GSTV
Gujarat Government Advertisement

આ રાજ્યમાં ખરીદાશે ઓક્સિજન સિલિન્ડર, 1 કરોડ રૂપિયાના ખર્ચને મુખ્યમંત્રીએ કરી દીધું મંજૂર

Last Updated on April 21, 2021 by Harshad Patel

છત્તીસ ગઢના મુખ્યમંત્રી ભૂપેશ બધેલે રાયપુરમાં ઓક્સિજન સિલિન્ડર ખરીદવા માટે 1 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. કોરોનાના વધતા કેસની સંખ્યામાં વૃદ્ધિ અને રાયપુરમાં ઓક્સિજનની માગને મધ્યનજર રાખીને આ નિર્ણય લેવાયો છે. છત્તીસગઢમાં કોરોનાથી હાલત બગડતી જઈ રહી છે. પ્રદેશમાં કોરોનાથી મરનારા લોકોની સંખ્યા પણ દિવસે ને દિવસે નવા રેકોર્ડ બનાવી રહી છે. મંગળવારે છત્તીસગઢમાં રેકોર્ડ 181 લોકોના મોત કોરોના સંક્રમણથી થયા હતા. નવા 15625 દર્દીઓ મળ્યા હતા.

રાયપુરમાં 2,225 નવા કોરોનાના દર્દીઓ મળી આવ્યા

મંગળવારે એક્ટિવ કેસની સંખ્યા 1,25,688 પર પહોંચી ગઈ છે. મંગળવારે રાજધાની રાયપુરમાં 2,225 નવા કોરોનાના દર્દીઓ મળી આવ્યા છે. 9 એપ્રિલે સાંજે 6 વાગ્યાથી રાજધાનીમાં કુલ લોકડાઉન અમલમાં છે. લોકડાઉનને લઈને વહીવટીતંત્રે કડક પ્રતિબંધો પણ લગાવી દીધા છે, તેમ છતાં છત્તીસગઢની રાજધાનીમાં કોરોનાની ગતિ અટકવાનું નામ નથી લઈ રહી. મંગળવારે અહીં જ 76 દર્દીઓનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

Bhupesh Baghel pm modi

સાજા થનારાની સંખ્યામાં પણ વધારો થયો

છેલ્લા 1 મહિનાથી સતત રાજ્યમાં કોરોના સંક્રમણના આંકડા વધી રહ્યા છે. એક તરફ રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. તે જ સમયે, સારી બાબત એ છે કે કોરોના મહામારી સામે જંગ જીતીને સાજા થનારાની સંખ્યામાં પણ વધારો થયો છે. મંગળવારે રાજ્યભરના 15,830 લોકો કોરોનાથી સ્વસ્થ થઈ ઘરે પહોંચ્યા છે. બીજી તરફ, રાજ્યના આરોગ્યમંત્રી ટી.એસ.સિંઘદેવે મંગળવારે સુરગુજામાં મેડિકલ કોલેજ હોસ્પિટલ કેમ્પસમાં નવા બનેલા 100 બેડના નોન-કોવિડ વોર્ડ અને 20 બેડના કોવિડ આઇસીયુનું ઉદ્ઘાટન કર્યું હતું.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને  કેસ ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

આજે નર્સિંગ ડે : કોરોના મહામારીમાં હોસ્પિટલના વોર્ડને બીજુ ઘર બનાવ્યું, હાથમાં ફ્રેક્ચર સાથે વેક્સિનેશન ડ્રાઈવમાં નોકરી

Bansari

માળો પીંખાયો : ગોંડલમાં એક જ પરિવારના આઠ સભ્યો કોરોનાની ઝપટે, ત્રણનાં મોત

Bansari

બૂમરાણ/ સિવિલની 2000ની ડિમાન્ડ સામે મળ્યા માત્ર 275, કોરોના બાદ હવે ગુજરાતમાં નથી મળી રહ્યાં આ ઈન્જેક્શન

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!