GSTV

ભગવાને 10 બાળકો આપ્યાં છતાં ઘર બહાર તાગ્ગડધિન્ના કરવા હતા, બાળકે વિરોધ કર્યો તો રામ નામ સત્ય કરી નાખ્યું

પૂર્વી દિલ્હીના નવા આશોક નગર વિસ્તારમાં માતાનાં ગેરકાયદેસર સંબંધનો વિરોધ પુત્રને ભારે પડ્યો. 10 બાળકોની માતાએ આશીક સાથે મળીને 30 વર્ષીય પુત્રને માથામાં ઈન્ટ મારીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. તેનું નામ રવિન્દ્ર (30) જણાવવામાં આવી રહ્યું છે. રવિન્દ્ર સિવાય એક ત્રણ મહિનાનો ભાઈ અને આઠ બહેનો પણ હતી.

હત્યા પછી માતા અને તેના આશીકે રવિન્દ્રના મૃત્યુને અકસ્માતમનો મોડ આપવાનો પણ પ્રયાસ કર્યો, પરંતુ એમ્બ્યુલન્સકર્મીને શંકા થતાની સાથે જ બન્નેનો ભેદ ખુલ્લો પડી ગયો હતો. પોલીસે માતા સુભદ્રા દેવી (51) અને તેના આશીક અજીત (25) ને કસ્ટડીમાં લઈ લીધા છે. ઘટનાં સમયે બન્ને દારૂના નશામાં એટલા ધૂત હતા કે ઠીકથી વાત પણ નહોતી કરી શકતા. આરોપી અજીત મૃતક રવિન્દ્રનો જ મિત્ર છે.

રવિવારે સવારે પોલીસને એક એમ્બ્યુલન્સવાળા તરફથી ચૂચનાં મળી કે લોહીથી લથપથ એક યુવાનનુ શરીર પહેલા માળમાં અંદર ઓરડામાં પડેલો છે. પોલીસે ત્યાથી ઉઠાવાને પોસ્ટમોર્ટમ માટે લઈ ગયા. પોલીસને રૂમમાંથી એક ઇંટ મળી કે જે લોહીવાળી હતી. આ વચ્ચે આજાદપુરમાં રહેતી રવિન્દ્રની બહેન ત્યાં પહોંચી ગઈ. તેમણે પોલીસને માતા અને તેના આશીક વિશે જણાવ્યું હતું. પોલીસ દ્વારા જાણકારી કરીને રવિન્દ્રની માતા અને તેના આશીક અજીતને કસ્ટડીમાં લીધા છે.

દિકરો રવિંન્દ્ર તેની માતા અને મિત્ર અજીતના સંબંધનો વિરોધ કરતો હતો. અને તેની બધી બહેનો પણ માતાની વિરોધમાં હતી, પરંતુ સુભદ્રા ક્યારેય અજીત સાથે સંબંધ સમાપ્ત કરવા માંગતી ન હતી. કુટુંબોનું કહેવું છે કે અજીતે સુભદ્રાને એક બાળક પણ થયું હતું. ત્રણ મહિનાનો તેમનો પુત્ર અજીતનો જ હતો.

READ ALSO

Related posts

કામનું/ SBI, HDFC કે પછી PNB? જાણો કઈ બેન્ક આપી રહી છે FD પર સૌથી વધુ વ્યાજ

Damini Patel

BJPમાં ફફડાટ: સત્તા વિરોધી લહેરથી ડરી ગઈ ભાજપ, હાલના ધારાસભ્યોમાંથી 50 ટકાને ઘરે બેસાડી દેશે, કામ કરશે તે ટકશે

Pravin Makwana

લાખો પેન્શનર્સને મળી દિવાળીની ભેટ! મોંઘવારી ભથ્થામાં આટલા ટકાનો થયો વધારો, જાણો ક્યારથી થશે લાગુ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!