GSTV

આજે છેલ્લો દિવસ : જો આ કામ નહી કરો તો તમારુ TV થઇ જશે ‘ડબ્બો’

Dish TV offer

હવે તમારી પાસે તમારી મનપસંદ ચેનલ જોવા માટે ફક્ત ગણતરીના કલાકો બાકી છે. 31 જાન્યુઆરી 2019 ટ્રાઇની ડેડલાઇન છે. ડીટીએચના નિયમ 1 ફેબ્રુઆરીથી બદલાઇ રહ્યાં છે. તેના માટે યુઝર્સ પાસે કંપનીઓના મેસેજ પણ આવી રહ્યા છે. 1 ફેબ્રુઆરીથી ટીવી જોવાનો અનુભવ પણ બદલાવા જઇ રહ્યો છે. નવી કિંમતો અને નવી સિસ્ટમ હશે. ટેલિકૉમ રેગ્યુલેટરી ઑથોરિટી ઑફ ઇન્ડિયા (TRAI) ના નવા નિયમો 1 ફેબ્રુઆરીથી લાગુ થઇ રહ્યાં છે.   TRAIએ આ પહેલા પણ ડેડલાઇન એક્સટેન્ડ કરી હતી, પરંતુ આ વખતે 1 ફેબ્રુઆરીથી નિયમ બદલાઇ જશે. આ એટલા માટે કેમકે કેબલ ઓપરેટર્સથી લઇને બ્રોડકાસ્ટર્સએ TRAIની નવી ગાઇડલાઇનના હિસાબથી પ્લાન શરૂ કરી દીધા છે.

 DTH કંપનીઓ પોતાની વેબસાઇટ  તથા એપ્સની મદદથી યૂઝર્સને નવા પ્લાનમાં સ્વિચ કરવા માટે કહી રહી છે. આ માટે તમે DTH પ્રોવાઇડર્સના કસ્ટમર કેરની સાથે વાત પણ કરી શકો છો. TRAI અનુસાર, નવા નિયમ લોકો માટે ફાયદારૂપ છે, કેમકે હવે કસ્ટમર્સ માત્ર એટલી ચેનલના રૂપિયા આપશે જે તેઓ જુએ છે.

જોકે બેસ પ્લાન માટે દરેક યૂઝર્સે રૂપિયા આપવા પડશે. 130 રૂપિયાનો બેસ પ્લાન છે જેના પર સર્વિસ ટેક્સ લાગશે, એટલા જ રૂપિયામાં તમે માત્ર ફ્રી ચેનલ્સ જોઇ શકશે. જોકે તમારે એટલા જ રૂપિયામાં 100 ચેનલની સ્પેસ મળશે. જો તમે પેડ ચેનલ જોવા માંગો છો તો અલગથી દરેક ચેનલ માટે રૂપિયા આપવા પડશે. બ્રોડકાસ્ટર્સે ઘણી ચેનલ્સના બૂકે પણ તૈયાર કર્યા છે.


જો તમે હજુ સુધી નવા પ્લાન સ્વિચ નથી કર્યા તો હવે કરી લો, સરળ છે. તમે DTH પ્રોવાઇડર્સની વેબસાઇટ અથવા તો એપ્સ પર જઇને તમારા આઇડીથી લોગ ઇન કરો. જ્યાં તમને કેટલાક વિકલ્પ મળશે, જેથી એક વિકલ્પ પસંદ કરો. સામાન્ય રીતે તમારી પાસે 2 વિકલ્પ હશે- એક કંપની દ્વારા સજેસ્ટ કરવામાં આવેલુ જેમાં ઘણા ચેનલ્સ પહેલાથી હશે અને તે ચેનલના હિસાબે તમારે પૈસા આપવાના રહેશે. તો બીજો વિકલ્પ છે કે તમે પોતે એક એક ચેનલ સિલેક્ટ કરો અને તમારા 100 ચેનલના સ્પેસને ફિલ કરો, જો તમે 100 થી વધારે ચેનલ્સ જોઇએ તો ,25 ચેનલની વધારે કેપિસિટી લઇ શકો છો, જેના તમારે એક્સ્ટ્રા રૂપિયા ચૂકવવા પડશે. 

TRAIએ યૂઝર્સની સગવડ અનુસાર પોતાની વેબસાઇટ પર ચેનલ સેલેક્ટર વેબ બેસ્ડ એપ્લિકેશન તૈયાર કરી છે. જ્યાં જઇને તમે ચેનલ પસંદ કરી શકો છો અને તમને અંદાજ આવી જશે કે તમારે કેટલા રૂપિયા આપવા પડશે. Airtel અને Tata Sky જેવી કંપનીઓ એપ તથા વેબસાઇટ પર કસ્ટમાઇઝ્ડ પ્લાન વેચવાના શરૂ કર્યા છે જેમાંથી એક પસંદ કરી શકો છો.

