GSTV

Tourist Destinations: ફક્ત 10,000 રૂપિયામાં ફરી શકશો ભારતના આ શાનદાર સ્થળ, ફરવા જવાનો પ્લાન હોય તો આ રહી બેસ્ટ જગ્યાઓ

Last Updated on July 6, 2021 by Pravin Makwana

જૂલાઈમાં વરસાદની સિઝન શરૂ થઈ જાય છે. હાલના દિવસોમાં ટુરિસ્ટ વરસાદનો સારામાં સારો નજારો જોવા માટે નવા નવા પ્લેસની શોધ કરતા હોય છે. અમુક તો એવી જગ્યા છે. જે વરસાદની સિઝનમાં વધુ રમણીય બની જતી હોય છે. આજે અમે આપને માટે અહીં લાવ્યા છીએ 10 એવી જગ્યા જે આપના ફરવામાં ખૂબ જ મજા કરાવી દેશે.એ પણ ફક્ત 10,000 રૂપિયાના બજેટમાં પણ આપ ફરી શકશો.

ખજ્જિયાર-

હિમાચલ પ્રદેશમાં આવેલુ આ સ્થળ ભારતનું નાનુ એવુ સ્વિટઝર્લેન્ડ છે. જો આપ શાંતિ અને પ્રાકૃતિક સુંદરતા એક સાથે જોવા માગો છો તો, આપ ખજ્જિયારથી વધારે સારી જગ્યા મળવી મુશ્કેલ છે. અહીં રોમેન્ટિક જગ્યાઓ ખૂબ છે. અહીં આપ આરામથી 10 હજાર રૂપિયામાં ફરી શકો છો.

ધર્મશાળા-

આ હિમાલય નગરીમાં ઊંચા પર્વતો અને મઠો જોવા માટે સહેલાણીઓની લાઈનો લાગે છે. ધર્મશાળાથી લગભગ 5 કિમીના અંતર મેકલોડ ગંજ પણ સિઝનમાં ફરવા માટે પરફેક્ટ ડેસ્ટિનેશન છે. સોલો ટ્રેવલ અથવા બેકપેક્રસ માટે આ જગ્યા જન્નતથી જરાયે ઉતરતી નથી. આપ અહીં આરામથી શોર્ટ બજેટમાં ફરી શકો છો.

મનાલી-

દિલ્હી-એનસીઆરમાં રહેતા લોકો માટે હિલ સ્ટેશન ફરવા માટે આ બેસ્ટ જગ્યા છે. હિમાલયની ગોદમાં આવેલુ આવેલુ મનાલી સૌથી પરફેક્ટ છે. મનાવી ભારતના હિમાચલ પ્રદેશમાં આવેલુ છે અને અહીં બ્યાસ નદીના કિનારે સમુદ્ર તટથી 6725 કિમીની ઉંચાઈ પર છે. ઓક્ટોબરમાં વરસાદ વિદાય લે છે. એટલા માટે આપે અહીં એક વાર ચોક્કસ ફરી આવવુ જોઈએ.

શિમલા-

શિમલા હિમાચલનું સુંદર શહેર અને રાજધાની છે. બરફથી ઢકાયેલા પહાડો, હરિયાળી અને સુખદ જળવાયુ શિમલાની ઓળખાણ છે. અહીં પણ ટૂરિસ્ટ કેટલાય પ્રકારના એડવેંચર્સનો આનંદ ઉઠાવી શકે છે.

મસૂરી

વાત કરીએ તો આ ભારતનું ઉત્તરાખંડ રાજ્યનું એક પર્વતીય નગર છે. મસૂરીને પર્વતોની રાણી કહેવાય છે. દહેરાદૂનથી લગભગ 35 કિમી દૂર આવેલુ મસૂરી પર્યટકોની વચ્ચે ખૂબ જ ફેમસ છે. આપ અહીં કેમ્પ્ટી ફોલ, મકાઈના ડોડાનો પણ આનંદ લઈ શકો છો.

