GSTV
Home » News » ૫દ્માવત મામલે ચાર રાજ્યો અને કરણી સેના સામે સુપ્રિમ કોર્ટમાં થઇ અરજી

૫દ્માવત મામલે ચાર રાજ્યો અને કરણી સેના સામે સુપ્રિમ કોર્ટમાં થઇ અરજી

સંજય લીલા ભંસાલીની ફિલ્મ પદ્માવત ચાર રાજ્યો- રાજસ્થાન, ગોવા, ગુજરાત અને મધ્યપ્રદેશમાં રિલિઝ થઈ નથી. સુપ્રીમ કોર્ટના આદેશ છતાં કેટલાક રાજ્યોમાં ફિલ્મ રિલિઝ નહીં થવા મામલે સર્વોચ્ચ અદાલતના અનાદર મામલે અરજી કરવામાં આવી છે. આ સિવાય પદ્માવત રિલિઝ નહીં થવા મામલે કરણી સેનાના ત્રણ નેતાઓ વિરુદ્ધ પણ અરજી કરવામાં આવી છે. આ અરજી પર સોમવારે સુનાવણી થશે. મહત્વપૂર્ણ છે કે પદ્માવત ફિલ્મ પાકિસ્તાનમાં યુ સર્ટિફિકેટ સાથે રિલિઝ થઈ રહી છે.

સંજય લીલા ભંસાલીની ફિલ્મ પદ્માવત વિરોધ વચ્ચે થિયેટરોમાં રિલિઝ થઈ ચુકી છે. પરંતુ કરણી સેના અને રાજપૂત સંગઠનોનો ઉગ્ર વિરોધ યથાવત છે. સુપ્રીમ કોર્ટમાં પદ્માવત વિવાદમાં બે અરજીઓ દાખલ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટ બંને અરજીઓ પર સોમવારે સુનાવણી કરશે. અરજદારો દ્વારા કોર્ટના અનાદર મામલે અરજી કરવામાં આવી છે. અરજીમાં માગણી કરવામાં આવી છે કે કોર્ટના આદેશ છતાં ઘણાં રાજ્યોમાં પદ્માવત ફિલ્મ રિલિઝ થઈ શકી નથી અને તેની સાથે કરણી સેનાના ત્રણ નેતાઓ વિરુદ્ધ પણ અરજી આપવામાં આવી છે. આ અરજીઓ પર સુપ્રીમ કોર્ટ સોમવારે સુનાવણી હાથ ધરશે. પરંતુ અદાલતે ફિલ્મની રિલિઝને મંજૂરી આપતા આકરી ટીપ્પણી કરી હતી કે જેમને ફિલ્મ નાપસંદ હોય તેઓ તેને જોવે નહીં. અભિવ્યક્તિની આઝાદી પર કોઈ રોક નથી.

પહેલી અરજી કરણી સેના વિરુદ્ધ કોર્ટના આદેશના અનાદર મામલે દાખલ કરવામાં આવી છે. અરજદાર વિનીત ઢાંડાએ ફિલ્મના વિરોધમાં થઈ રહેલી હિંસા મામલે શ્રી રાજપૂત કરણી સેનાના ત્રણ નેતાઓ સૂરજપાલ અમ્મૂ, કર્ણસિંહ અને લોકેન્દ્રસિંહ કાલવી વિરુદ્ધ અદાલતના અનાદર મામલે અરજી દાખલ કરવામાં આવી છે.

બીજી અરજી તહસીન પૂનાવાલા દ્વારા રાજસ્થાન, ગોવા, ગુજરાત અને મધ્યપ્રદેશ સરકાર વિરુદ્ધ અરજી કરવામાં આવી છે. ચારેય રાજ્યો પર કોર્ટની અવગણના કરવાના મામલે અરજી દાખલ કરવામાં આવી છે. મહત્વપૂર્ણ છે કે પદ્માવત ફિલ્મ હિંદી, તમિલ અને તેલુગુ ભાષાની સાથે દેશના છથી સાત હજાર સ્ક્રીન્સ પર રિલિઝ થઈ છે. ફિલ્મનો વિરોધ કરી રહેલી કરણી સેનાએ દેશવ્યાપી બંધનું એલાન આપ્યું છે. વિરોધને કારણે ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગોવાના થિયેટર માલિકોએ ફિલ્મ નહીં દર્શાવવાનો નિર્ણય કર્યો હતો. મહત્વપૂર્ણ છે કે દિલ્હી હાઈકોર્ટે પદ્માવત ફિલ્મ વિરુદ્ધની અરજી પર સુનાવણી કરવાનો ઈન્કાર કરીને સુપ્રીમ કોર્ટમાં જવાની સલાહ આપી હતી.

સંજય લીલા ભંસાલીની પદ્માવતને લઈને હિંદુસ્તાનમાં કરણી સેનાએ વિરોધ યથાવત રાખ્યો છે. ભારતના સેન્સર બોર્ડે ફિલ્મને યુએ સર્ટિફિકેટ આપ્યું છે. તો પાડોશી દેશ પાકિસ્તાને પદ્માવત ફિલ્મને યુ સર્ટિફિકેટ સાથે પોતાના દેશમાં રિલિઝ કરવાની મંજૂરી આપી છે. મહત્વપૂર્ણ છે કે પાકિસ્તાનમાં તાજેતરમાં સલમાન ખાનની ફિલ્મ ટાઈગ જિંદા હૈને રિલિઝ કરવાની મંજૂરી આપવામાં આવી ન હતી. આ સિવાય પણ પાકિસ્તાનમાં મોટાભાગની ભારતીય ફિલ્મોની સ્થિતિ લગભગ બેન જેવી જ રહે છે. જો કે છૂપાઈને લોકો ભારતીય ફિલ્મો અવશ્યપણે જોતા હોય છે.

Related posts

અમદાવાદના આ પીઆઈના નામનો કથિત ઓડિયો સામે આવતા પોલીસ બેડામાં ખળભળાટ

Nilesh Jethva

વિભાવરીબેન દવેની હાજરીમાં ગીતા રબારીના ડાયરામાં બોલી બઘડાટી, સુરક્ષા એજન્સીઓમાં દોડધામ

Path Shah

કાશ્મીર મામલે પાકિસ્તાનને લાગ્યો વધુ એક ઝટકો, માલદીવે આપ્યો આ સણસણતો જવાબ

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!