GSTV
Home » News » ૫દ્માવત વિવાદ : જુઓ આજે સોમવારે રાજ્યમાં ક્યાં ક્યાં થયો વિરોધ..?

૫દ્માવત વિવાદ : જુઓ આજે સોમવારે રાજ્યમાં ક્યાં ક્યાં થયો વિરોધ..?

વિવાદાસ્પદ ફીલ્મ ૫દ્માવતને લઇને ગુજરાતમાં પેદા થયેલો વિરોધનો વંટોળ શમવાનું નામ લેતો નથી. આજે સોમવારે ૫ણ સમગ્ર રાજ્યમાં ૫દ્માવત ફિલ્મને લઇને ઠેર ઠેર વિરોધ કાર્યક્રમ આ૫વામાં આવ્યા હતાં. રસ્તા ઉ૫ર ટાયરો સળગાવી ચક્કાજામ કરવાના બનાવો બન્યા હતાં.

ભાવનગર : ભાવનગરમાં આજે પણ પદ્માવતના વિરોધમાં ચક્કાજામ કરવામાં આવ્યો. ભાવનગર-રાજકોટ હાઇવે પર કરણી સેના દ્વારા ચક્કાજામ યોજાયો હતો. ભાવનગરના સોનગઢના જીથરી નજીક ચક્કાજામ કરતા રસ્તા પર ટાયરો સળગાવવામાં આવ્યા હતા. જેને કારણે હાઈવે પર વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ હતી. સાથે જ એસ.ટી.બસ સહિતના અનેક વાહનચાલકો તથા મુસાફરો મુશ્કેલીમાં મુકાયા હતા.

બનાસકાંઠા : થરાદના જેતડા ગામ પાસે લોકોએ રસ્તા પર ઉતરી ચક્કાજામ કર્યો હતો. જેથી થરાદ-ડીસા હાઇવે બંધ થતા વાહનોની કતાર લાગી ગઈ હતી. મહાકાલ સેનાએ રોડ ઉપર ટાયર સળગાવી પદ્માવત ફિલ્મ રિલીઝ નહીં કરવાની માંગ કરી હતી.

રાજકોટ : પદ્માવત ફિલ્મના વિરોધમાં વીરપુર જલારામ ગામમાં સ્વયંભૂ બંધ પળાયો છે. વીરપુરના સમસ્ત ક્ષત્રિય રાજપૂત સમાજ, સમસ્ત ક્ષત્રિય ખાંટ રાજપૂત સમાજ તથા કાઠી ક્ષત્રિય સમાજે ગામ બંધ રાખવાની અપીલ કરતા લોકોએ બંધ પાળ્યો છે. વીરપુર જલારામ ગામના વેપારીઓએ અને વાસીઓએ સ્વયંભૂ પોતાના વેપાર ધંધા-રોજગાર  બંધ રાખી પદ્માવત ફિલ્મના વિરોધને ટેકો જાહેર કર્યો હતો.

અરવલ્લી : અરવલ્લીના મોડાસામાં ફિલ્મ પદ્માવત રિલિઝના વિરોધમાં રાજપૂત સમાજના યુવાનો કલેકટર કચેરી પહોંચ્યા અને સિનેમાગૃહો ફિલ્મ ન બતાવે તે અંગે રજૂઆત કરતા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યુ છે. રાજપુત સમાજ દ્વારા પોસ્ટર સાથે પ્રદર્શન અને સુત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા.

પંચમહાલ : પદ્માવત ફિલ્મને લઈને રાજ્યભરમાં વિરોધનો વંટોળ છે. પંચમહાલ જિલ્લાના હાલોલમાં પણ રાજપૂત સમાજના આગેવાનોએ ભેગા થઈને દેખાવ કર્યા હતા.  અને રેલી કાઢીને સંજય લીલા ભણસાલી વિરુદ્ધ સૂત્રોચ્ચારો કર્યા હતા. બાદમાં મામલતદાર કચેરી પહોંચીને ફિલ્મ પદ્માવતની રિલીઝ રોકવા આવેદનપત્ર આપ્યું હતું.

કેશોદ : પદ્માવતી ફિલ્મ રિલીઝ ન થવા દેવા કેશોદ તાલુકા રાજપૂત યુવા સંઘ દ્વારા ડે. કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. પદ્માવતિ ફિલ્મના નિર્માતા સંજય લીલા ભણસાળી કચ્છના હોવા છતાં તેમને સંસ્કૃતિનું જ્ઞાન ન હોવું એ શરમજનક છે. જો કે કેશોદમાં મોટા ભાગના થિયેટરોએ લોકલાગણી ધ્યાને રાખી અને સુરક્ષાના કારણોસર પદ્માવતિ ફિલ્મ ન દર્શાવવાનો નિર્ણય લીધો છે.

Related posts

દક્ષિણ ભારત બાદ હવે ઉતર ભારતમાં મેઘરાજાની ઈનિંગ શરૂ, ઉતરાખંડમાં આભ ફાટ્યું

Mayur

હરિયાણામાં કોંગ્રેસને હેરાન કરવા ભૂપેન્દ્ર સિંહ બનાવશે નવી પાર્ટી

Mayur

‘હવે જમ્મુ કાશ્મીરને ભૂલી જાઓ અને POK વિશે વાત કરો’ રાજનાથની પાકિસ્તાનને ચેતવણી

Mayur
Do NOT follow this link or you will be banned from the site!