GSTV

ચંદ્રાબાબુ નાયડુ : ટીડીપીએ ભાજપ સાથે ગઠબંધન ના કર્યુ હોત તો રાજ્યમાં વધુ 15 બેઠક પર જીત મેળવત

Last Updated on March 30, 2018 by

એનડીએ સાથે છેડો ફાડનાર આંધ્ર પ્રદેશના મુખ્યપ્રધાન ચંદ્રાબાબુ નાયડુએ જણાવ્યુ કે, ટીડીપીએ ભાજપ સાથે ગઠબંધન ના કર્યુ હોત તો રાજ્યમાં ટીડીપીને વધુ 15 બેઠક પર જીત મળી હોત.

તેલંગાણાથી અલગ થયા બાદ ટીડીપીએ ભાજપ સાથે ગઠબંધન કર્યુ હતું. આ ગઠબંધન રાજકીય ફાયદાના બદલે આંધ્ર પ્રદેશના વિકાસ માટે કરવામાં આવ્યું હતું.

ચંદ્રાબાબુ નાયડુ છેલ્લા ઘણા સમયથી આંધ્ર પ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માગ કરી રહ્યા છે. પરંતુ ચંદ્રાબાબુને તેમા સફળતા મળી નથી જેથી ટીડીપીએ કેન્દ્ર સરકારનો વિરોધ શરૂ કર્યો છે. સરકારે આંધ્ર પ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો ના આપતા ટીડીપીએ એનડીએ સાથે છેડો ફાડ્યો.

ટીડીપીએ એનડીએસ સાથે છેડો ફાડતા ટીડીપીના બે કેન્દ્રીય પ્રધાનોએ રાજીનામાં આપ્યા છે. મહત્વનું છે કે, ટીડીપી આંધ્ર પ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માગ સાથે છેલ્લા ઘણા દિવસોથી સંસદ ભવનમાં પણ વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે.

 

 

Related posts

દુ:ખદ: એક મહિના પહેલા પત્નીએ દવા પી લીધી, વિરહ સહન ન થતાં પતિએ બે માસૂમ દિકરી સાથે મોતને વ્હાલું કરી લીધું

Pravin Makwana

ગુજરાતમાં હજૂ ચાર દિવસ વરસાદની આગાહી: મૌસમનો 72 ટકા વરસાદ વરસ્યો, ૮ સ્ટેટ હાઇવે સહિત ૮૯ માર્ગ હજુ પણ બંધ

Pravin Makwana

મોદીનો નવો પ્રયોગ ગુજરાતને મોંઘો પડ્યો: સરકાર બદલવાની લ્હાયમાં કોરોના ભૂલી ગયા, બે દિવસ મંત્રી વગર રહેલા ગુજરાતમાં કેસોનો રાફડો ફાટ્યો

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!