GSTV

રેગ્યુલર ઇનકમ ઈચ્છો તો આ સ્કીમમાં કરી શકો છો રોકાણ, જાણો બચત યોજનાઓ માંથી કોણ આપી રહ્યું છે વધુ વ્યાજ

વ્યાજ

Last Updated on February 4, 2021 by Mansi Patel

દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેના પૈસા સુરક્ષિત રહે, એના પર સારૂ વ્યાજ મળે અને રોકાણ પર રેગ્યુલર ઇનકમ મળતું રહે. રોકાણ પણ રેગ્યુલર ઇનકમની સૌથી વધુ જરૂરત વરિષ્ઠ નાગરિકોને હોય છે. સારું રિટર્ન મેળવવા સિનિયર સિટીઝન માટે પ્રધાનમંત્રી વ્યય યોજના, સિનિયર સીટીઝન સેવિંગ્સ સ્કીમ, પોસ્ટ ઓફિસ મંથલી ઇનકમ સ્કીમ અને વિવિધ બેંકોના ફિક્સ્ડ ડીપોઝીટ સ્કીમ રોકાણ કરી શકે છે. આ સ્કીમમાં સિનિયર સીટીઝને મંથલી અથવા 3 મહિના પર ઇન્ટરેસ્ટની ચુકવણી હોય છે, જેથી વરિષ્ઠ નાગરિક પોતાનો ખર્ચ ચલાવી શકે. જાણીએ એમાંથી કઈ સ્કીમ સૌથી વધુ વ્યાજ આપે છે.

પોસ્ટ ઓફિસ મંથલી ઇનકમ સ્કીમ (POMIS)

વ્યાજ

પોસ્ટ ઓફિસ મંથલી ઇનકમ સ્કીમમાં સિનિયર સિટીઝન 5 વર્ષ માટે રોકાણ કરી શકે છે. એના પર હાલ વાર્ષિક 6.6% વ્યાજ મળે છે અને એમાં વ્યાજની ચુકવણી જમાકર્તાઓને દર મહિને કરવામાં આવે છે. એમાં ઓછામાં ઓછું 1000 રૂપિયાનું રોકાણ કરવું પડે છે. આ સ્કીમમાં તમે 4.5 લાખ રૂપિયા સુધી રોકાણ કરી શકો છો અને જોઈન્ટ એકાઉન્ટ હોલ્ડર 9 લાખ રૂપિયા સુધી જમા કરી શકે છે. આ સ્કીમમાં જમા કરતા 1 વર્ષ પહેલાથી પોતાના પૈસા ઉપાડી શકે છે. પ્રિમેચ્યોર વિડ્રોવલ કરવા પર વ્યાજ મળશે. થાય જ 1 વર્ષથી 3 વર્ષની અંદર એકાઉન્ટ બંધ કરવા પર 2% પેનલ્ટી અને 3 વર્ષથી 5 વર્ષની અંદર એકાઉન્ટ બંધ કરવા પર 1% પેનલ્ટી લાગશે.

સિનિયર સિટીઝન સેવિંગ્સ સ્કીમ (SCSS)

આ સ્કીમ હેઠળ સિનિયર સીટીઝન 5 વર્ષ સુધી પૈસા જમા કરાવી શકે છે અને મેચ્યોરિટી પિરિયડ પુરા થયા પછી 3 વર્ષ માટે વધારવાંમાં આવી શકે છે. SCSSમાં સિનિયર સિટીઝનને 7.4% વ્યાજ મળે છે. એમાં વ્યાજ દર ત્રીજા મહિને મળી જાય છે. 60 વર્ષથી વધુ ઉમરના લોકો એમાં 1000 રૂપિયાથી લઇ 15 લાખ રૂપિયા સુધી જમા કરાવી શકે છે. આ યોજનામાં પૈસા જમા કરાવવા વાળા ઇનકમ ટેક્સ સેક્શન 80સી હેઠળ ટેક્સ છૂટનો લાભ પણ મળે છે. આ યોજના હેઠળ પ્રિમેચ્યોર એકાઉન્ટ બંધ કરાવવું એટલે 5 વર્ષથી પહેલા બંધ કરવા પર પેનલ્ટી લાગે છે, જે પ્રિન્સિપાલ અમાઉન્ટના 1%થી 1.5% સુધી હોઈ શકે છે. 

પ્રધાનમંત્રી વ્યય વંદના યોજના (PMVVY)

પ્રધાનમંત્રી વ્યય વંદના યોજના હેઠળ 10 વર્ષ માટે પૈસા જમા કરી શકાય છે. આ વર્ષે જમાકર્તાઓને 7.4%ની દરે વ્યાજ મળશે. આ 60 વર્ષથી વધુ ઉમરના લોકો માટે પેન્શન સ્કીમ છે જે 3 વર્ષ માટે 4 મેં 2017ના રોજ લોન્ચ થઇ હતી. હવે એની અવધિ 3 વર્ષ માટે વધારી દેવામાં આવી હતી. સિનિયર સીટીઝન 31 માર્ચ, 2021 સુધી આ યોજનામાં રોકાણ કરી શકો છો. આ યોજના હેઠળ વર્ષના અંતમાં પેન્શન મળે છે. જો કે જમાકર્તા ઈચ્છે તો દર મહિને અથવા ત્રિમાહી, છમાહી સાથે વાર્ષિક આધાર પર વ્યાજ લઇ શકે છે. આ સ્કીમમાં 3 વર્ષ પુરા થયા પછી વરિષ્ઠ નાગરિક જમા કરવામાં આવેલા પૈસાને 75% લોન તરીકે પોતાની જરૂરત પુરી કરવા લઇ શકે છે.

બેન્ક ફિક્સ્ડ ડિપોઝિટ (Bank FD)

દેશની લગભગ દરેક બેંકી વરિષ્ઠ નાગરિકો માટે FD સ્કીમ ચલાવી રહ્યું છે. એમાં સિનિયર સિટીઝનઆમ સામાન્ય ગ્રાહકોથી ઓછામાં ઓછું 0.5%થી વધુ વ્યાજ મળે છે.  કેટલીક પ્રાઇવેટ બેન્ક 1% સુધી વધુ વ્યાજ આપે છે. ગ્રાહક બેન્કમાં મિનિમમ 7 દિવસથી લઇ 10 વર્ષ સુધી માટે FD કરાવી શકે છે. બેન્ક 1 વર્ષથી ઓછાની FD પર જ્યાં 4%ની આસપાસ વ્યાજ આપે છે, ત્યાં 5 વર્ષના FD પર સરેરાશ 5.5%થી 6% સુધી વ્યાજ મળે છે. કેટલીક પ્રાઇવેટ બેન્ક અને સ્મોલ ફાઇનાન્સ બેન્ક FD પર 8% સુધી વ્યાજ આપે છે. બેન્ક FD પર વ્યાજ તમે ઈચ્છો તો દર મહિને લઇ શકો છો.

Read Also

Related posts

Investment Plan / 25 વર્ષ પછી રિટાયરમેન્ટ માટે જમા કરવા માંગો છો 10 કરોડ રૂપિયા? જાણો કેવી રીતે પૂર્ણ થશે ટાર્ગેટ

Zainul Ansari

દિલ્હીને પ્રદૂષિત હવાથી રાહત નહીં, દિવાળી પછી હવાની ગુણવત્તાનો સૂચકાંક સતત 400થી ઉપર

Vishvesh Dave

સોનેરી તક / જાહેર આરોગ્ય એન્જીનિયરિંગ વિભાગમાં નિકળી ભરતી, આ તારીખ સુધી કરી શકો છો અરજી

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!