GSTV
Home » News » દેશની રાજધાની દિલ્હીમાં પ્રદૂષણે દિલ્હીવાસીઓનું જીવવું કરી નાંખ્યું હરામ

દેશની રાજધાની દિલ્હીમાં પ્રદૂષણે દિલ્હીવાસીઓનું જીવવું કરી નાંખ્યું હરામ

જેમ-જેમ દિવાળી નજીક આવી રહી છે તેમ-તેમ દિલ્હીવાસીઓ માટે શ્વાસ લેવાનુંપણ મુશ્કેલ બન્યું છે. દિલ્હીમાં પ્રદૂષણ એટલીહદે વધ્યું છે કે સ્થિતિ બદથી પણ બદતર બની છે. પ્રદૂષણને કારણે લોકોનાસ્વાસ્થ્ય પર ગંભીર અસરો પડી રહી છે. વર્લ્ડ હેલ્થઓર્ગેનાઇઝેશને તાજેતરમાં દિલ્હીના પ્રદૂષણ અંગે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. જે મુજબ પ્રદૂષણને કારણેફક્ત દિલ્હી-એનસીઆરમાં જ દર વર્ષે 30 હજાર લોકો મોતને ભેટે છે.

દેશની રાજધાની નવી દિલ્હીમાં પ્રદૂષણે ખરા અર્થમાં દિલ્હીવાસીઓનું જીવવુંહરામ કરી નાંખ્યું છે. તેમાં પણ દિવાળીના પર્વ પરદિલ્હીની હવા ખૂબ ઝડપથી બદથી પણ બદતર બની રહી છે. પ્રદૂષણનું સ્તર વધતા જલોકોમાં સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓમાં વધારો થયો છે. પરિણામે હોસ્પિટલમાંપ્રદૂષણથી પ્રભાવિત દર્દીઓની સંખ્યા પણ કુદકે ને ભૂસકે વધી રહી છે. છેલ્લા કેટલાક દિવસોમાંશ્વાસ અને હૃદયના દર્દીઓની સંખ્યામાં 20 ટકાનો વધારો થયો છે. તાજેતરના આંકડાઓ મુજબદિલ્હીના અડધોઅડધ વિસ્તારમાં અત્યંત ખરાબ હવા પ્રસરેલી છે.

દિલ્હીના પ્રદૂષણ પર વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને રજૂ કરેલો રિપોર્ટ ખૂબ જ ચોંકાવનારો અને સરકાર માટે આંખ ઉઘાડનારો છે. ડબલ્યુએચઓ મુજબ દિલ્હી-એનસીઆરમાંપ્રદૂષણને કારણે દર વર્ષે અંદાજે 30 હજાર લોકોએ પોતાના જીવ ગુમાવવા પડે છે. દિલ્હીવાસીઓના શરીર પરપ્રદૂષિત હવાનો બેહદ ખતરનાક પ્રભાવ પડી રહ્યો છે. પ્રદૂષણને કારણે ત્વચા, નાક, આંખ, ગળું, લિવર, ફેફસા, હૃદય અને કિડની જેવા શરીરના અંગો પર ખૂબગંભીર અસરો થાય છે.

પ્રદૂષણને કારણે જે બિમારીઓનો સૌથી વધુ ખતરો રહે છે તેમાં નાકમાંથી લોહીનીકળવું, ઉધરસ કે જેમાં અસ્થમાની ફરિયાદ પણ હોઇ શકે છે. મોઢા અને ગળામાં બળતરા, આંખોમાં બળતરા અથવાખંજવાળ આવવી, પેટમાં દર્દ, શરદી-ઉધરસ, શ્વાસ લેવામાં મુશ્કેલી, ઉલ્ટી, સુસ્તીનો અનુભવ થવો, માથામાં દુઃખાવો, હાર્ટ અટેક, હાઇ બ્લડપ્રેશર તેમજ ડાયાબિટીસનોસમાવેશ થાય છે.

વાહનો તેમજ કારખાનાઓમાં નીકળતા ગેસને કારણે હવામાં ઝેરયુક્ત કણો ભળી રહ્યાછે. મિલોમાંથી નીકળતો કચરો નદીઓમાં છોડવામાં આવતા જળ પ્રદૂષણ વધીરહ્યુ છે. આ ઉપરાંત વાયુ પ્રદૂષણનું એક મોટું કારણ રેફ્રિજરેટર અનેએરકન્ડીશનરમાં ઉપયોગમાં લેવાતા ફ્રિયોન અને ક્લોરોફ્લોરો કાર્બન ગેસનું ઉત્સર્જન .પણ છે. આ તમામ ઝેરયુક્ત કણો દિલ્હી તેમજ દેશના અનેક શહેરોનાવાતાવરણને ખૂબ જ પ્રદૂષિત કરી રહ્યા છે. રાજ્ય સરકારથી લઇને કેન્દ્રસરકાર પ્રદૂષણને અટકાવવા અનેકવિધ પગલાંઓ તો લઇ રહી છે. પરંતુ પ્રદૂષણ ઘટવાને બદલેચિંતાજનક રીતે સતત વધી રહ્યું છે.

Related posts

ઈસાઈ મિશનરીની શિક્ષણ સંસ્થાઓ વિદ્યાર્થિનીઓ માટે અસુરક્ષિત : મદ્રાસ હાઈકોર્ટ

Mayur

ઈમરાન ખાનને પરેશ રાવલનો ‘બાબુ રાવ’ સ્ટાઈલ જવાબ, આખુ વર્ષ ‘મોદી મોદી’ ભણ્યા અને પરિક્ષામાં અમિત શાહ પૂછાઈ ગયું

Bansari

રઘવાયા પાકિસ્તાને ભારતીય ચોકીને નિશાન બનાવતા, લાન્સ નાયક સંદીપ થાપા શહીદ થયા

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!