અમદાવાદ જિલ્લામાં ૧૫ થી ૧૮ વર્ષના આશરે ૧.૫ લાખ બાળકોને આગામી તા.૩ જાન્યુઆરીથી કોવેક્સીનની રસી મુકવાના અભિયાનની શરૂઆત કરાશે. જિલ્લામાં આવેલી તમામ ૨૫૦ શાળાઓના બાળકોને તેમાં આવરી લેવાશે. શાળાએ જતા કે ન જતા તમામ બાળકોને આગામી તા.૯ જાન્યુઆરી સુધીમાં રસી મુકી દેવામાં આવશે.

જિલ્લામાં કોરોનાથી બાળકોને બચાવવા માટે કોવેક્શીનની રસી મુકવાની ઝૂંબેશ હાથ ધરાશે. જેમાં તા.૧ જાન્યુઆરીથી કોવિન પોર્ટલ પર ઓનલાઇન રજિસ્ટ્રેશન પણ કરી શકાશે. વેક્શીનેશનમાં સ્પોટ રજિસ્ટ્રેશનની પણ વ્યવસ્થા કરાઇ છે.
અધિકારીઓના જણાવ્યા મુજબ તા.૩ થી૭ જાન્યુઆરી સુધી શાળા, આંગણવાડી, પીએસચી ખાતે બાળકોને રસી મુકાશે. તા.૭ જાન્યુઆરીના રોજ મેગા વેક્શીનેશન કેમ્પ યોજવામાં આવશે. તા.૮ અને ૯ જાન્યુઆરીના રોજ રહી ગયેલા બાળકોને રસી આપવાની વિશેષ ઝૂંબેશ હાથ ધરાશે.
બાળકોના રસીકરણની આ કામગીરીમાં શિક્ષણ વિભાગ, આઇટીઆઇ, પોલીટેકનીક શાખાની મદદ લેવાશે. આશરે ૮૦૦ જેટલા કર્મચારીઓ બાળ રસીકરણની કામગીરીમાં જોતરાશે.
નોંધપાત્ર છેકે અમદાવાદ જિલ્લામાં શુક્રવારે કોરોનાના વધુ ૬ કેસ નોંધાયા હતા. સાણંદના શેલા ગામેથી ૪ કેસ મળ્યા હતા. તેમજ વિરમગામ શહેર અને તેની પાસે આવેલા જોશીપુરા ગામેથી ૧ મળીને ૨ કેસ નોંધાયા હતા. જિલ્લામાં કોરોનાના કારણે અત્યાર સુધીમાં કુલ ૯૬ લોકોના મોત થઇ ચૂક્યા છે. ત્રીજી વેવ આવી રહી છે તેવામાં ૧૮ વર્ષથી મોટી ઉંમરના લોકોને વેક્શીનનું રક્ષા કવચ મળી રહેશે હવે બાળકોને પણ વેક્શીનનું રક્ષા કવચ મળવું જરૂરી છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અનેટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચારમેળવવા માટે અમારી Android App ડાઉનલોડકરો…

MUST READ:
- કિયારા અડવાણીએ શાહિદ કપૂરના થપ્પડ મારવાના સીન પર કર્યો ખુલાસો, રિલેશનશીપ પર કહી દીધી આ મોટી વાત
- સરકારની મોટી તૈયારી / ટેક કંપનીઓની નહીં ચાલે મનમાની, માત્ર બે પ્રકારના જ ચાર્જરનો ઉપયોગ થશે
- મોદી સરકારે કેન્દ્રીય કર્મચારીઓને આપ્યો મોટો ઝટકો, નહીં મળે આઠમું પગાર પંચ
- નીતિશ ના માન્યા / નીતિશને મનાવવા ભાજપે શાહને શરણે જવું પડ્યું, ડેમેજ કંટ્રોલ ન ફળ્યું
- જો તમારા બંનેની વચ્ચે કોઈ ત્રીજી વ્યક્તિ આવી જતાં છેતરપીંડીની શંકા હોય તો આ સંકેતોને ઓળખી લો, થઈ જશે તમારા પ્રેમીની સાચી ઓળખ