હવામાનમાં ફેરફાર થતાં આપણા શરીરમાં પણ અનેક પરિવર્તનો આવે છે. ઠંડીની સિઝનમાં ઈમ્યૂન સિસ્ટમ વધારે મજબૂત કરવા માટે અને ફ્લૂ તથાં ઈંફેક્શનથી બચવા માટે આપણી રોગપ્રતિકારક શક્તિ સારી હોવી જરૂરી છે. આ બધી જાણતા હોવા છતાં પણ લોકો પોતાના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા હોય છે. તો આવી જાણીએ ઠંડીની ઋતુમાં જાણે-અજાણે પણ આપણે ઘણી ભૂલો કરતા હોઈએ છીએ.
લાંબા સમય સુધી ગરમ પાણીથી ન્હાવુ-
નિષ્ણાંતો જણાવે છે કે, ઠંડીની સિઝનમાં મોડા સુધી ગરમ પાણીથી ન્હાવા એ સારી બાબત નથી. તેનાથી આપણી બોડી અને મગજ બંને પર ખરાબ અસર થાય છે. હકીકતમાં જોઈએ તો, ગરમ પાણી કેરાટિન નામની સ્કિન સેલ્સને ડેમેઝ કરે છે. જેનાથી ચામડીમાં ખંજવાળ અને રૈશેસની સમસ્યા વધી જાય છે.

વધારે પડતા કપડા-
ઠંડીની સિઝનમાં પોતાને ગરમ રાખવું એ સારી બાબત છે. પણ વધારે પડતા કપડા પહેરવાથી બચવુ જોઈએ. આવુ કરવાથી આપની બોડી ઓવરહિટીંગનો શિકાર બને છે. હકીકતમાં ઠંડી લાગવાથી આપણી ઈમ્યૂન સિસ્ટમ વ્હાઈટ બ્લડ સેલ્સ પ્રોડ્યૂસ કરે છે. જે ઈંફેક્શન અને બિમારીઓથી આપણી સુરક્ષા કરે છે. જ્યારે બોડીને ઓવરહિટ થતાં ઈમ્યૂન પોતાનું કામ કરી શકતુ નથી.
વધારે પડતુ ખાવું-
ઠંડીની ઋતુમાં આપણો ખોરાક પણ વધી જતો હોય છે. તથા શરીરની ચિંતા કર્યા વગર આપણે મન ફાવે તેટલુ ખાઈ લેતા હોય છે. હકીકતમાં ઠંડીની સરખામણીએ શરીરમાં વધારે પડતી કેલરીનો ખર્ચ થાય છે. જેની ભરપાઈ આપણે હોટ ચોકલેટ અથવા એક્સ્ટ્રા કેલેરી વાળા ફૂડથી કરી શકીએ છીએ. ત્યારે આવા સમયે ભૂખ લાગતા આપણે ફક્ત ફાઈબરવાળી શાકભાજી અથવા ફળનો ઉપયોગ વધારે કરવો જોઈએ.
કૈફીન-
ઠંડીની સિઝનમાં ચા અને કોફીથી શરીરને ગરમ રાખવું એ સારી બાબતે છે. પણ આપ ભૂલી રહ્યા છો કે, વધારે પડતા કૈફીન શરીર માટે નુકસાનકારક છે. દિવસ દરમિયાન આપને 2 અથવા 3 કપથી વધારે કોફી પીવી જોઈએ નહીં.
ઓછુ પાણી પીવું-
ઠંડીમાં લોકોને ઓછી તરસ લાગે છે. પણ તેનો અર્થ એ નથી કે, ઠઁડીમાં શરીરને પાણીને જરૂરિયાત ઓછી થઈ જાય છે. યુરીનેશન, ડાયજેશન અને પરસેવામાં પાણી શરીરમાંથી બહાર જાય છે. ત્યારે આવા સમયે પાણી ન પીવાના કારણે બોડી ડીહાઈડ્રેશન લાગી શકે છે. જેનાથી કિડની અને ડાયજેશનમાં મુશ્કેલીઓ આવી શકે છે.
