GSTV
Home » News » 13 લાખ લોકો Area-51 પર કરશે રેડ, ખુલશે મોટો રાઝ કે અમેરિકા પાસે ALIEN છે કે નહી..

13 લાખ લોકો Area-51 પર કરશે રેડ, ખુલશે મોટો રાઝ કે અમેરિકા પાસે ALIEN છે કે નહી..

યુ.એસ. એર ફોર્સે તાજેતરમાં એક નિવેદન બહાર પાડ્યું. આ નિવેદનમાં, તેમણે કહ્યું હતું કે તેઓ કોઈ પણ સંજોગોમાં રાષ્ટ્રની દરેક હેરતઅંગેજ વસ્તુઓને સુરક્ષિત કરશે. હવે પ્રશ્ન એ છે કે યુ.એસ. એર ફોર્સે આવું નિવેદનને શા માટે રજૂ કર્યું?.ઉલ્લેખનીય છે કે સોશ્યલ મિડિયા પર ‘Storm Area 51 ‘નામની એક ઇવેન્ટ યોજવામાં આવી છે. આ ઇવેન્ટમાં એરિયા 51 પર જવાની વાત કરવામાં આવી છે., જેમાં 13 લાખ લોકો એરિયા 51 પર જવા સંમત થયા છે.

જ્યારે લોકોની આટલી મોટી સંખ્યામાં દેખાયા પછી વિશ્વની સૌથી મોટી સૈન્યએ આવું નિવેદનને રજૂ કરવું પડ્યું છે.SmyleeKun, Shitposting cause im in shambles અને The Hidden Sound નામના ફેસબુક પેજે સાથે મળીને આ ઇવેન્ટ બનાવી છે, જેમાં તેઓએ સ્ટ્રોમ એરિયા 51 એટલે કે એરિયા 51 માં ઘુસણખોરીનું નામ આપ્યું છે.

સુનિશ્ચિત સમય અનુસાર, આ લોકો 20 સપ્ટેમ્બરની બપોરે 3 વાગ્યાથી 6 વાગ્યાની વચ્ચે આ વિસ્તારમાં પ્રવેશ કરશે.આ ઈવેન્ટની લોકપ્રિયતાને જોતા વિશ્વની સૌથી શક્તિશાળી એર ફોર્સનાં કાન ઉભા થયા છે. આ ઇવેન્ટ્સે સોશ્યલ મિડિયા પર ઘણી ચર્ચાઓમાં રહી છે. ઠીક છે, ઘણા લોકો આ ઘટનાને સીરિયસલી મહત્વ આપી રહ્યા નથી. આ ઇવેન્ટ વિશે એવું કહેવામાં આવે છે કે તે માત્ર આનંદ માટે બનાવવામાં આવ્યો છે.

READ ALSO

Related posts

દિલ્હીમાં હિંસાગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા કેજરીવાલ અને સિસોદીયા, 106 લોકો પર ફરિયાદ

Pravin Makwana

T20 World Cup : પાકિસ્તાને વેસ્ટઈંડીઝને 8 વિકેટે હરાવ્યું, ગ્રુપ-બીમાં પાકિસ્તાન બીજા નંબરે આવ્યું

Pravin Makwana

શેર બજારને અચાનક શું થયું છે ? પાંચ દિવસમાં રોકાણકારોના 5.51 લાખ કરોડનું ધોવાણ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!