GSTV
Gujarat Government Advertisement

1 એપ્રિલથી આવશે અમલમાં 5 નવા નિયમ: સામાન્ય જનતાને થશે લાભ

Last Updated on March 25, 2019 by Mayur Vora


નવા ફાઈનાન્સિય્લ યરની શરુઆતની સાથે ઘણા નિયમ બદલાઈ રહ્યાં છે. જેની સીધી અસર સામાન્ય માનવીના જનજીવન પર જોવા મળશે. 1 એપ્રિલથી પાંચ નવા નિયમોનું અમલીકરણ થવાનું છે. જેના કારણે ઘરની ખરીદીથી વીજળીનાં બિલ સુધી ગ્રાહકોને લાભ મળશે.

મકાનનું સપનું થશે પૂરું

સામાન્ય માનવીની જરૂરીયાત એટલે રોટી, કપડા ઔર મકાન. આવક મર્યાદિત હોય અને આર્થિક ઉપાર્જનનાં સાધનો સીમિત હોય ત્યારે જમીન કે મકાન જેવી સંપતિ વસાવી આકરી થઇ જાય છે. પરંતું પહેલી એપ્રિલથી સસ્તા મકાન ખરીદવાનાં સપનાને તમે સાકાર કરી શકશો. નવા ફાઇનાન્સિયલ યરની શરૂઆતની સાથે રીયલ એસ્ટેટ સેક્ટર માટે જીએસટીનાં નવા દર લગૂ થવાનાં છે. નિર્માણાધીન મકાન પર જે ૧૨% ટેક્સ લાગતો હતો તેને ઘટાડીને 5% કરી દેવામાં આવશે. તેમજ સસ્તા દરોના ઘર પર 8% લગતા ટેક્સને ઘટાડીને 1% કરી દેવામાં આવશે. જેનું પરિણામ એ આવશે કે ઘર પહેલાંની સરખામણીએ સસ્તા થશે.


વીજળીનાં બિલમાં આવશે રીચાર્જ સિસ્ટમ

સેલફોનના બીલની જેમ તમે વીજળીનું બિલ પણ રીચાર્જ કરી શકશો. માટે જેટલો વપરાશ તમે કરશો તેટલું જ બિલ ભરવું પડશે. પહેલાં જે ગ્રાહકને ફરજિયાત 30 દિવસનું બિલ ભરવાપાત્ર રહતું હતું તેમાં હવે રાહત મળશે.


લોન પરની વ્યાજ વ્યવસ્થામાં થશે ફેરફાર

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ થોડા સમય પહેલાં જ હોમ અને ઓટો લોનની પોલિસીમાં ફેરફાર કર્યો છે. જેને પરિણામે લોન પર લગતા વ્યાજમાં ફેરફાર થશે. બેંક હાલ ખુદ નક્કી કરી શકે છે કે વ્યાજદર ક્યારે ઘટાડવો અને ક્યારે વધારવો. આરબીઆઈનો રેપો રેટ ઘટતાં એપ્રિલથી બેંકને તેની પોલિસીમાં ફેરફાર કરવો પડશે. જેનો સીધો લાભ ગ્રાહકોને મળશે.


રેલ્વેના મુસાફરો માટે સુવિધામાં વધારો

પહેલી એપ્રિલથી રેલ્વે મુસાફરોને નવી સુવિધા મળવાની છે. ભારતીય રેલ્વે હવે સંયુક્ત ‘પેસેન્જર નેમ રેકોર્ડ’ (PNR)લાગૂ કરશે. જેથી કોઈ પેસેંજર એક સફરની દરમિયાન એક પછી બીજી ટ્રેનમાં મુસાફરી કરશે તો તેને સયુક્ત PNR મળશે. હાલમાં જો કોઈ પ્રવાસી એક જ જગ્યા પર જવા માટે જો બે ટ્રેન બૂક કરે છે, તો તે પેસેન્જરનાં નામ પર બે અલગ અલગ PNR નંબર જનરેટ થાય છે. આ નવા નિયમના આવ્યાં બાદ પહેલાંની સરખામણીએ રીફંડ મળવું સરળ થઇ જશે.

ઓટોમેટિક પીએફ ટ્રાન્સ્ફર

પહેલી એપ્રિલથી કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન ( આઈપીઇફઓ) તેના નિયમમાં મોટો ફેરફાર કરઈ તેવું જણાઈ રહ્યું છે. નવા નિયમ મુજબ હવે નોકરી બદલવા પર તમારું પીએફ પોતાની રીતે ટ્રાન્સ્ફર થઇ જશે. નવા નાણાંકીય વર્ષમાં જો કોઈ નોકરી બદલશે તો તેને પીએફ ટ્રાન્સ્ફર કરવા માટે બેંક પાસે અનુરોધ કરવો પડશે નહી

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

મોટી રાહત: આયાત-નિકાસકારોએ પેમેન્ટ માટે CAનું પ્રમાણપત્ર ઓનલાઈન નહીં આપવું પડે, 30 જૂન સુધી મળશે આ છૂટ

Pravin Makwana

મહામંથન: ચૂંટણી ટાણે ખેડૂતો આડા ન આવે એ માટે અત્યારથી પંજાબમાં તૈયારી કરી રહ્યા છે અમિત શાહ

Pravin Makwana

આર્થિક અસમાનતા: ગરીબ અને તવંગર વચ્ચે ખાઈ વધશે, કોરોનાકાળમાં જ્યાં અમુકને ખાવાના પણ ફાંફા છે, ત્યાં અમુક ભારતીયોની સંપત્તિમાં થયો વધારો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!