સુતા પહેલા શું કરવું-
એક સંશોધનમાં જણાવ્યા પ્રમાણે રાતે સુતા પહેલા હાથ અને પગના મોજા પહેરી રાખવા ખૂબ જરૂરી છે. સ્લીપીંગ ક્વાલિટીને ઈમ્પ્રુવ કરવા માટે આ નુસખો સારો છે.
બેડટાઈમ રૂટીન-
આ મૌસમમાં દિવસ નાનો હોય છે અને રાત લાંબી થઈ જાય છે. ત્યારે આવા સમયે આપણી દિનચર્યા પણ ડિસ્ટર્બ થઈ જાય છે. તથા શરીરમાં મેટાલોનિન હાર્મોનનું પ્રોડ્કશન પણ વધી જાય છે. જેના કારણે દિવસમાં પણ ઝોકા આવે છે. ત્યારે આવા સમયે સ્લીપીંગ ટાઈમમાં સારી એવી ઉંઘ આવે તેનું ધ્યાન રાખો.
બહાર જવાનું ટાળવું-
ઠંડીની સિઝનમાં મોટા ભાગના લોકો ઠઁડીની બચવા માટે ઘરમાંથી બહાર નિકળવાનું બંધ કરી દેતા હોય છે. આવુ કરવુ શરીર માટે ભારે પડે છે. ઘરમાં ઠુઠવાઈને બેસી જવુ એ આપણી ફિઝીકલી એક્ટીવિટીને ખરાબ કરે છે. મોટાપો વધે છે. તથાં સૂર્યના કિરણોથી મળતા વિટામીન ડીની પણ ખામી સર્જાય છે.
કસરત-
ઠંડીમાં તાપમાન ઓછુ હોવાના કારણે લોકો પથારીમાં પડ્યા રહેતા હોય છે. ફિઝીકલી એક્ટીવિટી શૂન્ય થઈ જાય છે. જેના કારણે આપણી ઈમ્યૂન સિસ્ટમ સુસ્ત થઈ જાય છે. એટલા માટે પથારીમાં રહેવા કરતા સાઈકલિંગ, વોકિંગ અને વર્કઆઉટ પણ શરૂ કરી દેવુ જોઈએ.
સેલ્ફ મેડિકેશન-
આ મૌસમમાં લોકોને મોટા ભાગે ખાંસી, શરદી અને તાવ જેવી સમસ્યા આવતી હોય છે. ત્યારે આવા સમયે ડોક્ટર્સની તપાસ વગર જાતે જ મેડિકેશન જીવલેણ સાબિત થશે. જેમાં કોઈ પણ ગંભીર બિમારીના લક્ષણો હોય શકે છે. એટલા માટે કોઈ પણ દવા અથવા નુસખો અપનાવતા પહેલા ડોક્ટર્સની સલાહ લેવી જરૂરી છે.
READ ALSO
- બનાસકાંઠામાં લવજેહાદની ઘટનાઓ બનતા લોકોમાં રોષ, કાયદો લાવવાની કરી રહ્યા છે વાત
- રૂપાણી સરકારને સુપ્રીમની ફટકાર, કોર્ટનો સમય બરબાદ કરવા બદલ ફટકાર્યો આટલો દંડ
- સગીર સ્ટુડન્ટે ટ્યૂશન ટીચરનું જીવવું કર્યું હરામ, પોર્ન સાઈટ પર બનાવી દીધી તેમની પ્રોફાઈલ
- અમદાવાદ/ ઉત્તરાયણમાં હરખઘેલા બનેલા યુવકે હવામાં કર્યું ફાયરિંગ, પોલીસે ફરિયાદ નોંધી
- સાબરકાંઠા/ દંત્રાલ ગ્રામપંચાયતમાં ડખો, બે જૂથ વચ્ચે અથડામણ થતાં પોલીસ કાફલો ખડકી દીધો