GSTV
World

Cases
5279458
Active
7246649
Recoverd
572981
Death
INDIA

Cases
311656
Active
571460
Recoverd
23727
Death

કોરોના : 5 દિવસથી દેશમાં બની રહ્યાં છે નવા રેકોર્ડ, ટોપટેનમાં આવી ગયું ભારત છતાં છે આ રાહતના સમાચાર

કોરોના

વિશ્વમાં કોરોના હાહાકાર વચ્ચે પોઝીટીવ કેસનો આંક 55 લાખને પાર થયો છે. જેમાં અત્યાર સુધી 3.47 લાખ લોકોએ પોતાના જીવ પણ ગુમાવ્યા છે. વિશ્વમાં કોરોના સંક્રમણ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર એ છે કે વિશ્વના સૌથી વધારે દર્દીઓ ધરાવતા 9 દેશોમાં ભારતમાં કોરોના પ્રસરણની ઝડપ સૌથી ઓછી છે. ભારતમાં 10 હજારથી 1.40 લાખ પહોંચવામાં 42 દિવસ જેટલો સમય લાગ્યો છે. જ્યારે અન્ય દેશોમાં 10 દિવસથી લઈને 1 જ મહિનાનો સમય લાગ્યો છે. અમેરિકામાં 10 દિવસમાં આ આંક પાર થયો હતો. બ્રાઝીલમાં છેલ્લા 10 દિવસના કેસો પર નજર નાંખવામાં આવે તો 1 લાખથી 3 લાખનો આંક પાર થવામાં બહુજ ઓછા દિવસો થયા હતા. લોકડાઉન પહેલા 3થી 4 દિવસે ડબલ કેસ થતા હતા હવે 14 દિવસ જેટલો સમય લાગી રહ્યો છે. ભારતમાં લોકડાઉનને પગલે કોરોના કાબુમાં રહ્યો છે. પરંતુ ચોથા લોકડાઉન દરમિયાન છૂટછાટોને અવકાશ વધ્યા છે તે દરમિયાન દેશમાં એક જ દિવસમાં સૌથી વધુ કેસનો આંક પણ વધ્યો છે. દેશમાં એ ક જ દિવસમાં 7 હજાર પ્લસ કેસ પણ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 6977 કેસો સામે આવ્યા છે. છેલ્લા 5 દિવસથી કોરોના રોજ નવો રેકોર્ડ બનાવી રહ્યો છે.

પાંચ દિવસમાં જ્યારે સૌથી વધારે કેસ આવ્યા 

તારીખ કેસ
24 મે7111
23 મે6665
22 મે6570
19 મે6154
21 મે6025

વિશ્વમાં એકથી 10માં પોતાનું નામ નોંધાવી ચૂક્યો

દેશમાં રાષ્ટ્રવ્યાપી લૉકડાઉનમાં છૂટછાટો સાથે ભારતમાં કોરોના વાઈરસના કેસની સંખ્યામાં કૂદકે ને ભૂસકે વધારો થઈ રહ્યો છે. વિશ્વમાં કોરોના દર્દી ધરાવતો ભારત 10 મો દેશ બની ગયો છે. 1.34 લાખ દર્દીઓ સાથે ઈરાન 10મો દેશ હતો પરંતુ ઈરાનને પાછળ રાખીને ભારત કોરોના પોઝીટીવ દેશોમાં વિશ્વમાં એકથી 10માં પોતાનું નામ નોંધાવી ચૂક્યો છે. વિશ્વના સૌથી વધુ સંક્રમિત 10 દેશો અમેરિકા, બ્રાઝિલ, રશિયા, સ્પેન, યુકે, ઈટાલી, ફ્રાન્સ, જર્મની, તુર્કી પછી ભારતનો નંબર આવે છે. આ તમામ 10 દેશોમાંથી બ્રાઝીલ અને ભારતમાં કોરોના સંક્રમણના કેસો સતત વધી રહ્યા છે જ્યારે અન્ય 8 દેશોમાં નવા દર્દીઓની સંખ્યા ઘટી રહી છે. ભારતમાં મૃત્યુ દર વિશ્વના 97 દેશો કરતા ઓછો છે. વસતી મુજબ ભારતમાં દર 10 લાખની વસતીએ 3 લોકોના મોત થઈ રહ્યા છે.

