1 કરોડ 65 લાખ 32 હજાર 750નો ચોરીનો ફિનિસ્ડ કાપડનો મુદ્દામાલ, જાણો સમગ્ર મામલો

સુરતની રાધેકૃષ્ણ માર્કેટમાંથી સિક્યોરિટી ગાર્ડના મેળાપીપળાથી કરોડોની ચોરીને મામલે. સલાબતપુરા પોલીસે સિક્યોરિટી ગાર્ડ સહિત પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. આ આરોપીઓ પાસેથી કુલ 1 કરોડ 65 લાખ 32 હજાર 750નો ચોરીનો ફિનિસ્ડ કાપડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પકડાયેલા શખ્સોમાંરાધેકૃષ્ણ માર્કેટમાં સિક્યોરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા રામભાઈ જેઠાભાઇ મોઢવાડિયા સહિત પાંચ આરોપીઓની ધરપકડ કરાઇ છે. જેમાંથી પોલીસ પુછપરછ આરોપીઓએ ત્રણ ગુનાની કબુલાત કરી છે. જેથી પોલીસ હવે આરોપીઓને કોર્ટમાં રજૂ કરી વધુ રિમાન્ડની માંગ કરશે. રિમાન્ડ દરમિયાન આરોપીઓ પાસેથી વધુ ગુના ઉકેલાવાની સંભાવના છે. નોંધનીય છેકે પોલીસ અને ટેક્સટાઇલ્સ બ્રિગેડના સભ્યો દ્વારા લીંબાયત વિસ્તારમાંથી ત્રણ ગોડાઉન ઝડપી પાડવામાં આવ્યા હતા. જેમાંથી ચોરીનો કરોડોનો મુદ્દામાલ મળી આવ્યો હતો

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter