GSTV
Valsad ગુજરાત

વિચિત્ર અકસ્માત / વલસાડમાં ત્રિપલ અકસ્માતમાં 1નું મોત અને 8 ઘાયલ, પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથધરી

વલસાડના સુખેશ ગામમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. કાર ચાલકે મોપેડ ચાલકને અડફેટે લેતા કાર ચાલકે મોપેડ ચાલકને અડફેટે લીધો હતો. તે સમયે અકસ્માત જોવા ભેગું થયેલા ટોળાને અન્ય મોપેડ સવારે અડફેટે લીધા હતા. ટોળામાં ઉભેલા 8 લોકો ઇજાગ્રસ્ત થયો તેમજ એક વ્યકિતનું મોત થયું હતું. ત્રીપલ અકસ્માત સર્જાતા મામલો ગરમાયો હતો. મોપેડ ચાલક અકસ્માત સર્જી ફરાર થયો હતો. સમગ્ર અકસ્માત અંગે જાણ થતા પારડી પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ કામગીરી શરૂ કરી હતી.

વલસાડમાં સર્જાયો વિચિત્ર અકસ્માત
કાર ચાલકે મોપેડ ચાલકને અડફેટે લેતા થયો અકસ્માત
અકસ્માત પાસે ઉભેલા ટોળાને અન્ય એક મોપેડ ચાલકે અડફેડે લીધું
અકસ્માત માં ૮ લોકો ઇજાગ્રસ્ત, ૧ વ્યકિતનું મોત
ત્રિપલ અકસ્માત સર્જાતા મોપેડ ચાલક ફરાર થયો
પારડી પોલીસે ઇજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડી તપાસ શરૂ કરી

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં દિનપ્રતિદિન વાહનોની સંખ્યમાં વધારો થઈ રહ્યો છે ત્યારે બીજી બાજુ અકસ્માતોની સંખ્યા પણ વધી રહી છે જેમાં કેટલાય લોકોના મોત નિપજી રહ્યા છે ત્યારે વલસાડના સુખેશ ગામમાં ત્રીપલ અકસ્માત સર્જાતા મામલો ગરમાયો હતો. મોપેડ ચાલક અકસ્માત સર્જી ફરાર થયો હતો. સમગ્ર અકસ્માત અંગે જાણ થતા પારડી પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ કામગીરી શરૂ કરી હતી.

READ ALSO

Related posts

બેઠક બાદ ગૃહમંત્રી સંઘવીનું મહત્વનું નિવેદન / શોભાયાત્રામાં પથ્થર ફેંકનારા વિરુદ્ધ ભવિષ્યમાં ક્યારેય પથ્થર તરફ જોશે નહિ તેવા કડક પગલાં ભરાશે

Hardik Hingu

મોટા સમાચાર / જામનગરના ભૂમાફિયા જયેશ પટેલને ભારત લવાશે, લંડન કોર્ટનો ભારત પરત મોકલવાનો નિર્ણય

Hardik Hingu

ભવ્ય-દિવ્ય ઉજવણી / અમદાવાદના વેજલપુરની બકેરી સિટીમાં ભગવાન શ્રીરામના જન્મોત્સવના દિવસે દિવાળી જેવો માહોલ

Hardik Hingu
GSTV