GSTV
Home » News » ૫દ્માવત ઇફેક્ટ : જુઓ રાજ્યમાં ક્યાં ક્યાં ખોરવાયો ST બસ વ્યવહાર ?

૫દ્માવત ઇફેક્ટ : જુઓ રાજ્યમાં ક્યાં ક્યાં ખોરવાયો ST બસ વ્યવહાર ?

પદ્માવત ફિલ્મ રિલીઝ ન થાય તે માટે થઈ રહેલા ઉગ્ર પ્રદર્શનોનો ભોગ આજે પણ સામાન્ય એવા ST ના મુસાફરોએ બનવુ પડ્યુ છે. તેમજ મોટાભાગના બસસ્ટેન્ડ પર બસોનો ખડકલો જોવા મળી રહ્યો છે. મહેસાણામાં ગતરાતે ST બસને આગચંપી કરવાની ઘટના બાદ આજે સવારથી જ ઉત્તર ગુજરાત તરફની ST સેવા બંધ જોવા મળી રહી છે. સાબરકાંઠા, બનાસકાંઠાના મોડાસા, પાલનપુર સહિતના તમામ ST ડેપો, મહેસાણા 11 અને પાટણના 8 ડેપો પર બસ સેવા બંધ છે. જેના કારણે મુસાફરોએ હાલાકી વેઠવી પડી રહી છે. તો અરવલ્લીના બાયડમાં પણ અમદાવાદ રૂટની બસો બંધ કરી દેવામાં આવી છે. અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ST બસને આગ ચાંપવાની ઘટના બાદ ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતાં. અને અમદાવાદથી વડોદરા-સુરત રૂટની બસો બંધ કરી દેવાઈ છે. તો ગુજરાત ST ના સૌથી મોટા હબ એવા અમદવાદના ગીતા મંદિર એસટી ડેપો પર પણ ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતની બસો અટકાવી દેવાઈ છે. બસ સેવાને થયેલા વ્યાપક અસરનો સૌથી મોટો ભોગ સામાન્ય મુસાફરોએ બનવુ પડ્યું છે.

મહેસાણા : પદ્માવત ફિલ્મના ઉગ્ર વિરોધ વચ્ચે મહેસાણા જિલ્લાના 11 ડેપો અને પાટણ જિલ્લાના 8 ડેપોની તમામ બસ સેવા બંધ કરી દેવાઈ છે. ગઈકાલે રાતે ટોળાએ મહેસાણા એસટીમાં આગ ચાંપી હતી. જેથી મહેસાણામાં 11 ડેપોના 250 રૂટ અને પાટણના 8 ડેપોના 172 રૂટની બસો બંધ છે. તમામ બસ સ્થાનિક ડેપોમાં અટકાવી દેવામાં આવી છે. જેથી મુસાફરોએ હાલાકી વેઠવી પડી છે. મહેસાણા સહિત ઉતર ગુજરાતમાં ફિલ્મ પદ્મવતના વિરોધને લઈને અજંપા જેવી સ્થિતિ છે. ઠેર ઠેર રાજપૂત સમાજમાં ભારે રોષને પગલે ઉત્તર ગુજરાતની આઠથી વધુ એસટી બસોને નુકસાન થતાં ઉત્તર ગુજરાત તરફ જતી આવતી બસો રદ કરાઈ છે. જેને કારણે મુસાફરો હાલાકીમાં મુકાયા છે. પદ્માવત ફિલ્મનો વિરોધ કરી રહેલા રાજપૂત સમાજના વિવિધ સંગઠનોએ બસો સળગાવવાના અને પત્થરમારો કરવાના પ્રયાસો કર્યા છે. ત્યારે સરકારી વાહનોને વધુ નુકસાન ન થાય તે માટે સલામાતી અને સુરક્ષાના હેતુસર ઉત્તર ગુજરાતના રૂટ બંધ કરી દેવાયા છે. જેમાં મહેસાણા, વિસનગર, વડનગર, ખેરાલુ, ઊંઝા, પાટણ, હારીજ, ચાણસ્મા, બેચરાજી, કડી, કલોલ સહિતના ડેપોનો સમાવેશ થવા જાય છે.  લગભગ 1300 થી વધુ ટ્રીપો રદ્દ કારતા મુસફરો અટવાયા છે. જેને લઈ ને મહેસાણા એસટી વિભાગ ખાતે કંટ્રોલ રૂમ પણ શરૂ કરવામાં આવ્યો છે. નવાઈ ની વાત તો એ છે કે ૨૬ જાન્યુઆરીએ મહેસાણા રાજયકક્ષાના કાર્યક્રમને લઈને મહેસાણાની 11 બસો, 1 પાટણ, 3 ઊંઝાની બસો પોલીસ પ્રોટેક્શન સાથે મહેસાણા પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં ખેલાડીઓને લઈ જવા મુકવામાં આવી હતી.

