GSTV

15 દિવસથી કોરોનાની ગાડી ટોર ગિયરમાં : રાજ્યમાં રોજ નવા 1 હજારથી વધુ કેસ સાથે 65 હજારને પાર

રાજયમાં સંક્રમણની સંખ્યામાં વધુ 1020 નવા પોઝીટીવ સાથે ગુજરાતમાં કુલ આંક 65 હજાર 700ને પાર થઈ ગયો છે. રાજ્યમાં છેલ્લા 15 દિવસની સંક્રમણનો આંક 1 હજારથી નીચે આવ્યો નથી. રાજ્યમાં કોરોના મહામારીના રફતાર સતત વધી રહી છે. જુલાઈ મહિનામાં 21 તારીખ પછીથી સંક્રમણની સંખ્યા ચાર આંકમાં થઈ ગઈ છે. રાજ્યમાં છેલ્લા 15 દિવસમાં જ 16 હજારથી વધારે નવા પોઝીટીવ કેસ વધ્યા છે. રાજ્યમાં સંક્રમણની સંખ્યા જુદા જુદા રાજ્યોમાં સતત વધી રહી છે.

એક્ટિવ કેસની સંખ્યા 15 હજારની નજીક

રાજ્યમાં છેલ્લા 15 દિવસમાં 367 લોકોના કોરોનાને કારણે મોત થયા છે. રાજયમાં કોરોના સંક્રમણના વધતા કેસો સાથે એક્ટિવ કેસની સંખ્યા પણ ધીમે ધીમે 15 હજાર નજીક પહોંચી ગયું છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી એક્ટિવ કેસ 14811 થઈ ગયા છે. તો રાજ્યમાં 48359 લોકો કોરોનાથી સાજા પણ થઈ ચૂક્યા છે. રાજ્યમાં મહામારી સામે ઝઝૂમીને 73 ટકાથી વધુ લોકો સાજા થઈ ચૂક્યા છે.

વડોદરામાં સંક્રમણની સંખ્યા 5 હજારને પાર

રાજ્યમાં સૌથી વધુ સંક્રમણ અમદાવાદમાં છે. બીજા નંબરે સુરતનો વારો આવે છે. અમદાવાદમાં વધુ 151 નવા પોઝીટીવ કેસ નોંધાવા સાથે કુલ આંક 27121 થયો છે. અમદાવાદમાં સંક્રમણ 27 હજારને પાર થયું છે તો સુરતમાં સંક્રમણની સંખ્યા 14 હજારને પાર થઈ ગઈ છે. સુરતમાં છેલ્લા 11 દિવસમાં 3 હજાર જેટલા નવા પોઝીટીવ કેસ વધ્યા છે. સુરતમાં 11 દિવસમાં એવરેજ 270 જેટલા નવા પોઝીટીવ કેસ વધ્યા છે. વડોદરામાં વધુ 105 નવા કેસ નોંધાતા કુલ સંક્રમણનો આંક 5 હજારને પાર થઈ ગયો છે.

READ ALSO

Related posts

IPL 2020: હૈદરાબાદ પર ભારે પડ્યુ રોયલ ચેલેન્જર્સ બૈંગ્લોર, 10 રનથી મેળવી જીત

Pravin Makwana

અનલોક 5માં 500 લોકોને પ્રસંગમાં હાજર રહેવા છૂટ આપવાની માગ

Nilesh Jethva

સારા રસ્તા માટે અમદાવાદીઓએ હજુ જોવી પડશે નવરાત્રિ સુધી રાહ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!