બ્રાઝીલમાં 10 દિવસમાં નવા 1.60 લાખ કેસ વધ્યા

વિશ્વમાં બ્રાઝીલમાં 14 મેના રોજ 2 લાખ કેસ હતા. જ્યારે છેલ્લા 10 દિવસમાં જ 1.60 લાખ લોકો કોરોના પોઝીટીવ થયા છે. અર્થાત એવરેજ છેલ્લા 10 દિવસથી 16 હજારથી વધારે પોઝીટીવ કેસ આવી રહ્યા છે. બ્રાઝીલમાં 20 મેના સૌથી વધુ 21472 કેસ નોંધાયા હતા. 21 મેના સૌથી વધુ 1188 લોકોના મોત પણ થયા છે. બ્રાઝીલમાં અમેરિકા પછી બ્રાઝીલમાં સૌથી વધારે કેસ છે. બ્રાઝીલમાં 3.65 લાખ પોઝીટીવ કેસ નોંધાયા છે. જેમાં 22746 લોકોનો મોત પણ થયા છે. જ્યારે 1.50 લોકો સાજા પણ થઈ ચૂક્યા છે. બ્રાઝિલમાં 1.93 લાખ એક્ટિવ કેસ છે. બ્રાઝીલબાદ અમેરિકામાં પણ કોરોના પોઝીટીવ આંક 16.86 લાખને પાર થયો છે.

ભારતમાં છેલ્લા 10 દિવસમાં 56 હજારથી વધારે કેસ

ભારતમાં અત્યાર સુધી કોરોના સંક્રમણો આંક 1. 40 લાખ નજીક પહોંચી ચૂક્યો છે. એ સાથે એક જ દિવસમાં સૌથી વધુ કેસ નોંધાવાનો આંક પણ ગઈ કાલે રેકોર્ડબ્રેક રહ્યો છે. ભારતમાં છેલ્લા 10 દિવસમાં 56 હજારથી વધારે કેસ નોંધાયા છે. ભારતમાં 16 મેના રોજ કુલ આંક 90 હજાર હતો દેશમાં 17 મે પછી આ આંક 5 હજાર પ્લસ જ રહ્યો છે. દેશમાં 20 મે બાદ આ આંક 5700 પ્લસ નોંધાયો છે. દેશમાં 1 અઠવાડિયામાં જ 42837થી વધારે કેસ નોંધાયા છે. દેશમાં મોતનો આંક પણ સતત વધી રહ્યો છે. દેશમાં ગઈ કાલે સૌથી ઊંચો આંક રહ્યો છે. એક દિવસીય પોઝીટીવ કેસમાં અત્યાર સુધીમાં છેલ્લા ત્રણ દિવસમાં ઉત્તરોત્તર વધારો જોવા મળી રહ્યો છે. દેશમાં ગઈ કાલે 7 હજાર પ્લસનો આંક નોંધાયો છે. તો મોતનો આંક પણ અત્યાર સુધીનો સૌથી ઊંચો આવ્યો છે. દેશમાં અત્યાર સુધી 17 મેના રોજ સૌથી વધુ 152 લોકોના મોત થયા હતા. જ્યારે ગઈ કાલે મોતનો આંક પણ ઊંચો રહેતા એક દિવસીય મોતનો આંક પણ 24 મેના સૌથી ઊંચો રહ્યો છે. 24 મેના રોજ દેશમાં સૌથી વધુ 156 લોકોના મોત થયા છે.

Read Also

Related posts

12 વર્ષના ટેણીયાની ચાલાકી જોઈ પોલીસ પણ ગોથા ખાઈ ગઈ, 10 સેકન્ડમાં ઉપાડી લીધા 10 લાખ

Pravin Makwana

સચિન પાયલોટનું સમર્થન કરવુ ભારે પડ્યું, કોંગ્રેસે આ નેતાને પાર્ટીમાં હટાવી દીધા

Pravin Makwana

કોરોનાના કોઈ લક્ષણો ન દેખાવા છતાં એક મહિલાએ 71 લોકોને બનાવ્યા કોરોના પોઝીટીવ, રાખજો સાવધાની

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!