ફ્રી ટૂ એર ચેનલની વાત કરવામાં આવે તો જે મળશે અને 100 ચેનલના સ્પેસમાં જ રહેશે. પેડ ચેનલ્સની વધારાની કિંમત 60 રૂપિયા સુધી હશે. આ નવા નિયમથી ઘણા લોકોને ફાયદો થઇ શકે છે. HD ચેનલ્સ તથા SD ચેનલ્સની કિંમતમાં ફરક હશે. HD ચેનલ મોંઘી મળશે, એક HD ચેનલ 100 ચેનલની નેટવર્ક કેપેસિટીમાં 2 SD ચેનલની સ્પેસ લેશે. HD ચેનલ માટે તમારી પાસે પહેલાથી HD સેટ ટૉપ બોક્સ હોવુ જરૂરી છે.

10 બાબતો જાણવી છે જરૂરી

  • નવા રેગ્યુલેશન હેઠળ અલા કાર્ટે મેથડ જરૂરી કરી દેવામાં આવી છે. બેઝ પેકમાં 100 ચેનલ્સની સ્પેસ મળશે અને તેમાં ફ્રી ટુ એર ચેનલ્સ પણ હશે. તેના માટે તમારે 130 રૂપિયા અને સર્વિસ ટેક્સ આપવો પડશે. આ બેઝ પેકમાં 25 ચેનલ્સ ફ્રી ટુ એર ચેનલ્સ હશે.
  • 100 ચેનલના સ્પેસમાં તમે પેઇડ ચેનલ્સ રાખી શકો છો અને તેના માટે દરેક ચેનલના અલગ અલગ રૂપિયા આપવા પડશે. દરેક ચેનલની કિંમત નક્કી કરી લેવામાં આવી છે.
  • કંપનીઓ ચેનલના બુકે પણ વેચી રહી છે. જેમ કે તમે સ્ટાર નેટવર્કની અનેક ચેનલ્સનો બુકે ખરીદી શકો છો.

  • જો બેઝ પેકમાં તમારે વધુ ચેનલ્સ જોઇએ તો તમારે અલગથી પૈસા આપવા પડશે. ડીટીએચ ઓપરેટર્સ પોતે તૈયાર કરેલા કસ્ટમાઇઝ્ડ પ્લાન્સ વેચી રહી છે જેને તમે પસંદ કરી શકો છો.
  • જો તમે ફક્ત ફ્રી ટુ એર ચેનલ્સ જોવા માંગતા હોય તેમ છકાં કમાપે નેટવર્ક કેપેસીટી એટલે કે ચેનલ સ્પેસ માટે ઓછામાં ઓછા 154 રૂપિયા આપવા પડશે.
  • 31 જાન્યુઆરી પહેલાં તમારે પ્લાન પસંદ કરી લેવો પડશે. કેબલ ઓપરેટર ડીટીએચ સર્વિસ સાથે વાત કરીને તમે જરૂરી માહિતી મેળવી શકો છો.
  • ટ્રાઇની વેબસાઇટ પર એક વેબ બેઝ્ડ એપ્લીકેશન છે જેને યુઝ કરીને તમે સરળતાથી જાણી શકો છો કે ચેનલની કિંમત શું છે. અહીં તમે તમારા હિસાબે ચેનલ એડ કરીને જોઇ શકો છો કે તમારે કેટલા રૂપિયા આપવા પડશે.
  • જો સર્વિસ પ્રોવાઇડર 72 કલાકમાં તમારી સમસ્યાનો ઉકેલ ન લાવે તો તે સમસ્યાના સમાધાન માટે કસ્ટમર્સે વધારાનો કોઇ ચાર્જ આપવાની જરૂર નથી.
  • જો તમે ડીટીએચ ઓપરેટર્સ પાસેથી લાંબાગાળા વાળો પ્લાન લીધો હોય તો તે જ્યાં સુધી એક્સપાયર ન થાય ત્યાં સુધી તમે તેને ચાલુ રાખી શકો છો. જો કે 31 જાન્યુઆરી સુધી તમારે તમારુ બેઝ પેક નક્કી કરી લેવું પડશે.  

Read Also

Related posts

ગુજરાત માટે ગૌરવની વાત: આઝાદી બાદ સૌપ્રથમ આંતરરાષ્ટ્રીય હોકી મેચ અમદાવાદમાં યોજાઇ હતી, મેજર ધ્યાનચંદને ટિકિટ માટે લાઇનમાં ઉભવું પડયું હતું !

Pravin Makwana

જાતિવાદી કીડાઓની શરમજનક કરતૂત: ભારતીય ટીમની હાર માટે જાતિને જવાબદાર ઠેરવી, વંદનાના પરિવારને ગંદી ગાળો પણ આપી

Pravin Makwana

કામની વાત/ATMમાંથી પૈસા ન નીકળે તો તમને બેંક દરરોજ ચૂકવશે આટલા રૂપિયા, જાણી લો આ અગત્યનો નિયમ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!