GSTV

દેશમાં ખેતીની 1.15 કરોડ એકર જમીન પડતર થઈ, કેન્દ્રસરકારનો ચોંકાવનારો અહેવાલ

2010-10ની સરખામણીએ કૃષિ વાવેતર વિસ્તારમાં 2015-16માં ઘટાડો નોંધાયો છે. કુલ ક્ષેત્રફળ 2010-11માં 14,15,630 ચોરસ કિ.મી. હતું, તે 2015-16માં ઘટીને 13,95,060 ચોરસ કિ.મી. આવીને ઊભું છે. આ સમયગાળા દરમિયાન કૃષિ હોલ્ડિંગમાં પણ ઘટાડો નોંધવામાં આવ્યો હતો, જે વર્ષ 2015-16માં 18,20,100 થી ઘટીને 18,16,030 ચોરસ કિલોમીટર થઈ ગયો છે. એક ચોરસ કિલો મીટર દીઠ 247.10 એકર જમીન થાય છે. દેશમાં સ્થાનાંતરિત કૃષિ વિશે વાત કરીએ, તો તેનો વિસ્તાર વધ્યો છે. જ્યાં તે 2011-12માં 3,743 ચોરસ કિ.મી.થી વધીને 2015-16 સુધીમાં 4,023 ચોરસ કિ.મી વધ્યો છે. એ જ રીતે, દેશના વાવેતરમાં વધારો થયો છે, જે 2011-12માં  83,514 થી વધીને 2015-16માં 85,118 ચોરસ કિલોમીટર થઈ ગયો છે.

દેશમાં પડતર જમીનમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. તેનો વિસ્તાર 2011-12માં 1,81,469 ચોરસ કિ.મી. હતો,  2015-16માં વધીને 2,28,179 ચોરસ કિ.મી. થયો છે.  આમ 5 વર્ષમાં ખેતીની જમીન 46710 ચોરસ કિલો મીટર પડતર જમીન થઈ છે. જેના ઉપર ખેતી થતી નથી. ખેડૂતોએ આ જમીન કૃષિ પાક વગરની રહેવા લીધી છે. આવું એટલા માટે કરે છે કાંતો તે જમીન સરકાર પાસે ગઈ છે. કાંતો ખેડૂતો તેના ઉપર ખેતી કરવા માટે સક્ષમ નથી. અથવા નાના ટૂકડામાં જમીન થઈ ગઈ હોવાથી તેના પર ખેતી કરવી મોંઘી પડે છે. 11542041 એકર જમીન પડતર પડી રહી છે. તેના ઉપર ખેતી થઈ શકે છે પણ ખેતી થતી નથી.

સૌથી સારી વાત એ છે કે દેશમાં ખારી અને બંજર જમીનમાં ઘટાડો થયો છે.  2011-12માં 4,24,717 ચોરસ કિ.મી. ક્ષેત્રફળ હતું, તે 2015-16 સુધીમાં ઘટીને 3,63,860 ચોરસ કિ.મી. થઈ ગયું છે.

Related posts

ચૂંટણી પંચની ફટકાર/ સ્ટાર પ્રચારકમાંથી કમલનાથને હટાવ્યા, પ્રચાર કરવા બોલાવવા હોય તો આપવો પડશે ખર્ચો

Pravin Makwana

જેલ મુક્ત થવા આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવ થઇ શકે છે હાઇકોર્ટના શરણે, તો લાલુની મુક્તિ રોકવા સીબીઆઈના સુપ્રીમમાં ધામા

pratik shah

પેટાચૂંટણીમાં ૧૪ ઉમેદવારો ધરાવે છે ગુનાહિત ઈતિહાસ, ૭ ઉમેદવારો સામે તો છે ગંભીર ગુના

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!