બહુચરાજી : પદ્માવતી ફિલ્મના વિરોધને પગલે ઉત્તર ગુજરાતમાં એસટી સેવા ઠપ થઈ ગઈ છે જેને કારણે હજારો મુસાફરો રઝળી પડ્યા છે. બહુચરાજી એસટી ડેપોની તમામ રૂટની 270 જેટલી ટ્રીપો રદ કરી દેવાઈ છે. રાજપૂત સમાજના રોષને જોઈને સુરક્ષા અને સલામતીના ભાગરૂપે એસટી નિગમે ઉત્તર ગુજરાતની બસ સેવા રદ કરી દીધી છે. એસટી ખોરવાતા ખાસ કરીને ગ્રામિણ વિસ્તારના મુસાફરો હાલાકીમાં મુકાયા છે.

અરવલ્લી : અરવલ્લીના બાયડ એસટી ડેપોથી અમદાવાદ તરફ જતી એસટી બસો બંધ કરી દેવામાં આવી છે. એસટી બસને આગચંપીની ઘટનાને લઈને અમદાવાદ રૂટની તમામ બસો રોકી દેવાઈ છે. એસટી સેવાને વ્યાપક અસર થતા મુસાફરોએ હાલાકી વેઠવી પડી છે. બાયડ ડેપોની કેટલીક બસો મહેસાણા ખાતે જ રોકી દેવામાં આવી છે.

બનાસકાંઠા : પદ્માવત ફિલ્મ રિલીઝના વિરોધમાં બસોમાં આગચંપીની ઘટનાને લઈને બનાસકાંઠામાં બસ સેવાને વ્યાપક અસર થઈ છે. વિવિધ રૂટની 100 જેટલી બસો બંધ કરવામાં આવી છે. આ રૂટમાં પાલનપુરથી અમદવાદ જતી તમામ એક્સપ્રેસ બસોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અંબાજીથી અમદાવાદ આવી રહેલી બસો પણ બંધ કરી દેવાઈ છે. એસટી બસ સેવાને અસર થતા મુસાફરોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. બનાસકાંઠાના દિયોદરમાં પણ એસટી ડેપોના 75 રૂટ બંધ કરાયા છે. ફિલ્મ પદ્માવતના વિરોધ દરમિયાન રાજપૂત સમાજ દ્વારા જલદ આંદોલનને લઈને તકેદારીના ભાગરૂપે દિયોદર એસટી ડેપોઓ પણ પોતાના રૂટની બસો બંધ રખાવી હતી.

Related posts

યોગી સરકારે પેટ્રોલ-ડિઝલનાં ભાવમાં વધારો કરતા લખનૌમાં કોંગ્રેસનું ઉગ્ર વિરોધ પ્રદર્શન

Riyaz Parmar

જુગાર રમતા યુવકને પોલીસ દ્વારા મૂઢ માર મારવામાં આવ્યો, પીડિતે લગાવી ન્યાયની ગુહાર

Path Shah

અર્થવ્યવસ્થામાં પ્રાણ ફુંકવા મોદી સરકાર પાંચ સેક્ટરમાં રાહત આપશે, કરાયો આ નિર્ણય

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!