GSTV
Life News Relationship Trending

10માંથી 7 મહિલાઓ લગ્ન બાદ પતિને આપે છે દગો, થયો આ મોટો સરવે

તમને આ આંકડા ચોંકાવનારા લાગતા હશે કે ભારતની પરણેલી ૭૦ ટકા મહિલાઓ પતિને દગો કરી રહી છે. એક ડેટીગ એપના સર્વેમાં આ વિગતો બહાર આવી છે કે નિરસ લગ્નથી મહિલાઓ વ્યભિચાર કરે છે. એકષ્ટા મેરીટલ ડેટીંગ એપ ગ્લીડેને મંગળવારે જણાવ્યું કે અમારા સર્વેમાં એવું જાણવા મળયું છે કે ભારતમાં ૧૦માંથી ૭ મહિલાઓ ઘરના કામોમાં મદદ કરતા ન હોવાથી પતિને દગો દઇ રહી છે. કેટલીક મહિલાઓને તેનું લગ્નજીવન નિરસ લાગે છે એટલે તે પોતાના જીવનસાથીને દગો આપે છે.

ત્યારે ગ્લીડેન એપનો ર૦૦૯માં ફાન્સમાં પ્રારંભ થયો હતો અને ર૦૧૭માં ભારતમાં તેનું આગમન થયું હતું અને બે જ વર્ષમાં ભારતમાં તેના ૩૦ ટકા સભ્યો થઇ ગયા છે.જેમાં ૩૪ વર્ષથી ૪૯ વર્ષની પરણિત મહિલાઓ છે. ગ્લીડેન વાપરતી લગભગ ૭૭ ટકા મહિલાઓએ કબૂલ્યું કે તેમના પતિ સાથેના લગ્ન નિરસ થઇ જવાથી પોતાના પતિને દગો દઇ રહી છે અને લગ્ન જીવનથી બહાર અન્ય એક સાથીને શોધવાથી તેમના જીવનમાં ઉત્સાહનો અનુભવ થયો છે.

જ્યારે ભારતમાં પરંપરાગત લગ્નમાં ફસાયેલા સજાતીય લોકોની વધતી સંખ્યામાં આ એપની મદદથી એવા સાથીને શોધવામાં આ એપથી મદદ મળી રહે છે તેવું પણ આ સર્વેમાં બહાર આવ્યું છે. ભારતમાં ગ્લીડેનના પ લાખથી વધારે છે વપરાશકારોઃગ્લીડેન નામની આ એપના ભારતમાં પ લાખથી વધુ લોકો વપરાશકારો છે.આ એપ દૃવારા મહિલાઓ વ્યભિચાર શા માટે કરે છે શિર્ષક હેઠળ એક સર્વે કરવામાં આવ્યો હતો તેમાં એવું જાણવા મળયું કે બેંગ્લુરૃ, મુંબઇ અને કોલકતા જેવા મહાનગરોમાં પતિ સાથે દગો કરતી મહિલાઓની સંખ્યા સૌથી વધારે છે.

૧૩ ટકા મહિલાઓએ પતિ સાથે કરાતા દગાની કબૂલાત કરીઃ ગ્લીડેનના માર્કેટીંગ નિષ્ણાંત સોલેન પૈલેટ જણાવે છે કે ૧૦માંથી ૪ મહિલાઓનું માનવું છે કે અજાણ્યાઓ સાથેની મોજ મસ્તી બાદ તેમના જીવનસાથી સાથેના સંબંધ વધારે મજબૂત થયો છે. પ લાખ ભારતીય ગ્લીડેન વપરાશકારોમાંથી ર૦ ટકા પુરૂષો અને ૧૩ ટકા મહિલાઓએ પોતાના જીવનસાથી સાથે દગો કર્યાની વાત કબુલી છે.

READ ALSO

Related posts

દિલ્હી / એશિયાની સૌથી મોટી કાપડ માર્કેટની દુકાનમાં ભીષણ આગ, લાખો રૂપિયાનો માલ સામાન બળીને ખાખ

Hardik Hingu

મોટી દુર્ઘટના ટળી / હરિયાણામાં રાવણનું સળગતું પૂતળું ભીડ પર પડ્યું, 7 લોકો દાઝ્યા

Hardik Hingu

KBC-14 / શાશ્વત ગોયલ બન્યો સીઝનનો બીજો કરોડપતિ, હવે જીતશે આટલા કરોડ રૂપિયા

Hemal Vegda
GSTV