GSTV
Finance India News Trending

સિલિકોન વેલી બેંકમાં 1 અબજ ડોલર જેટલી થાપણો અટવાઈ, ભારતીય સ્ટાર્ટઅપ ઉદ્યોગોના નાણાં ફસાયાની આઈટી મંત્રીએ સ્વિકારી આ વાત

અમેરિકાની સંકટમાં આવી જઈ હવે નાદારી નોંધાવનાર સિલિકોન વેલી બેંક(એસવીબી)માં હજારો ભારતીય સ્ટાર્ટઅપ્સના એક અબજ ડોલર જેટલી થાપણો અટવાઈ હોવાનું ભારતના આઈટી પ્રધાન જણાવ્યું હતું. લોકલ બેંકોએ તેમને વધુ ધિરાણ આપવાનું તેમણે સૂચવ્યું છે. કેલિફોર્નિયા સ્થિત બેંકિંગ નિયમનકારોએ ડિસેમ્બર ૨૦૨૨ના અંતે ૨૦૯ અબજ ડોલરની એસેટ્સ ધરાવતી એસવીબી બેંકને સંકટમાં આવી જતાં તાળા મારી દીધા હતા. જે પૂર્વે એક જ દિવસમાં થાપણદારોએ બેંકમાંથી ૪૨ અબજ ડોલર ઉપાડી લીધા હતા.

અમેરિકી સરકારે પણ આ મામલામાં દરમિયાનગીરી કરીની થાપણદારોને તેમનું ફંડ જ્યારે જોઈએ ત્યારે ઉપલબ્ધ બનવાની બાંયધરી આપી હતી. ભારતના ટેકનોલીજી રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખરે ગુરૃવારે મોડી રાત્રે ટ્વિટ કરતાં જણાવ્યું હતું કે, મુદ્દો એ છે કે આવનારા મહિનામાં તેની તમામ અનિશ્ચિતતાઓ સાથે જટિલ ક્રોસ બોર્ડર યુ.એસ. બેંકિંગ સિસ્ટમ પર નિર્ભર રહેવાના બદલે આપણે સ્ટાર્ટઅપ્સને ભારતીય બેંકિંગ સિસ્ટમમાં કેવી રીતે વાળી શકશું એ છે.

હજારો ભારતીય સ્ટાર્ટઅપ્સની અમેરિકાની સિલિકોન વેલી બેંકમાં એક અબજ ડોલરથી વધુ થાપણો હોવાનો અંદાજ તેમણે આપ્યો હતો. ચંદ્રશેખર આ સપ્તાહમાં જ ૪૬૦થી વધુ  હિસ્સેદારોને મળ્યા હતા, જેમાં એસવીબી બંધ થવાથી પ્રભાવિત સ્ટાર્ટઅપ્સનો સમાવેશ થાય છે. તેમણે તેમના સૂચનો નાણા પ્રધાન નિર્મલા સીતારામનને આપ્યા છે. તેમણે આ બાબતે વધુ કહ્યું હતું કે, ભારતીય બેંકો એસવીબીમાં નાણા ધરાવતા સ્ટાર્ટઅપ્સને કોલેટરલ તરીકે ઉપયોગ કરીને ડિપોઝિટ-બેક્ડ ક્રેડિટ લાઈન ઓફર કરી શકે છે. ભારત વિશ્વના સૌથી મોટા સ્ટાર્ટઅપ્સ બજારોમાં એક છે, જેમાં તાજેતરના વર્ષોમાં ઘણાએ અબજો ડોલરનું વેલ્યુએશન અને વિદેશી રોકાણકારોનું સમર્થન મેળવ્યું છે. જે પૈકી ઘણા ડિજિટલ અને અન્ય ટેક બિઝનેસોમાં સક્રિય છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

ભારત-પાકિસ્તાનની મેચને લઈને શાહિદ આફ્રીદીએ PM મોદીને કરી વિનંતી

Vishvesh Dave

Pedigree/ શરીરમાં તાકાત વધારવા માટે કૂતરાવાળા પ્રોટીન ખાવા લાગ્યો છોકરો, થઈ ગઈ આ હાલત

Siddhi Sheth

વાળમાં ડેન્ડ્રફની સમસ્યાથી પરેશાન છો : તો આજે જ આ ઘરેલુ ઉપાય અજમાવો

Padma Patel
GSTV