GSTV
World

Cases
7007751
Active
121115736
Recoverd
731096
Death
INDIA

Cases
634945
Active
1535743
Recoverd
44836
Death

૫દ્માવત 25 મી એ જ રીલીઝ થશે : સુપ્રિમ કોર્ટનો અંતિમ ચુકાદો, સરકાર લાચાર…

સંજય લીલા ભણસાણીની વિવાદાસ્પદ ફિલ્મ પદ્માવત 25 જાન્યુઆરીએ જ રિલીઝ થશે. સુપ્રીમ કોર્ટે અંતિમ ચૂકાદો આપીને પદ્માવત સાથે જોડાયેલી તમામ અરજીઓ ફગાવી દીધી છે. અગાઉ પણ ચાર રાજ્યોમાં પદ્માવત પર પ્રતિબંધ સુપ્રીમ કોર્ટે હટાવ્યો હતો. ત્યારે રાજસ્થાન અને મધ્યપ્રદેશે સુપ્રીમમાં પુર્નવિચાર અરજી કરી હતી.

સુપ્રીમ કોર્ટે બંને રાજ્યોની અરજી ફગાવી દીધી હતી. રાજ્ય સરકારોના વકીલ તુષાર મહેતાએ કોર્ટમાં દલીલ કે આ કોઈ વોટબેંક સાથે જોડાયેલો મામલો નથી પણ કાયદો વ્યવસ્થા સાથે જોડાયેલો છે. લોકોનો રોષ અને કાયદો વ્યવસ્થાને જોઈને ફિલ્મની રિલીઝ પર પ્રતિબંધ લગાવવા દલીલ કરી હતી. ત્યારે સુપ્રીમ કોર્ટે પણ સ્પષ્ટ કહી દીધું કે ફિલ્મ 25 જાન્યુઆરીએ દેશભરમાં રિલીઝ થશે. અને કાયદો વ્યવસ્થા સંભાળવી એ રાજ્ય સરકારનું કામ છે.

તેમ કહીને સુપ્રીમે તમામ અરજીઓ ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટના આ અંતિમ ચુકાદા બાદ સરકારો પાસે હવે કોઈ અન્ય કાયદાકીય રસ્તો બચ્યો નથી. તો બીજીબાજુ રાજપૂત સમાજના અગ્રણી લોકેન્દ્રસિંહે પણ કહ્યું કે તેમનો વિરોધ ચાલુ રહેશે. અને પોતાની વાત લઈને જનતાની અદાલત વચ્ચે જઈશું.

Related posts

ચીની સૈનિકો લદ્દાખના ગામડાઓમાં આતંક મચાવી જમીન કબજે કરે છે, માઉન્ટ એવરેસ્ટ સર કરી ચૂકેલ સોનમ વાંગ્યાલની વેદના

Bansari

શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડ: ટ્રસ્ટી ભરત મહંત સામે નવરંગપુરા પોલીસે નોંધ્યો ગુન્હો, કોરોનાના આઠ દર્દીઓના થયા હતા કરૂણ મોત

pratik shah

પ્રખ્યાત શાયર રાહત ઇંદોરી કોરોના સંક્રમિત, ટ્વીટ કરીને કહ્યું- દુઆ કરો કે…

Bansari
Do NOT follow this link or you will be banned from the site!