GSTV
Home » News » 1.2 અરબ યૂઝર્સનો ડેટા ઓનલાઈન લીક, FB સહિત ઘણી સોશ્યલ મિડિયાનો ડેટા

1.2 અરબ યૂઝર્સનો ડેટા ઓનલાઈન લીક, FB સહિત ઘણી સોશ્યલ મિડિયાનો ડેટા

એક વખત ફરીથી એક મોટા ડેટા લીકની ખબર સામે આવી છે. આ ડેટા લીકમાં ફેસબુક, લિંક્ડ ઈન અને ટ્વિટર જેવી એપ પ્રોફાઈલ સામેલ છે.

સાઈબર સિક્યોરિટી એક્સપર્ટ અને હેકર Vinny Troia આનો ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું કે આ ડેટા જેસર્વર પર રાખ્યું હતું તે સિક્યોર નહોતું. દાવો કરવામાં આવી રહ્યો છે કે ટોટલ 4TBનો પર્સનલ ડેટા છે. જેમાં 1.2 બિલિયન પર્સનલ ડીટેલ્સ છે. જોકે એક રાહતની વાત એ છે કે આ ડેટામાં સંવેદનશીલ જાણકારીઓ જેવીકે પાસવર્ડ, ક્રેડિટ કાર્ડ નંબર્સ નથી.

રિપોર્ટનાં જણાવ્યા અનુસાર ેમાં કરોડો યૂઝર્સની પ્રોફાઈલ છે જેમાં નામ ફોનનંબર અને તેમની સાથે જોડાયેલી સોશ્યલ મિડિયા પ્રોફાઈલ પણ સામેલ છે. આ સોશ્યલ મિડિયા પ્રોફાઈલમાં ફેસબુક, ટ્વિટર, લિંક્ડ ઈનથી લઈને GitHub સુધી સામેલ છે.

Vinny Troiaનાં જણાવ્યા અનુસાર, આ ડેટામાં લગભગ 50 મિલિયન ફોન નંબર્સ અને 662 મિલિયન યુનિક ઇમેઇલ એડ્રેસ શામેલ છે. વિન્ની ટ્રોઆ નામના આ સાયબર સિક્યુરિટી સંશોધનકારે કહ્યું છે કે, ‘દરેક વસ્તુ એટલી સરળતાથી કોઈને મળે છે

, તે ખૂબ ખરાબ છે. આ પ્રથમ વખત મેં જોયું છે કે આટલી મોટી માત્રા એક ડેટાબેસમાં રાખવામાં આવે છે. જો એટેકરની નજરથી જોવામાં આવે છે, તો તે વપરાશકર્તાઓના એકાઉન્ટને હાઇજેક કરવા માટે છે, કારણ કે તેમાં નામ, ફોન નંબર અને તેની સાથે સંકળાયેલ URL શામેલ છે.

READ ALSO

Related posts

પરીક્ષામાં ચોરી કરતા રોકતા વિદ્યાર્થીએ પ્રીન્સિપાલ પર કર્યો હુમલો

Nilesh Jethva

બસ અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં 10 લોકોના મોત, મૃતદેહને બહાર કાઢવા જેસીબીની મદદ લેવાઈ

Nilesh Jethva

સરકારે ડીપીએસ સ્કૂલ હસ્તગત કરતા વિદ્યાર્થીઓના ચહેરા પર ફરી આવી મુ્સ્કાન

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!