માઉંટ આબુ

જૂલાઈમાં હળવા વરસાદની વચ્ચે રાજસ્થાનનું આ હિલ સ્ટેશન ગુજરાતીઓ માટે ફેવરિટ છે. માઉંન્ટ આબૂમાં આપ રોક ક્લાઈમ્બિંગ, ટ્રેકિંગ અને રેપ્લિંગ જેવી એક્ટિવિટીનો આનંદ ઉઠાવી શકો છો. અહીં કેમ્પિંગ, ટ્રેકિંગ ઉપરાંત ઘોડેસવારી, હોટ એર બલૂન જેવી એક્ટિવિટી પણ કરી શકો છો. હવામાનમાં અહીં સારામાં સારૂ વાતાવરણ મળી રહે છે. અહીં ફરવા માટે આપને વધારે રૂપિયાની જરૂર નહીં રહે.

મહાબળેશ્વર

ભારતમાં સૌથી વધારે વરસાદવાળી આ જગ્યા મહારાષ્ટ્રમાં આવેલી છે. અહીં વર્ષભરમાં 5618 કિમી વરસાદ થાય છે. આ વેસર્ટન ઘાટ ખૂબ નજીક આવેલો છે. આમ તો અહીં આખુ વર્ષ વરસાદ થાય છે. પણ ચોમાસામાં અહીં ભારે વરસાદ થાય છે. જો કે, અહીં જવા માટે આપે થોડુ બજેટ વધારવુ પડશે.

માલજેશ ઘાટ

માલશેજ ઘાટ મહારાષ્ટ્રના પુણે જિલ્લાના પશ્ચિમી ઘાટોની શ્રેણીમાં આવેલુ પ્રસિદ્ધ ઘાટ છે. અહીં કેટલાય ઝરણાંઓ, ઉંચા પહાડ માટે આ જગ્યા ફેમસ છે. વરસાદમાં ફરવા માટે આ જગ્યા બેસ્ટ છે.

ગોવા-

ભારતની સૌથી રોમાંચક જગ્યાઓમાની એક જગ્યા એટલે ગોવા. જો કે, બહુ ઓછા લોકો જાણતા હશે કે, ચોમાસામાં ગોવા ફરવાની મજા કંઈક અલગ જ હોય છે. અહીં વરસાદની સાથે હોલિડે એન્જોય કરવાની ખૂબ મજા આવે છે.

ચેરાપુંજી –

આ વિશ્વનું બીજું ભીનું સ્થાન છે. વરસાદની સિઝનમાં અહીંની સુંદરતાને શબ્દોમાં વર્ણવી શકાતી નથી. ચોમાસામાં આ એક શ્રેષ્ઠ સ્થાન છે. ચેરાપુંજી શિલોંગથી લગભગ 58 કિલોમીટર દૂર છે. ચેરાપુંજી એટલે ‘લેન્ડ ઓફ ઓરેન્જ’. તેને સોહરા પણ કહેવામાં આવે છે. ચેરાપુંજી લગભગ 1484 ની ઊંચાઇ પર સ્થિત છે. રાત્રે ચેરાપુંજીમાં અવારનવાર વરસાદ પડે છે. વરસાદ ઉપરાંત આ પુલ તેના પુલ માટે પણ ખૂબ પ્રખ્યાત છે.

READ ALSO

Related posts

લેભાગુઓના કરતૂત યથાવત: છેલ્લા આઠ વર્ષમાં શહેરની વિવિધ બેન્કોમાં 6 કરોડથી વધુ નકલી નોટો થઈ જમા!

pratik shah

કરોડોનું આંધણ/ તળાવોના બ્યુટિફિકેશનમાંથી કૌભાંડનો કદરૂપો ચહેરો જ ડોકાઇ રહ્યો છે, કરોડોના ખર્ચે તૈયાર કરાયેલા તળાવોમાં ઢોર ફરતા દેખાયા

Pravin Makwana

ઇકોમર્સ પ્લેટફોર્મ પરથી ઓટો બુક કરાવવા ચૂકવવો પડશે 5% જીએસટી, આ તારીખથી લાગુ થશે નિયમ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!