Assamમાં ભારે વરસાદ બાદ પૂરની સ્થિતિ સર્જાઈ છે. પૂરના કારણે 3. 4 લાખ લોકોને અસર થઈ છે. તો 14 જેટલા જિલ્લામાં પાણી ભરાયા છે. કેટલાક વિસ્તારમાં મકાન પાણીમાં ગરકાવ થયા છે. ભારે પુરના કારણે લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. તો રાહત અને બચાવ કાર્ય પણ શરૂ કરવામાં આવ્યુ છે.

આસામમાં ગુરુવારે પૂરની સ્થિતિ વધુ ખરાબ થઇ હતી. પૂરના કારણે 12 જિલ્લાઓના લોકોને અસર થઇ છે. સરકારી રિપોર્ટ મુજબ જાણકારી આપવામાં આવી રહી છે. આસામ રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જણાવવામાં આવ્યું છે કે ગુરુવારે જણાવ્યું છે કે પૂરને કારણે પ્રભવિત લોકોની સંખ્યા વધીને 1 લાખ 82 હજાર 583 થઇ ગઈ છે, જે બુધવારે 1 લાખ 70 હજાર 956 હતી. પૂર અને ભૂસ્ખલનને કારણે રાજ્યમાં અત્યાર સુધીમાં 64 લોકોના મોટ થઇ ચુક્યા છે.


પોતાની રિપોર્ટમાં ઓથોરિટીએ જણાવ્યું છે કે સૌથી વધુ ધેમાજી જિલ્લામાં લગભગ 58 હજાર લોકોને અસર થઇ છે. જયારે, બારપેટા જિલ્લામાં 45 હજાર 800 લોકોને અસર થઇ છે. અને લખીમપુરમાં 33 હજાર લોકો પ્રભાવિત થયા છે. રિપોર્ટ મુજબ, 400 જેટલા ગામ પૂરના પાણીમાં ગરક થઇ ગયા છે અને અંદાજે 26 હજાર 676 હેક્ટર ખેત વિસ્તારને નુકશાન થયું છે.
તો સાથે સાથે રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે પાંચ જિલ્લામાં 34 આશ્રય સ્થળો ઉભા કરાયા છે જોયા હાલ 1075 લોકોને આશરો આપવામાં આવ્યો છે.
READ MORE:
- ઓસ્ટ્રેલિયાથી પરત આવ્યા બાદ એરપોર્ટથી સીધો પિતાની કબરે પહોંચ્યો મોહમ્મદ સિરાજ, તેને પિતા કહેતા હતા- ‘ક્રિકેટનો અર્થ જ ટેસ્ટ મેચ છે’
- અમરેલી/ સાહિત્યકાર અને હાસ્ય કલાકારોએ હોડીમાં બેસીને ડાયરો જમાવ્યો, કલાકારોએ શિયાળબેટની મુલાકાતમાં રંગ રાખ્યો
- શું તમને પણ જલ્દી-જલ્દી આવે છે બગાસા? તો ચેતજો! આ ગંભીર બીમારીનો હોઈ શકો છો શિકાર
- દુનિયાની સૌથી શક્તિશાળી સેનાની યાદી પડી બહાર, ભારતનો આજે પણ છે દબદબો : પાકિસ્તાન છે આ નંબરે
- વડોદરામાં યુવક કોંગ્રેસ દ્વારા હુંકાર રેલીનું આયોજન, ભાજપ સરકારની નિષ્ફળતા પર કર્યા આકરા પ્રહારો