GSTV
Home » News » ૫દ્માવત વિવાદ : મહેસાણામાં પોલીસ ઉ૫ર ૫થ્થરમારો, આસજોલ નજીક ચક્કાજામ

૫દ્માવત વિવાદ : મહેસાણામાં પોલીસ ઉ૫ર ૫થ્થરમારો, આસજોલ નજીક ચક્કાજામ

પદ્માવત સામેનો વિરોધ અટકવાનુ નામ નથી લેતો. મહેસાણા બહુચરાજી રોડ પર આસજોલ પાસે પદ્માવત ફિલ્મના રીલિઝ સામે વિરોધ પ્રદર્શન કરાયુ છે. આસજોલ ત્રણ રસ્તા પાસે ટોળાએ ચક્કાજામ કરાયો હતો. ટોળાએ ટાયર સળગાવી રસ્તો બંધ કર્યો  હતો. બહુચરાજી પોલીસ ઘટનાસ્થળ પહોંચી સ્થિતી પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરાયો હતો.

મહેસાણાના વિજાપુર વસાઈ  રોડ પર મોડી રાતે પદ્માવત ફિલ્મનો વિરોધ કરી રહેલા લોકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. પદ્માવત ફિલ્મના વિરોધમાં વિસનગર ગાંધીનગર હાઈવે ચક્કા જામ કરવામાં આવ્યો હતો. હાઈવે ચક્કાજામ દરમિયાન પોલીસ વાહનો ઉપર પણ પથ્થરમારો કરાયો હતો. બાદમાં પોલીસે વસઇ અને કડા ગામે કોમ્બીંગ કર્યુ હતુ. કોમ્બીંગ દરમિયાન 10વધુ લોકોની અટકાયત કરાઇ હતી.

Related posts

સૌરાષ્ટ્રમાં જિલ્લા – તાલુકા પંચાયતોની 21 પૈકી 14 બેઠકોમાં ભાજપનો વિજય

Mayur

ટીમ ઈન્ડિયામાં જૂથબંધી, ખેલાડીઓ રોહિત અને કોહલીના ગ્રૂપમાં વહેંચાઈ ગયા છે

Mayur

તહેવાર સમયે મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડશે, રેલવે દ્વારા 20 ટ્રેનો આ કારણોસર થઈ શકે રદ

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!