GSTV
Home » News » ખૂબ જ સારી રીતે સ્વિમિંગ કરે છે આ એક વર્ષની બાળકી જુઓ, video

ખૂબ જ સારી રીતે સ્વિમિંગ કરે છે આ એક વર્ષની બાળકી જુઓ, video

બાળકો વિશે કહેવાય છે કે બાળકો ભગવાનના રૂપ હોય છે. બાળકો એ ચમત્કાર કરી શકે છે જેની કલ્પના મોટા લોકો પણ કરી શકતા નથી. હાલ છેલ્લા થોડા સમયથી ફ્લોરીડાની એક નાની બાળકીનો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં એક વર્ષની નાની બાળકી કોઈની પણ મદદ વગર ખૂબ જ સારી રીતે તરી રહી છે. વીડિયોમાં બાળકી પાણીની અંદર બ્રેક-સ્ટોક, ફ્રંટ કોલ અને સ્પિન કરી રહી છે જે કોઈ ચમત્કાર કરતા ઓછુ નથી.

મળતી માહિતી મુજબ ફ્લોરીડાના Grace Fanelli પોતાના બાળકોને નાની ઉંમરથી જ સ્વિમિંગ શિખવાડવા ઈચ્છતી હતી. જેથી બાળપણથી જ બાળકો પાણીમા રહીને પણ કોન્ફિડેન્ટ રહે. Grace Fanelli ને બે બાળકો છે. એક છોકરી 3 વર્ષની છે અને બીજી 1 વર્ષની છે. આશ્ચર્યની વાત એ છે કે Grace Fanelliએ પોતાની બંને બાળકીઓને સ્વિમિંગમાં માસ્ટર બનાવી છે.

તમને જાણીને નવાઈ લાગશે કે બંને બાળકીઓએ માત્ર 9 મહિનાની ઉંમરે સ્વિમિંગ શિખી હતી. વીડિયોમાં Grace Fanelli ની નાની છોકરી સ્વિમિંગ કરતી દેખાઈ રહી છે. 1 વર્ષની બાળકીને આ રીતે તરતા જોઈને એવુ લાગે છે કે આ કોઈ ચમત્કારથી ઓછુ નથી. Grace Fanelli એ જણાવ્યુ કે 6 મહિનાની ઉંમર પછી બાળકો સ્વિમિંગ શીખી શકે છે. તે દુનિયાના દરેક માતા પિતાને એ સંદેશ આપવા ઈચ્છે છે કે સ્વિમિંગ એક જરૂરી સ્કિલ છે. દરેક બાળકોએ તેને શીખવુ જોઈએ. બાળકોને નાની ઊંમરમાં પાણી સાથે કમ્ફટેબલ ફિલ કરાવવું જોઈએ. જેથી જરુરિયાત પડવા પર પોતાની રક્ષા કરી શકે.

READ ALSO

Related posts

આગામી બે દિવસમાં વરસી શકે છે વરસાદ, હવામાન વિભાગની આગાહી

Mansi Patel

ટીએમસીના મમતાની આ ઉમેદવાર શા માટે મોજા પહેરીને લોકો સાથે હાથ મિલાવતી હતી

Path Shah

48 મેગાપિક્સલના કેમેરા સાથે Redmi Note 7S થયો લોન્ચ, કિંમત તમારા ખિસ્સાને પરવડે તેવી

Bansari
Do NOT follow this link or you will be banned from the site!