ્બ ર૦૧૯ માં ભારતને પહેલું રાફેલ વિમાન મળવાની આશા છે.

પાકિસ્તાન સાથેના વણસતા સંબંધો વચ્ચે ભારતે રશિયા પાસેથી ૪૬૪, ટી-૯૦એમએસ ટેન્ક ખરીદવાનો નિર્ણય પણ કર્યો છે. કેન્દૃ સરકારે ૧૩પ્૦૦ કરોડના આ રક્ષા સોદાને મંજુરી આપી દીધી છે.  ટી-૯૦એમએસ નામની ટેન્ક ખરીદવાની વાત હાલ ચાલે છે તે ટેન્ક કલાસિક ટી-૯૦ પરિવારની છે અને તેનાથી રાત્રી દરમિયાન પણ દુશ્મનોના અડાને નિશાન બનાવી શકાય છે.

Read Also

Related posts

UIDAI Update News: બાલ આધાર કાર્ડ બનાવવા માટે નિયમોમાં થયો ફેરફાર, જાણો કેવી રીતે કરવી અરજી?

Tryambak Chattopadhyay

કોરોનામાં ગુમાવ્યો પિતાનો પડછાયો, લાખો ખર્ચ કરીને બનાવી એવી પ્રતિમા કે નથી થતી પિતાની કમી મહેસુસ

Zainul Ansari

પાર્ટી ઓન? સુરતના ઉમરા વિસ્તારમાં ડીજે ના તાલમાં મગ્ન યુવા ધન ભૂલ્યા માસ્ક, કોરોના પણ ડાન્સમાં મસ્ત!

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!