GSTV

9 મહિનામાં 18 સરકારી બેંકોમાં 1.17 લાખ કરોડ રૂપિયાની કરાઈ છેતરપિંડી, આ સરકારી બેંકને પડ્યો મોટો ફટકો

ચાલુ નાણાકીય વર્ષનાં  પ્રથમ ત્રિમાસિક સત્ર દરમિયાન 18 સરકારી બેંકો (Public Sector Banks)માં કુલ  8,926 (Bank Frauds)નાં મામલા બહાર આવ્યા છે. આ તમામ ફ્રોડમાં 18 બેંકોનાં લગભગ 1.17 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે, આ જાણકારી એક  RTIનાં સવાલનાં જવાબરૂપે મળી છે, આ  RTIનાં જવાબથી જાણવા મળે છે કે ભારતીય સ્ટેટ બેંકને સૌથી મોટો ફટકો પડ્યો છે.

SBI ને સૌથી મોટો ઝટકો

RTI એક્ટીવિસ્ટ ચંદ્રશેખર ગોરે જણાવ્યું કે આ RTIનો જવાબ ભારતીય રિઝર્વ બેંક (Reserve Bank of India) દ્વારા આપવામાં આવ્યો છે, RTI થી જાણવા મળે છે  કે SBI બેંકમાં છેતરપિંડીનાં કુલ 4,769 મામલા બન્યા છે, જેમાં બેંકને કુલ 30,300 કરોડ રૂપિયાનું નુંકસાન થવાની સંભાવના છે. આ આંકડાં ચાલું નાણાકીય વર્ષ પહેલા ત્રિમાસિક સત્ર એટલે કે એપ્રિલથી ડિસેમ્બરનાં સમયગાળાનો છે. SBIમાં છેંતરપિંડીની રકમ 1.17 લાખ કરોડ રૂપિયાનાં 26 ટકા જેટલી છે.

SBI ઉપરાંત પંજાબ નેશનલ બેંક (PNB)માં આવી 294 ઘટનાઓ બહાર આવી છે, અને PNBને 14,928.62 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે, બેંક ઓફ બરોડામાં આવા 250 છેંતરપિંડીનાં બનાવ બન્યા છે, તેનાથી BOBને 11,166.19 રૂપિયાનું નુકસાન થયું છે. તે જ પ્રમાણે અલ્લાહબાદ બેંકને કુલ 860 ફ્રોડથી 6,781.57  કરોડ રૂપિયાનું નુકસાન થયું છે, જ્યારે બેંક ઓફ ઇંન્ડીયાને 161 ફ્રોડથી 6,621.12 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.

યુનિયન બેંક ઓફ ઇન્ડિયાને  11,166.19 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. ઇન્ડીયન ઓવરસીસ બેંકને આવા 151 મામલાથી 5,556.64 કરોડ રૂપિયા જ્યારે ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સને કુલ 282 ફ્રોડ થી 4,899.27 રૂપિયાનો ચુનો લાગ્યો છે.

આ બેંકોને પણ રૂ.31 હજાર કરોડ રૂપિયાનો લાગ્યો ચુનો

1,867 મામલા ઉપરાંત કેનેરા બેંક, યુકો બેંક, સિન્ડિકેટ બેંક,કોર્પોરેશન બેંક,બેંક ઓફ મહારાષ્ટ્ર, સેન્ટ્ર્લ બેંક ઓફ ઇન્ડિયા,આંધ્રા બેંક, યુનાઇટેડ બેંક ઓફ ઇન્ડિયા, ઇન્ડિયન બેંક, અને પંજાબ એન્ડ સિંધ બેંકમાં કુલ 31,600.76 કરોડ રૂપિયાનાં ફ્રોડનાં મામલા બહાર આવ્યા છે.

READ ALSO

Related posts

કોરોનાની મહામારી દરમિયાન જ 4 લાખથી વધારે લોકો ચીનથી પહોંચી ગયા હતા અમેરિકા

Nilesh Jethva

09.09 પર સમગ્ર દેશમાં દિપ પ્રાગટ્ય, કોરોના સામે નવી ઊર્જાનો ખૂણે ખૂણે થયો પ્રસાર

Pravin Makwana

દર્દીનો ઈલાજ કરતા સંક્રમિત થયેલી નર્સે કોરોનાને આપી માત, હવે નોકરી પર પરત ફરવા તૈયાર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!