GSTV
India News Trending ટોપ સ્ટોરી

૫દ્માવત મામલે મોદી, યોગી અને રાજનાથનું મૌન : પ્રજામાં સવાલ…

પદ્માવત ફિલ્મ વિરોધ વચ્ચે દેશભરમાં પ્રસારીત થઈ ચુકી છે. ગુરુગ્રામમાં બાળકોની બસ પર હુમલાની ઘટનાની દેશભરમાં ટીકા થઈ રહી છે. તો દેશભરમાં પદ્માવત ફિલ્મની રિલિઝ સામે ઉગ્ર વિરોધ વચ્ચે વડાપ્રધાન મોદી અને યુપીના સીએમ યોગી આદિત્યનાથ તથા કેન્દ્રીય ગૃહ પ્રધાન રાજનાથસિંહે મૌન સેવ્યું છે. તો દિલ્હીના મુખ્યપ્રધાન કેજરીવાલે કેટલાક સવાલો ઉઠાવ્યા છે અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ખૂબ સંભાળીને અભિપ્રાય આપી રહ્યા છે. પરંતુ રાજસ્થાનના મુખ્યપ્રધાન વસુંધરા રાજેની પ્રાથમિકતાઓ દેખાવોના મામલા સિવાયની છે.

સંજય લીલા ભંસાલીની ચર્ચિત અને વિવાદીત ફિલ્મ પદ્માવત વિરોધ વચ્ચે 25 જાન્યુઆરીએ રિલઝ થઈ છે. પરંતુ કરણી સેનાના વિરોધ પ્રદર્શનોને કારણે ચાર રાજ્યોમાં ફિલ્મ રિલિઝ થઈ નથી. જે રાજ્યોમાં ફિલ્મ રિલિઝ થઈ છે. ત્યાં ઘણાં ઠેકાણે હિંસક દેખાવો થઈ રહી છે. બુધવારે હરિયાણાના ગુરૂગ્રામમાં એક સ્કૂલ બસ પર પણ પથ્થરમારો થયો છે. આ મામલે ઘણી નારાજગી છે. ગુરુગ્રામ સિવાય દિલ્હી-એનસીઆરની ઘણી સ્કૂલો હિંસાના ડરથી બંધ રહી છે. ઘણાં થિયેટરો બહાર સુરક્ષાકર્મીઓની તેનાતી કરવામાં આવી છે. ત્યારે સવાલો ઉઠી રહ્યા છે કે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ પણ દેશના ઘણાં વિસ્તારોમાં આવી સ્થિતિ કેમ પેદા થઈ રહી છે ?

સોશયલ મીડિયા પર સક્રિય દેશના કેટલાક મુખ્ય રાજનેતાઓએ પદ્માવતને લઈને ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો અને હિંસાને લઈને પ્રતિક્રિયાઓ પણ ધ્યાન ખેંચનારી છે. જો કે કેટલાકની પ્રતિક્રિયા નહીં આપવાની બાબત પણ ધ્યાન ખેંચી રહી છે. સવારે વડાપ્રધાન મોદીએ કરેલા ચાર ટ્વિટમાં પદ્માવતને લઈને હિંસાનો કોઈ ઉલ્લેખ નજરે પડયો ન હતો. આ ટ્વિટમાં હિમાચલ પ્રદેશના સ્થાપના દિવસે શુભેચ્છા, નેશનલ વોટર્સ ડે નિમિત્તે ચૂંટણી પંચને અભિનંદન અને સિંગાપુરના વડાપ્રધાનના આર્ટિકલના વખાણ કરતું ટ્વિટ છે.

જ્યારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પદ્માવત ફિલ્મને લઈને સીધેસીધું કંઈ લખ્યું નથી. પરંતુ બુધવારે રાત્રે તેમણે ગુરુગ્રામમાં બાળકોથી ભરેલી બસ પર થયેલા  પથ્થરમારાની ઘટનાને વખોડી છે. જો કે કેન્દ્રીય ગૃહ પ્રધાન રાજનાથસિંહે હજી સુધી આ મામલે ચુપકીદી સેવી છે. આ મામલે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે બાળકોની બસ પરના હુમલાની ઘટનાને વખોડતા કેન્દ્ર અને સંબંધિત રાજ્ય સરકારને ઘેરી છે. કેજરીવાલે જણાવ્યુ છે કે ગુરુગ્રામની સ્કૂલ બસ પર હુમલાની ખબર સાંભળીને રાતભર સુઈ શક્યો નહીં. હું પણ હિંદુ છું, ભગવાન રામનો ભક્ત છું અને પુછવા ચાહુ છું જો ભગવાન રામ સદેહે હાલ હાજર હોત તો આ લોકોને શું સજા આપત? ભગવાન રામે જે સજા રાવણને આપી તેનાથી પણ વધારે આકરી સજા આવા લોકોને આપત.

ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અખિલેશ યાદવે પણ ટ્વિટ કરીને કહ્યુ છે કે જનતાને સુરક્ષાની ગેરેન્ટી આપવી સરકારની જવાબદારી છે અને તેઓ આનાથી બચી શકે નહીં.  તો સીપીએમના મહાસચિવ સીતારામ યેચુરીએ પણ ઘણાં ટ્વિટ કરીને આને કાયદો અને વ્યવસ્થાનો મામલો ગણવાનો ઈન્કાર કરીને તેને ભાજપની વિચારધારા અને રાજનીતિ ગણાવી છે.

રાજસ્થાનના મુખ્યપ્રધાન વસુંધરા રાજેએ તાજેતરના ટ્વિટ્સમાં તેમણે તાજેતરમાં થિયેટર માલિકો દ્વારા પદ્માવત નહીં દેખાડવાની ખબરોને રીટ્વિટ કરી છે. પરંતુ તેના સિવાય તેમણે કોઈ ટ્વિટ કર્યું નથી. ગુરુવારે સવારે તેમણે નેશનલ વોટર્સ ડે પર લોકોને શુભેચ્છા આપી હતી. તેની સાથે વસુંધરાએ તેમની માતા વિજયરાજે સિંધિયાની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ પણ આપી હતી.

જો કે ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે પણ ટ્વિટર પર પદ્માવતને લઈને ચુપકીદી સેવી છે. બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમારે દહેજ વિરુદ્ધ માનવ શ્રૃંખલાને લઈને ઘણાં ટ્વિટ કર્યા છે અને પોતાના ઘણાં કાર્યક્રમોની તસવીરો પણ શેયર કરી છે. પરંતુ તેમણે પણ પદ્માવત પર કોઈ ટીપ્પણી કરી નથી.

Related posts

સરકારની સ્પષ્ટતા / ઘરના ભાડા પર સરકારની ચોખવટ, હવે માત્ર આ લોકોએ ભરવો પડશે 18% GST

GSTV Web Desk

BIG BREAKING / યુરોપના મોન્ટેનેગ્રોમાં અંધાધૂંધ ગોળીબાર, અત્યાર સુધીમાં 11ના મોત

Hardik Hingu

RBIની રિકવરી એજન્ટ વિરુદ્ધ લાલ આંખ / લોન લેનાર ગ્રાહકને હેરાન કરાશે તો કડક પગલાં લેવામાં આવશે

Hardik Hingu
GSTV