GSTV

Investment Plan / 25 વર્ષ પછી રિટાયરમેન્ટ માટે જમા કરવા માંગો છો 10 કરોડ રૂપિયા? જાણો કેવી રીતે પૂર્ણ થશે ટાર્ગેટ

રૂપિયા

Last Updated on November 28, 2021 by GSTV Web Desk

માની લો કે તમે નોકરી કરી રહ્યા છો અને તમારી સેલરી 6 ડિજિટમાં અથવા લાખ રૂપિયા અને તેનાથી વધુ છે, તો નિશ્ચિત રીતે તમને રિટાયરમેન્ટ સમયે સારી એવી રકમ જોઇશે. જેમ-જેમ મોંઘવારી વધી રહી છે, તેમ-તેમ લોકોને એ વાતની ચિંતા સતાવી રહી છે કે આવનારા દાયકામાં તે ક્યા સુધી પહોંચશે. આ સમયે તમારા કામ આવે છે SIP એટલે સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન. SIP દ્વારા એક સારી અમાઉન્ટ ભેગી કરી શકાય છે, એ તો તમે સાંભળ્યું જ હશે, પરંતુ તેની પ્લાનિંગ કેવી રીતે કરવી તે અંગે અમે જણાવી રહ્યા છીએ.

રૂપિયા

શું કહે છે એક્સપર્ટ?

આગામી 25 વર્ષ પછી જો તમે 10 કરોડ રૂપિયા હાંસલ કરવા માંગો છો, તો તમારે એક મોટી હકીકત ધ્યાનમાં રાખવી પડશે. ઓપ્ટિમા મની મેનેજર્સના MD અને CEO પંકજ મથપાલ જણાવે છે કે રિટાયરમેન્ટ પ્લાનિંગ માટે વ્યક્તિએ મોંઘવારીના પરિબળને ધ્યાનમાં રાખવું જોઈએ. જો તેઓ રિટાયરમેન્ટ પ્લાનિંગ માટે રોકાણ કરતા હોય તો રોકાણકારોને વાર્ષિક 10 ટકાના મોંઘવારીના દરને ધ્યાનમાં રાખવાની સલાહ આપવામાં આવે છે. તેઓ જે ઇન્વેસ્ટમેન્ટ ટૂલ પસંદ કરી રહ્યા હોય, તેમાં એ વાતની તાકાત હોવી જોઇએ કે તેઓ 10 ટકાની મોંઘવારી દરને પાછળ છોડી તમારા કોર્પસ બનાવે અને વૃદ્ધિ કરતા રહે.

25 વર્ષના લાંબા ગોલ માટે ક્યુ ઇન્વેસ્ટમેન્ટ ટૂલ યોગ્ય

25 વર્ષનો ઇન્વેસ્ટમેન્ટ પીરીયડ એક સારો સમય છે અને આ સમય માટે પંકજ મથપાલ ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં જવાની સલાહ આપી રહ્યા છે. તે ધારેલા મોંઘવારીના દરને પાછળ છોડીને તમારા રોકાણના ધ્યેયને પૂર્ણ કરવામાં સક્ષમ હશે. જો તમે 25 વર્ષ માટે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો છો, તો તમારો 10 કરોડ રૂપિયાનો કોર્પસ ટાર્ગેટ પૂરો થઈ શકે છે. તેના માટે તમે SIP નો રસ્તો પસંદ કરી શકો છો અને ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી શકો છો.

Read Also

Related posts

કોરોના મહામારી વકરતા ચૂંટણી પંચનો નિર્ણય, પ્રતિબંધો લંબાવાયા; ઘરે ઘરે પ્રચાર માટેની સંખ્યા ઘટી

Damini Patel

આરોગ્ય અધિકારીઓએ આપી ચેતવણી, ઘનિષ્ઠ વસ્તીવાળા વિભાગોમાં ઝડપભેર ફેલાશે કોરોના મહામારીનો વ્યાપ

GSTV Web Desk

પંજાબ ચૂંટણી / સિદ્ધૂ અને ચન્ની વચ્ચે ઝગડો, પછી ED ની રેડ: કેવી રીતે બેકફૂટ પર આવી રહી છે કોંગ્રેસ?

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!