GSTV
Home » News » ચીનના ગેસ પ્લાન્ટમાં પ્રચંડ વિસ્ફોટ: 10ના મોત, 19 ઘાયલ

ચીનના ગેસ પ્લાન્ટમાં પ્રચંડ વિસ્ફોટ: 10ના મોત, 19 ઘાયલ

ચીનના યીમા શહેરમાં આવેલા ગેસ પ્લાન્ટમાં શુક્રવારે જોરદાર વિસ્ફોટ થયો હતો જેમાં 10 લોકોના મોત થયા હતા અને 19 જેટલા લોકોને ઈજાઓ પહોંચી હતી. ચીનના સરકારી મીડિયાએ દુર્ઘટનામાં 10 લોકોના મોત અને 19 લોકોને ઈજાઓ પહોંચી હોવા ઉપરાંત પાંચ લોકો લાપતા હોવાના સમાચારની પૃષ્ટિ કરી હતી અને ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું. 

સ્થાનિક અધિકારીઓએ આ ઘટના શુક્રવારે સાંજે છ કલાકે બની હોવાનું અને વિસ્ફોટક પદાર્થોના ટેન્કરના કારણે વિસ્ફોટ ન થયા હોવાનુ જણાવ્યું હતું. સ્થાનિક લોકોએ વિસ્ફોટનો અવાજ ખૂબ જ તેજ હોવાનો અને હવામાં ઉંચે સુધી આગ અને ધૂમાડાના ગોળા ઉઠતા જોવા મળ્યા હોવાનો દાવો કર્યો હતો. વિસ્ફોટના કારણે કાચ તૂટવાથી બહાર રહેલા અનેક લોકોને પણ ઈજાઓ પહોંચી હતી. 

હેનન ગેસ કંપની લિમિટેડના યીમા ગેસ પ્લાન્ટની સ્થાપના 1997માં કરવામાં આવી હતી. આશરે 1,200થી પણ વધારે કર્મચારીઓ આ પ્લાન્ટમાં કામ કરે છે અને વિસ્ફોટનું મુખ્ય કારણ જાણવા તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

READ ALSO

Related posts

ઈન્સ્ટાગ્રામ પર હવે કોને કોને અનફોલો કરવા જરૂરી છે તે હવે આ રીતે જાણો

Bansari

ટ્રમ્પની મુલાકાત દરમિયાન ‘નો-ફ્લાય ઝોન’ જાહેર કરવામાં નહીં આવે, ફ્લાઈટોનું થશે નિયમિત સંચાલન

Mayur

આવી સ્ત્રીઓ જોઇને પુરુષોની ઇચ્છા થઇ જાય છે ઠંડી, પ્રેમ પાંગરવામાં આ પરિબળો છે મહત્વના

Bansari
Do NOT follow this link or you will be banned from the site!