GSTV
Home » News » 1 અોવરમાં 12 રન અાપવા માટે લીધા હતા 5 લાખ રૂપિયા, ક્રિકેટરે કર્યો ખૂલાસો

1 અોવરમાં 12 રન અાપવા માટે લીધા હતા 5 લાખ રૂપિયા, ક્રિકેટરે કર્યો ખૂલાસો

પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર અને લેગ સ્પિનર દાનિશ કનેરિયાએ આખરે 6 વર્ષ બાદ મેચ ફિક્સિંગની કબૂલાત કરી છે.આ પ્રકરણમાં કનેરિયાના સાથી ખેલાડી અને એસેક્સ કાઉન્ટિના ક્રિકેટર મર્વિન વેસ્ટફિલ્ડને જેલમાં પણ જવું પડ્યું હતુ. ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ દ્વારા કનેરિયા પર આજીવન પ્રતિબંધ મુકાયેલો જ છે.જોકે કનેરિયાએ એક ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યુ હતુ કે હું સ્વીકારુ છું કે 2012માં મારા પર ઈંગ્લેન્ડ બોર્ડે જે પણ આરોપ મુ્ક્યા હતા તે સાચા હતા. હુ મારા સાથી ક્રિકેટર મર્વિન, ક્રિકટ ચાહકો અને એેસેક્સ કાઉન્ટિ ક્લબની માફી માંગુ છું.

કનેરિયાએ કહ્યુ હતુ કે મેં બહુ મક્કમ મન સાથે સાચુ કહેવાનુ નક્કી કર્યુ છે.કારણકે જુઠ્ઠાણાના બોજ સાથે તમે આખી જીંદગી જીવી શકતા નથી. ઉલ્લેખનીય છે કે 2010માં સ્પોટ ફિક્સિંગના આરોપમાં કનેરિયાની પણ મર્વિન વેસ્ટફિલ્ડ સાથે ધરપકડ કરાઈ હતી પણ પૂરાવાના અભાવે તેને છોડી મુકવામાં આવ્યો હતો. એ પછી કનેરિયાએ ફિક્સિંગની વાત સ્વીકારી નહોતી પણ ક્રિકેટ બોર્ડે તેના પર પ્રતિબંધ મુકી દીધો હતો.

કનેરિયાએ ડરહમમાં રમાયેલી એક કાઉન્ટી મેચ દરમિયાન પોતાની પહેલી  ઓવરમાં 12 રન આપવા સામે એક સટોડિયા પાસેથી 7862 ડોલર લીધા હતા. આ પહેલા પાકિસ્તાની ક્રિકેટર સલમાન બટ્ટ, ફાસ્ટ બોલર મહોમ્મદ આમિર અને મહોમ્મદ આસિફ પર પણ મેચ ફિક્સિંગના આરોપો સાબિત થઈ ચુક્યા છે.

Related posts

લુણાવાડા બેઠકની પેટાચૂંટણી માટે ભાજપમાંથી પ્રબળ દાવેદાર જે.પી. પટેલનો વિરોધ

Mansi Patel

સુપ્રિમ કોર્ટે કેન્દ્ર સરકારને લગાવી ફટકાર, સોશ્યલ મિડિયા બાબતે આપ્યો આ આદેશ

pratik shah

હની ટ્રેપ, સેક્સની લાલચ આપી મોનિકા અને આરતી કરતા હતા આવું કંઇક…

Karan
Do NOT follow this link or you will be banned from the site!