GSTV
World

Cases
5058620
Active
6847690
Recoverd
560141
Death
INDIA

Cases
283407
Active
515386
Recoverd
22123
Death

Kargil Vijay Diwas:18 હજાર ફુટની ઊંચાઇએ પાકિસ્તાનને ધૂળ ચટાડી હતી ભારતે, 10 મહત્વની વાતો

ભારતે 26 જુલાઇ, 1999ના રોજ કારગિલ યુદ્ધમાં વિજય મેળવ્યો હતો. એટલે જ દર વર્ષે 26 જુલાઇને કારગિલ વિજય દિવસ તરીકે ઓળખવામાં આવે છે. વર્ષ 1999માં કારગિલના પર્વતો પર પાકિસ્તાની ઘુસણખોરોએ કબ્જો કરી નાખ્યો હતો. ત્યારબાદ ભારતીય સેનાએ તેમના વિરૂદ્ધ ઓપરેશન વિજય કર્યું હતું. આ ઓપરેશન 8 મેએ શરૂ કર્યું હતું અને 26 જુલાઇએ પૂરું થયું હતું. આ યુદ્ધમાં ભારતના 527 જવાનો શહીદ થયા હતા અને 1363 જવાનો ઘાયલ થયા હતા.

કારગિલ યુદ્ધની 10 મહત્વની વાતો…..

  • એક ભરવાડે ભારતીય સેનાને કારગિલમાં પાકિસ્તાનના ઘુસણખોરો કબ્જો જમાવીને બેઠા છે એ માહિતી 3 મે, 1999ના રોજ આપી હતી.
  • ભારતે એલઓસી પર પાકિસ્તાની સૈનિકોને ખદેડવા માટે કારગિલ સેક્ટરમાં ઓપરેશન વિજય અભિયાન શરૂ કર્યું.
  • 26 જુલાઇએ ભારતે કારગિલ યુદ્ધમાં વિજય મેળવ્યો. કારગિલ યુદ્ધમાં ભારતીય સેનાએ પાકિસ્તાનના 3 હજાર સૈનિકોને માર્યા હતા. યુદ્ધ 18 હજાર ફુટની ઊંચાઇએ લડાયું હતું.
  • કારગિલ યુદ્ધમાં ભારતના 527 જવાનો શહીદ થયા અને 1363 જવાનો ઘાયલ થયા હતા.
  • કારગિલ યુદ્ધમાં બોફોર્સ તોપો ખૂબજ મદદરૂપ સાબિત થઈ હતી.
  • ભારતીય સેનાને કારગિલ યુદ્ધમાં ખૂબજ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. પાકિસ્તાની સૈનિકો ઊંચી પહાડીઓ પર બેઠા હતા જ્યારે આપણા સૈનિકોને ઊંડી ખીણમાંથી તેમનો સામનો કરવાનો હતો. ભારતીય સૈનિકોને છૂપાઇને અથવા રાતના અંધારામાં ઉપર ચઢવું પડતું હતું, જે ખૂબજ જોખમી હતું.
  • ભારતીય વાયુસેનાએ પણ કારગિલ યુદ્ધમાં બહુ મોટું યોગદાન આપ્યું હતું. ભારતીય વાયુસેનાએ 32 હજાર ફુટની ઊંચાઇથી એર પાવરનો ઉપયોગ કર્યો હતો. ભારતીય સેના પાકિસ્તાન વિરૂદ્ધ મિગ-27 અને મિગ-29નો ઉપયોગ કર્યો અને જ્યાં પણ પાકિસ્તાને કબ્જો કર્યો હતો ત્યાં બોમ્બ નાખ્યા. સાથે-સાથે પાકિસ્તાનની પોસ્ટો પર આર-77 મિસાઇલોથી પણ હુમલો કર્યો હતો.
  • કારગિલ યુદ્ધ દરમિયાન દેશના વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી હતા.
  • કારગિલ યુદ્ધની જીતની જાહેરાત તત્કાલીન પીએમ અટલ બિહારી વાજપેયીએ 14 જુલાઇએ કરી હતી, પરંતુ ઓફિશિયલી 26 જુલાઇને કારગિલ વિજય દિવસની જાહેરાત કરવામાં આવી હતી.
  • અટલ બિહારી વાજપેયીએ પાકિસ્તાનના વડાપ્રધાન નવાજ શરીફ સાથે વાત કરી તેમને ધમકાવ્યા હતા. તેમણે નવાજ શરીફને કહ્યું હતું કે, લાહોર બોલાવી મારું સ્વાગત કરો છો અને ત્યારબાદ કારગિલ યુદ્ધ છેડો છો, આ ખૂબજ ખરાબ વર્તન છે.

Related posts

કારગિલ યુદ્ધમાં થઇ ગઇ આ એક ચૂક અને જીવતાં બચી ગયાં હતાં મુશર્રફ અને નવાઝ શરીફ

Bansari

કારગિલ વિજય દિવસ પર અક્ષય કુમારે ભારતના જવાનોને સલામ કરતો વીડિયો શેર કર્યો

GSTV Web News Desk

કારગિલના શૌર્યને સલામ: 20 વર્ષ પહેલાં જ્યારે ભારતે દુનિયાને આપ્યો પોતાની તાકાતનો પરચો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!