GSTV
Gujarat Government Advertisement

મહામારી/ ભારતમાં 100 કોરોના સંક્રમિતોમાંથી મૃત્યુનો દર 1.1 ટકા : આ દેશમાં સૌથી વધારે મોત, આફ્રિકાની હાલત ખરાબ

Last Updated on May 12, 2021 by Bansari

ભારતમાં કોરોનાને કારણે થનાર મોતનો આંક 2 લાખ 50 હજારને પાર પહોંચ્યો છે. કોરોનાને કારણે ભારત કરતા વધુ મોત માત્ર અમેરિકા અને બ્રાઝિલમાં જ થયા છે. ભારતમાં 100 કોરોના સંક્રમિતોમાંથી મૃત્યુનો દર 1.1 ટકા છે, જ્યારે અમેરિકામાં આ દર 1.8 ટકા અને બ્રાઝિલમાં 2.7 ટકા જેટલો છે. દક્ષિણ આફ્રિકામાં 100 સંક્રમિતોમાંથી 3.4 ટકા લોકો કોરોનાને કારણે જીવ ગુમાવે છે.

કોરોના

વિશ્વમાં કોરોનાને કારણે થયેલ મોતમાંથી 18 ટકા મોત અમેરિકામાં, 12.8 ટકા બ્રાઝિલમાં અને 7.6 ટકા મોત ભારતમાં થયા છે. ભારતમાં ગત 14 દિવસમાં 2 દિવસને બાદ રાખતા રોજ 3 હજાર 500થી વધુ લોકોના કોરોનાને કારણે મોત થયા છે. જ્યારે ગત 14 દિવસમાં ઘણીવાર કોરોનાથી થતા મોતનો આંક 4 હજાર પાર પણ પહોંચ્યો હતો.

ભારતના ઘણા શહેરોમાં મોતના આંક છુપાવવામાં આવી રહ્યાં હોવાની ફરિયાદો સામે આવી રહી છે. આ દરમિયાન સ્મશાનમાં વેઈટિંગથી લઈ નદીઓમાં મૃતદેહો પધરાવવાના અહેવાલો પણ સામે આવી ચૂક્યા છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને પણ સરકારને કોરોના સંક્રમિતો અને કોરોનાથી થતા મોતના વાસ્તવિક આંકડા દર્શાવવા માટે અપીલ કરી હતી.

Read Also

Gujarat Government Advertisement

Related posts

રથયાત્રા પૂર્વની કાર્યવાહી / એસઓજીને મળી મોટી સફળતા, દેશી તમંચા, પિસ્તોલ, કારતૂસ સાથે એક શખ્સની ધરપકડ

Zainul Ansari

Maharashtra: કોરોના પછી નવી આપત્તિ! બે પ્રજાતિના ચામાચીડિયામાં મળ્યો નિપાહ વાયરસ

Vishvesh Dave

GTUના બીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ કર્યો આપઘાત, નાપાસ થતા ડિપ્રેશનમાં સપડાયો હતો

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!