GSTV
Home » News » અમદાવાદમાં 1 મોતઃ રાજકોટમાં 33 કેસ અને 4 લોકોના મોત, આ છે સ્વાઈન ફ્લૂ

અમદાવાદમાં 1 મોતઃ રાજકોટમાં 33 કેસ અને 4 લોકોના મોત, આ છે સ્વાઈન ફ્લૂ

સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં આધેડનું સ્વાઇનફલૂથી મોત થયું હતું. સારવાર દરમિયાન અમદાવાદ હોસ્પિટલમાં મોત નિપજ્યું હતું. રિપોર્ટમાં સ્વાઇન ફલૂ શંકાસ્પદ આવતા પ્રથમ સુરેન્દ્રનગર અને ત્યાર બાદ વધુ સારવાર અર્થે અમદાવાદ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતાં. મોતના પગલે સમગ્ર પરિવારમાં શોકની લાગણી ફેલાઇ હતી.

તો આ તરફ રાજકોટમાં સ્વાઇન ફ્લૂનો કહેર યથાવત જોવા મળ્યો હતો. આજે સ્વાઇન ફ્લૂના વધુ 6 દર્દીના પોઝિટીવ રિપોર્ટ નોંધાયા હતા. હાલ તમામ દર્દીઓ રાજકોટની અલગ-અલગ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. છેલ્લા 13 દિવસમાં 33 લોકો સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. અને 4 લોકો મોતને ભેટ્યા છે.

Related posts

ગુજરાત સરકારની ઉંઘ ઉડાડવા હાર્દિક પટેલ ફરી આવ્યો મેદાને, લીધો આ નિર્ણય

Nilesh Jethva

જામનગરમાં એક્સ આર્મી મેને મજૂર પર ફાયરિંગ કર્યું

Nilesh Jethva

4 વર્ષના બાળકના અપહરણ બાદ હેમખેમ છૂટકારો છતા પણ પોલીસની કામગીરી સામે ઉઠ્યા સવાલો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!