Last Updated on February 28, 2021 by Pravin Makwana
હાલના સમયમાં શહેરોની સાથે સાથે ગામડાઓમાં પણ ખાવાનું બનાવા માટે એલપીજી સિલેન્ડરનો ઉપયોગ ખૂબ વધી રહ્યો છે. તો વળી કેન્દ્ર સરારની યોજના મુજબ આગામી બે વર્ષમાં એક કરોડથી વધારે ફ્રી એલપીજી ગેસ કનેક્શન આપવાની જાહેરાત કરી છે.
બજેટમાં થઈ હતી ઉજ્જવલા યોજના અંતર્ગત કનેક્શન આપવાની જાહેરાત
હકીકતમાં જોઈએ તો, પેટ્રોલિયમ સચિવ તરુણ કપૂરે રવિવારે કહ્યુ હતું કે, સરકાર આગામી બે વર્ષમાં એક કરોડથી વધારે જરૂરિયાતમંદ લોકોને ફ્રીમાં એલપીજી ગેસ કનેક્શન આપવા જઈ રહી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે આ વર્ષે બજેટ કર્યુ હતું કે, તેમાં ઉજ્જવલા યોજના અંતર્ગત એક કરોડ ગેસ કનેક્શન આપવાની જાહેરાત કરી હતી.
એલપીજી ગેસ કનેક્શન લેવા પર સરકાર આપે છે 1600 રૂપિયા
ગરીબી રેખાથી નીચે જીવતા લોકોને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત ઘરેલૂ રસોઈ ગેસ કનેક્શન આપવામાં આવે છે. અત્યાર સુધીમાં કેટલીય મહિલાઓને આ યોજનાનો લાભ મળ્યો છે. સરકાર ઉજ્જવલા યોજના અંતર્ગત ગરીબી રેખાથી નીચે જીવન જીવતા દરેક પરિવારને 1600 રૂપિયાની આર્થિક સહાયતા પણ આપે છે.
એલપીજી ગ્રાહકોની સંખ્યા 29 કરોડ થઈ
કપૂરે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યુ હતું કે, ચાર વર્ષમાં ગરીબ મહિલાઓને ઘરે રેકોર્ડ આઠ કરોડ ફ્રી એલપીજી કનેક્શન આપવામાં આવ્યા. જેમાં દેશમાં એલપીજી ગ્રાહકોની સંખ્યા વધીને લગભગ 29 કરોડ થઈ ગઈ છે. તેમણે કહ્યુ હતું કે, ગ્રામિણ વિસ્તારોમાં ઘરેલૂ પ્રદૂષણથી છૂટકારો અપાવવા માટે મહિલાઓના સ્વાસ્થ્યમાં સુધારા માટે સરકાર દિવસ રાત કામ કરી રહી છે. તેમણે જણાવ્યુ હતું કે, ગ્રાહકોને ટૂંક સમયમાં પાડોશમાં ત્રણ ડીલરોમાંથી એક રિફિલ સિલેન્ડર મેળવવાનો વિકલ્પ પણ મળશે.
આવી રીતે ઉઠાવો આ યોજનાનો લાભ
ઉજ્જવલા યોજના અંતર્ગત ગેસ કનેક્શન લેવા માટે બીપીએલ પરિવારની કોઈ પણ મહિલા અરજી કરી શકે છે. તેના માટે kyc ફોર્મ ભરીને નજીકના એલપીજી સેન્ટરમાં તેને જમા કરાવાનું રહેશે. અરજી કરતી વખતે આપને એ જણાવામાં આવશે કે, આપ 14.2 કિલોગ્રામ સિલેન્જર ઈચ્છો છો કે, પાંચ કિલોગ્રામનો. ઉજ્જવલા અંતર્ગત ફોર્મ આપ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાની વેબસાઈટથી પણ ડાઉનલોડ કરી શકો છે. અથવા તો એલપીજી સેન્ટર પરથી પણ મળી જશે. આ યોજનાનો લાભ લેવા માટે બીપીએલ કાર્ડ, રાશન કાર્ડ, આધાર કાર્ડ, વોટર આઈડી કાર્ડ, પાસપોર્ટ સાઈઝનો ફોટો, રાશન કાર્ડ, બેંક સ્ટેટમેંટ જેવા ડોક્યુમેન્ટ હોવા જરૂરી છે.
READ ALSO
- પ્રિયંકા ગાંધીના આરોપો પર બીજેપી નેતા સંબિત પાત્રાએ આપ્યો આ સ્ફોટક જવાબ, આપત્તિના સમયમાં ગરમાયું રાજકારણ
- મોટી રાહત / કોરોનાની બીજી લહેર વચ્ચે આવ્યા સારા સમાચાર, આ ભારતીય રસી યુકે-બ્રાઝિલ વરિઅન્ટ સામે અસરકારક
- Oral Symptoms of Covid/ માત્ર સ્વાદ જ નહિ, મોઢામાં દેખાવા વાળા આ પાંચ લક્ષણ હોઈ શકે છે કોરોનાના સંકેત
- તંત્રની ખુલી પોલ/ સુરતમાં એટલી બદતર સ્થિતિ છે કે શબવાહીનીઓ ખૂટી પડી, કોવિડ ડેડ બોડી લાવવા સ્કૂલ વાનનો ઉપયોગ
- મોટી ઘટના/ કોરોનામાં તંગી વચ્ચે હોસ્પિટલમાં ઓક્સિજન ટેન્ક લીક, સપ્લાય બંધ રહેતા 22 લોકોના મોત
