GSTV
India News Trending ટોપ સ્ટોરી

૫રમારણુ હુમલો કરવા સક્ષમ બેલેસ્ટીક મિસાઇલ અગ્નિ-1 નું સફળ ૫રીક્ષણ

ભારત દ્વારા ચીન અને પાકિસ્તાનના વ્યૂહાત્મક ખતરાઓને જોતા મિસાઈલ શક્તિમાં વધારો કરવાની યોજના પર કામ થઈ રહ્યું છે. ભારતની સ્ટ્રેટજિક ફોર્સ કમાન્ડ દ્વારા અગ્નિ-1(એ) મિસાઈલનું પરીક્ષણ કરાયું છે. આ સ્વદેશી મિસાઈલ 700 કિલોમીટર સુધીની રેન્જમાં પરમાણુ હુમલો કરવાની ક્ષમતા ધરાવે છે.

ભારત દ્વારા સફળતાપૂર્વક પરમાણુ ક્ષમતા ધરાવતી સ્વદેશી અગ્નિ-1(એ) મિસાઈલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ પરીક્ષણ મંગળવારે સવારે સાડા આઠ વાગ્યે ઓડિશાના બાલાસોરમાં અબ્દુલ કલામ આઈલેન્ડ પર કરવામાં આવ્યું હતું. પરમાણુ હથિયાર લઈ જવાની ક્ષમતા ધરાવતી અગ્નિ-1(એ) મિસાઈલનું પરીક્ષણ ભારતીય સ્ટ્રેટરિજ ફોર્સ કમાન્ડ દ્વારા કરવામાં આવ્યું છે.

અગ્નિ-1(એ) મિસાઈલનું નિર્માણ ડીઆરડીઓ દ્વારા કરવામાં આવ્યું છે. તેની મારક ક્ષમતા 700 કિલોમીટર છે. તેની ઊંચાઈ 15 મીટર છે અને મિસાઈલ લિક્વિડ તથા સોલિડ બંને પ્રકારના ઈંધણનો ઉપયોગ કરવા માટે સક્ષમ છે. અગ્નિ-1(એ) મિસાઈલ એક સેકન્ડમાં અઢી કિલોમીટરની ઝડપે ઉડ્ડયન કરી શકે છે. 12 ટન વજનની અગ્નિ-1 (એ) મિસાઈલને રોડ અને રેલવે મોબાઈલ લોન્ચર દ્વારા પ્રક્ષેપિત કરી શકાય છે.

તાજેતરમાં ભારત દ્વારા અગ્નિ-5 મિસાઈલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. ભારતની મિસાઈલ ફોર્સમાં હાલ અગ્નિ-1, અગ્નિ-2, અગ્નિ-3, અગ્નિ-4 મિસાઈલો સામેલ છે. તેની મારક ક્ષમતા અનુક્રમે 700 કિલોમીટરથી લઈને 3500 કિલોમીટર સુધીની છે.

અગ્નિ-1 મિસાઈલની મારક ક્ષમતા સાતસો કિલોમીટર છે. અગ્નિ-2 મિસાઈલની રેન્જ બે હજાર કિલોમીટર, અગ્નિ-3 અને અગ્નિ-4ની મારક ક્ષમતા 3500 કિલોમીટરથી વધારે છે. ભારતની પાસે સુપરસોનિક બ્રહ્મોસ મિસાઈલો પણ છે.

Related posts

Hug Benefits/ ખુશ રહેવું છે તો પોતાના અંગતને વ્હાલથી ભેટો, જાણો ગળે લાગવાના ફાયદા

Siddhi Sheth

વીમા પોલિસી લેપ્સ થઈ ગઈ છે તો રહો સાવધાન, થઈ શકે છે છેતરપિંડી, આ રીતે કરો બચાવ

Akib Chhipa

GUJARAT ELECTION / દક્ષિણ ગુજરાત કરતાં સૌરાષ્ટ્રમાં 14 ટકા ઓછું મતદાન, પાટીદાર વિસ્તારોમાં મતદાનનો માહોલ સૂસ્ત રહેતા ઉમેદવારોની ઉંઘ ઉડી

Kaushal Pancholi
GSTV