GSTV

વરસાદને પગલે આ ડેમમાં દોઢ લાખ ક્યૂસેક પાણી છોડાયું, આસપાસના નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા

Last Updated on August 10, 2019 by Bansari

સમગ્ર દક્ષિણ ગુજરાત સહિત ઉકાઈ ડેમના ઉપરવાસમાં પડી રહેલા વરસાદને પગલે ઉકાઈ ડેમની સપાટીમાં ઉત્તરોતર વધારો થઈ રહ્યો છે. જેને પગલે ડેમના સત્તાધીશો દ્વારા ઉકાઈ ડેમનું રુલ લેવલ મેન્ટેન કરવા ડેમના 22 દરવાજા પૈકી 13 દરવાજા ખોલી ડેમમાંથી દોઢ લાખ ક્યુસેકથી વધુ પાણી છોડાઈ રહ્યું છે. જેને લઈ તાપી નદીની આસપાસના નીચાણવાળા વિસ્તારોને સાવચેતીના ભાગરૂપે એલર્ટ કરાયા છે.

મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદના પગલે પણ ઉકાઈ ડેમમાં સતત પાણીની આવક જોવા મળી રહી છે. હાથનુર અને પ્રકાશા ડેમમાંથી આશરે 5 લાખ ક્યુસેકથી વધુ પાણી છોડાતા ઉકાઈ ડેમની સપાટીમાં પણ સતત વધારો નોંધાયો છે. ઉકાઈ ડેમની હાલની સપાટી 334 ફૂટ પર પહોંચી છે. જ્યારે ડેમમાં 5 લાખ ક્યુસેકથી વધુ પાણીની થઈ રહી છે. ડેમના રુલ લેવલની વાત કરીએ તો રુલ લેવલ 335 ફૂટ છે એટલે હવે ગણતરીના કલાકોમાં ડેમની સપાટી રુલ લેવલ પર પોહચી જશે.

ઉલ્લેખનીય છે કે ઉકાઈ ડેમના દરવાજા છેલ્લે 2015 માં ખોલવામાં આવ્યા હતા જે બાદ ચાલુ વર્ષે  પ્રથમવાર ખોલતા ડેમનો રમણીય નજારો જોવા મળી રહ્યો છે. હાલ ડેમમાંથી પાણી છોડાતા ડેમ પ્રશાસન પણ એલર્ટ થઈ સતત મોનીટરીંગ કરી રહ્યું છે.

ઉકાઈ ડેમમાંથી છોડવામાં આવેલા પાણીના કારણે સુરતનો વિયર કમ કોઝવે ગરકાવ થયો છે..જ્યારે કોઝવેની સપાટી પરથી પાણીનો મોટો પ્રવાહ તાપી નદીમાં જતા નદી બે કાંઠે વહી રહી છે. ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે તંત્ર દ્વારા તાપી જિલ્લાના ગામોને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે. જે પ્રમાણે પાણી છોડવામાં આવ્યું છે તેની કોઈ અસર સુરત અથવા જિલ્લામાં થવાની નથી તેવું સ્પષ્ટ સુરત જિલ્લા કલેકટરે જાહેર કર્યું છે. લોકોને તાપી નદીના કાંઠે ન જવા અને અફવાઓ પર ધ્યાન  ન આપવાની પણ કલેકટરે અપીલ કરી છે.

Read Also

Related posts

કહેર/ ગાંધીનગર સિવિલનાં 12 ડોક્ટર્સનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, વેક્સિનનાં બે ડોઝ લીધા બાદ પણ ફ્રન્ટલાઇન વોરિયર્સ વાયરસની ઝપેટમાં

Dhruv Brahmbhatt

અમદાવાદમાં કોરોના વિસ્ફોટ/ બોપલ-વેજલપુર સહિત આ વિસ્તારોમાં ગયાં તો કોરોના સાથે લઇને આવશો, એક સાથે આ 18 સ્થળોને માઇક્રોકન્ટેઇનમેન્ટ ઝોનમાં મુકાયા

Bansari

ભાજપે કરી પ્રદેશ કોર ગ્રુપ અને પાર્લામેન્ટ્રી બોર્ડની સત્તાવાર જાહેરાત, રૂપાણી સરકારના આ ચાર મંત્રીઓનો સમાવેશ રાજકીય દ્રષ્ટિએ સૂચક

Bansari
Do NOT follow this link or you will be banned from the site!