GSTV
World

Cases
4683475
Active
5863682
Recoverd
525119
Death
INDIA

Cases
235443
Active
394227
Recoverd
18213
Death

લોકડાઉન ઇફેક્ટ: માત્ર વડોદરાથી જ ૧.૧૬ લાખ શ્રમજીવીઓ હિજરત કરી ગયા

ટિકિટ

લોકડાઉન દરમિયાન વડોદરા શહેર તેમજ જિલ્લો તેમજ આજુબાજુમાં ફસાઇ ગયેલા પરપ્રાંતીયોને તંત્રની મદદથી તેમના વતનમાં મોકલવામાં આવ્યા છે. વિશેષ ટ્રેનો અને અન્ય વાહનો દ્વારા ૧.૧૬ લાખ પ્રવાસીઓએ પોતાના વતનમાં હિજરત કરી છે. પરપ્રાંતીયોને તેમના વતનમાં મોકલવાની શરૃઆત તા.૪થી મેના રોજ પ્રથમ શ્રમિક વિશેષ ટ્રેનની વડોદરાથી લખનૌ માટે રવાનગીથી થઈ હતી. ત્યાર બાદ ૪૦ જેટલી વિશેષ ટ્રેનો ૬ રાજ્યો અને ઉત્તર પૂર્વના પ્રદેશો માટે દોડાવીને અત્યાર સુધીમાં ૫૪૭૩૯ લોકોને તેમના ઘેર મોકલવામાં આવ્યા હતાં. ટ્રેનો તેમજ પરિવહનની અન્ય વ્યવસ્થાઓ હેઠળ કુલ ૧૧૪૩૯૬ અન્ય રાજ્યોના લોકોને તેમના વતન પાછા જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા મોકલવામાં આવ્યા છે.

મજૂરો

ગઇ રાત્રે પશ્ચિમ બંગાળ માટે પ્રથમ ટ્રેન વડોદરાથી રવાના કરાયા બાદ આજે રાત્રે વધુ એક ટ્રેન પશ્ચિમ બંગાળ માટે મોકલવામાં આવશે જેમાં ૧૬૧૫ જેટલા વધુ પ્રવાસીઓ રવાના થશે.નોડલ અધિકારી આર.પી.જોશીએ જણાવ્યું કે વડોદરાથી યુપી માટેની ૨૯ ટ્રેનોમાં ૩૯૭૯૩, બિહાર માટેની ૭ ટ્રેનોમાં ૯૮૨૧, ઉત્તર પૂર્વની એક ટ્રેનમાં ૯૨૩, ઝારખંડની ૧ ટ્રેનમાં ૧૧૫૪, ઓરિસ્સાની ૧ ટ્રેનમાં ૧૨૯૩ અને ગઇકાલે રાત્રે પશ્ચિમ બંગાળ માટેની એક ટ્રેનમાં ૧૭૪૬ પ્રવાસીઓને વતન મોકલવામાં આવ્યાં છે.

લોકડાઉન

આ ઉપરાંત અમદાવાદ અને ભરૃચ થી ઉપડેલી અને અન્ય વડોદરાથી પસાર થયેલી ટ્રેનોમાં આસામ, આંધ્ર, તેલંગાણા, કેરલ, જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તર પૂર્વના રાજ્યો ,તમિલનાડુ અને બિહારના ૬૧૪ જેટલાં લોકોને બેસાડવા સંકલન કરાયુ હતું. વડોદરાથી બસો દ્વારા ૨૦૩૯૬ અને અંગત વાહનો દ્વારા ૩૮૬૪૭ લોકોએ ઇ-પરવાનગી મેળવી ઘરવાપસી કરી હતી. શરૃઆતમાં આશ્રય સ્થાનોમાં રહેતા મધ્ય પ્રદેશ અને રાજસ્થાનના શ્રમિકોને બસો દ્વારા જે તે રાજ્યોના એન્ટ્રી પોઇન્ટ સુધી પહોંચાડાયા હતાં.

Read Also

Related posts

ખુશખબર: દેશમાં કોરોનાથી રિકવરી રેટ 60 ટકાથી વધુ, અમુક રાજ્યોમાં તો આનાથી પણ વધુ

Pravin Makwana

આ રાજ્યની સરકારે એક વર્ષ માટે જાહેર કરી સેફ્ટી ગાઈડલાઈન, તમામે કરવું પડશે પાલન નહીંતર સજા ભોગવશો

Pravin Makwana

લોકડાઉનમાં આટલા વર્ષ પૂરા કરનાર બાળકીઓનું પણ ખુલસે સૂકન્યા સમૃદ્ધી ખાતું

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!