GSTV

3 સેકન્ડમાં એક જીબીની ફિલ્મ થાય છે ડાઉનલોડ, આ 15 દેશોમાં છે ચાલે છે ઇન્ટરનેટ સૌથી ફાસ્ટ

ઇન્ટરનેટ

વિશ્વના ઘણા દેશોમાં 5G નેટવર્કની બોલબાલા બોલાઈ રહી છે. તો કેટલાક દેશોમાં 5G માટેના પરીક્ષણો પણ શરૂ થઈ ગયા છે. 5G નેટવર્ક સંબંધિત ઈન્ટરનેટ સ્પીડ ટેસ્ટ કરતી કંપની ઓપન સિગ્નલે અહેવાલ બહાર પાડ્યો છે, જે મુજબ વિશ્વમાં સૌથી ફાસ્ટ 5G ડાઉનલોડ સ્પીડ સાઉદી અરબમાં છે, જ્યારે આ મામલે દક્ષિણ કોરિયા બીજા નંબરે આવે છે.

જિયોની મેક્સિમમ 4G ડાઉનલોડ સ્પીડ 33.3 Mbps

JIO

377.2 Mbpsનો અર્થ એ થાય છે કે 1 સેકન્ડમાં 377.2MB ડેટા ડાઉનલોડ કરી શકાય છે. તેને આ રીતે સમજો કે 1GBનું કોઈ મૂવી તમે ડાઉનલોડ કરો છો તો તે 3 સેકન્ડથી પણ ઓછા સમયમાં ડાઉનલોડ થઈ જશે. એટલે કે જોતજોતામાં 1GBનું મૂવી ડાઉનલોડ કરી શકાય છે. 4G ડાઉનલોડ સ્પીડ મામલે સાઉદી અરબ કરતા જિયોની સ્પીડ ઓછી અહેવાલ મુજબ સાઉદી અરબમાં 4G ડાઉનલોડ સ્પીડ 30.1Mbps છે, જે 5Gની સરખામણીએ 12.5 ગણી ઓછી છે. જો તેની સરખામણી ભારતની 4G સ્પીડ સાથે કરવામાં આવે તો TRAIના રિપોર્ટ પ્રમાણે, જિયોની મેક્સિમમ 4G ડાઉનલોડ સ્પીડ 33.3 Mbps છે.

અર્થાત સાઉદી અરબની 5G ડાઉનલોડ સ્પીડ ભારતની 4G સ્પીડ કરતાં 11ગણી વધારે છે. સાઉદી અરબમાં 5G નેટવર્ક પર સરેરાશ ડાઉનલોડ સ્પીડ 377.2 Mbps છે. દક્ષિણ કોરિયામાં 5G નેટવર્ક પર સરેરાશ ડાઉનલોડ સ્પીડ 336.1 Mbps છે. રિપોર્ટમાં 15 દેશોના 5G સ્પીડ સંબંધિત 1 જૂલાઈથી 28 સપ્ટેમ્બર સુધીનો ડેટા છે. દ.કોરિયામાં 5G પર વધુ ધ્યાન દક્ષિણ કોરિયા સહિત ઘણા દેશોમાં 5G નેટવર્કનું વિસ્તરણ ઝડપથી થઈ રહ્યું છે. દક્ષિણ કોરિયા વર્તમાનમાં નોન સ્ટેન્ડઅલોન મોડ પર નેટવર્ક સર્વિસ આપે છે, જેને 4G નેટવર્ક સપોર્ટની આવશ્યકતા હોય છે. દક્ષિણ કોરિયામાં 5G નેટવર્ક માટે યુઝર્સ 22.5% વધારે ખર્ચો કરે છે. છેલ્લા રિપોર્ટમાં આ આંકડો 20.7% હતો.

5G ડાઉનલોડ સ્પીડ ધરાવતા ટોપ-5 દેશો

5G ડાઉનલોડ સ્પીડમાં ટોપ-5 દેશનો વાત કરીએ તો પ્રથમ ક્રમે સાઉદી અરબ આવે છે, જ્યાં 5G ડાઉનલોડ સ્પીડ 377.2Mbps અને 4G ડાઉનલોડ સ્પીડ 30.1Mbps છે. જ્યારે બીજા નંબરે દક્ષિણ કોરિયામાં 5G ડાઉનલોડ સ્પીડ 336.1Mbps અને 4G ડાઉનલોડ સ્પીડ 60.5 છે, તો ત્રીજા નંબરે ઓસ્ટ્રેલિયામાં 5G ડાઉનલોડ સ્પીડ 215.8Mbps અને 4G ડાઉનલોડ સ્પીડ 43.1 છે. જ્યારે ચોથા નંબરે તાઈવાનમાં 5G ડાઉનલોડ સ્પીડ 211.8Mbps અને 4G ડાઉનલોડ સ્પીડ 32.9 છે. તો પાંચમાં ક્રમાંકે આવતા સ્પેનમાં 5G ડાઉનલોડ સ્પીડ 201.1Mbps અને 4G ડાઉનલોડ સ્પીડ 28.6 છે.

Read Also

Related posts

અમદાવાદમા દર વર્ષે યોજાતા ફ્લાવર શોના આયોજન અંગે પ્રશ્નાર્થ, કોરોનાકાળમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવું મુશ્કેલ

Nilesh Jethva

લવ જેહાદ પર યોગી સરકારનું સૌથી મોટું પગલું: છેતરપિંડીથી ધર્મપરિવર્તન કરાવનારને થશે 10 વર્ષની સજા

pratik shah

છેલ્લા 12 વર્ષથી અમદાવાદમાં યોજાતો કાંકરિયા કાર્નિવલ કોરોનાને કારણે કરાયો રદ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!