GSTV

10 જનપથમાં ઓફિસ ધરાવતા એક માત્ર કોંગ્રેસી નેતા ,2017માં અહેમદ પટેલે મોદી-શાહની કિલ્લેબંધી તોડી

કોંગ્રેસના વરીષ્ઠ નેતા અહેમદ પટેલનું ૭૧ વર્ષની વયે નિધન થયું હતું, તેઓ ૨૦૧૭માં ચર્ચામાં આવ્યા હતા જ્યારે તેમણે ગુજરાતમાં મુશ્કેલ પરિસ્થિતિમાં પણ રાજ્યસભાની ચૂંટણી જીતી હતી. ૨૦૧૭માં ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી યોજાઇ રહી હતી ત્યારે પીએમ મોદી અને અમિત શાહે મળીને એક એવો વ્યૂહ રચ્યો હતો જેમાં અહેમદ પટેલ માટે રાજ્યસભાની ચૂંટણી જીતવી અતી મુશ્કેલ માનવામાં આવતી હતી. કોંગ્રેસમાંથી જ ભાજપમાં સામેલ થયેલા બળવંતસિંહ રાજપૂતને અમિત શાહે ભાજપના ઉમેદવાર બનાવ્યા હતા.

કોંગ્રેસમાંથી જ ભાજપમાં સામેલ થયેલા બળવંતસિંહ રાજપૂતને અમિત શાહે ભાજપના ઉમેદવાર બનાવ્યા

કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો પાર્ટી છોડી ચુક્યા હતા.  જોકે શક્તિસિંહ ગોહિલની સૂજબૂજને કારણે અહેમદ પટેલ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહની કિલ્લેબંધીને ભેદવામાં સફળ રહ્યા હતા અને રાજ્યસભાની ચૂંટણી જીતી સાંસદ બની ફરી કેન્દ્રમાં સક્રિય થઇ ગયા હતા. ૧૯૯૩થી સતત તેઓ સાંસદ પદ પર રહ્યા.  અહેમદ પટેલ એક માત્ર એવા કોંગ્રેસી નેતા હતા કે જેઓની ઓફિસ સોનિયા ગાંધીના નિવાસ સ્થાન ૧૦ જનપથમાં પણ હતી. તેઓ કોંગ્રેસના ગાંધી પરિવાર પછી સૌથી તાકતવર નેતા રહ્યા.

અહેમદ પટેલે મોદી-શાહની કિલ્લેબંધી તોડી

કોંગ્રેસના ગાંધી પરિવાર પછી સૌથી તાકતવર નેતા રહ્યા

અહેમદ પટેલ પહેલીવાર ૧૯૭૭માં ભરૂચ બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડયા હતા. તે વખતે અહેમદ પટેલ ની ઉંમર ૨૮ વર્ષ ની હતી. લોકસભાની આ ચૂંટણી અહેમદ પટેલ ૬૨ હજાર જેટલા મતોથી જીત્યા હતા. તેઓ ૨૮ વર્ષની વયે સંસદ સભ્ય બન્યા હતા. જો કે, અહેમદ પટેલ વર્ષ ૧૯૮૦માં ભરૂચ બેઠક પર જ ૮૨ હજાર મતોથી વિજયી બન્યા હતા.જ્યારે વર્ષ ૧૯૮૪માં આ જ બેઠક પરથી ૧,૨૩ લાખ મતોથી વિજયી થયા હતા.

READ ALSO

Related posts

પાટિલના નિશાને ફરી એકવાર કોંગ્રેસ, કહ્યું: રૂપિયા વેરો તો જ મળે છે ટિકીટ

Pritesh Mehta

વાઇબ્રન્ટ ગુજરાતમાં વાયબ્રેટ સ્કૂલ: બહારથી સોહામણી લગતી સ્કૂલને લાગ્યો ભ્રષ્ટાચારનો લૂણો

Pritesh Mehta

પાટણ: સ્થાનિક ચૂંટણીઓને લઈને તૈયારીઓ પુરજોશમાં, ઉભા કરાયા 1 હજારથી વધુ મતદાન મથકો

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!