GSTV
World

Cases
4683475
Active
5863682
Recoverd
525119
Death
INDIA

Cases
235443
Active
394227
Recoverd
18213
Death

૫દ્માવતનો વ્યા૫ક વિરોધ : સુરત, અમદાવાદ અને રાજકોટમાં કેવી ઘડાઇ રણનીતિ ?

વિવાદાસ્પદ ફિલ્મ ૫દ્માવતનો સમગ્ર રાજ્યમાં થઇ રહેલો વિરોધ હવે ઉગ્ર અને વ્યા૫ક બનવા માંડ્યો છે. ફિલ્મની રીલીઝ તારીખ નજીક આવી રહી છે તેમ રાજપુત સમાજ વધુ સક્રિય બન્યો છે. એક તરફ સુરતમાં ટાયરો સળગાવી ચક્કાજામ કરાયો હતો. જ્યારે રાજકોટમાં રાજપુત સમાજે લોકોને થિયેટર સુધી ન જવાની ચેતવણી આપી છે. તો અમદાવાદમાં સમગ્ર રાજ્યના રાજપુત સમાજની આજે એક મહત્વની બેઠક મળી રહી છે.

સુરતમાં ટાયરો સળગાવાયા, હાઇ વે ૫ર ટ્રાફિક જામ

પદ્માવત ફિલ્મ સામેનો વિરોધ હવે વ્યાપક બની રહ્યો છે. નવી પારડી નજીક માર્ગ પર ચક્કાજામ કરાયો છે. જેના કારણે અમદાવાદ મુંબઇ વચ્ચેનો માર્ગ વ્યવહાર ઠપ થયો છે. વિરોધમાં ઉતરેલા લોકોએ ટ્રકોની હવા કાઢી નાખી છે. સાથે જ ઠેર ઠેર ટાયર સળગાવી વિરોધ કર્યો છે. સવારે નવ વાગ્યાના અરસાથી આ ટ્રાફિક જામ કરાતા વાહનોની લાંબી કતાર લાગી છે.

સૌરાષ્ટ્રમાં લોકોને થિયેટરથી દૂર રહેવા અપિલ

આ તરફ રાજકોટ સહીત સૌરાષ્ટ્રમાં પદ્માવત ફિલ્મ રિલીઝ ન થાય તે માટે રાજકોટમાં રાજપૂત સમાજની મિટિંગ મળી હતી , મિટિંગમાં કોઈ પણ ભોગે ફિલ્મ રિલીઝ અટકાવવા ચેતવણી આપવામાં આવી છે. ક્ષત્રિય સમાજના વિવિધ ક્ષેત્રના આગેવાનો આ મિટિંગમાં ઉપસ્થિત રહ્યા હતા. મિટિંગમાં નક્કી કરવામાં આવ્યું છે કે ફિલ્મનું પ્રદર્શન થિયેટરમાં ન થાય તે માટે સૌરાષ્ટ્રના થિયેટર માલિકોને સમજાવશે. તેમજ દર્શકોને પણ ફિલ્મ જોવાથી દૂર રહેવા ચેતવણી આપવામાં આવી છે. રાજપુત સમાજ દ્વારા આજે અને આવતીકાલે થિયેટર માલિકો સાથે બેઠક કરવામાં આવશે. બીજી તરફ થિયેટર માલિકોએ આ મમલે હજુ સુધી કોઇ ફોડ પાડ્યો નથી.

અમદાવાદમાં રાજ્યભરના રાજપુત સમાજની બેઠક

અમદાવાદના સર્કિટ હાઉસમાં ક્ષત્રિય સમાજના રાજ્યભરના આગેવાનોની બેઠક મળી રહી છે. જેમાં ૫દ્માવતનો વિરોધ કરવા માટે રણનીતિ નક્કી કરાશે. સરકારે શું કરવું જોઇએ ? વગેરેને લઇને ચર્ચા કરાશે. રાજપુત સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે, આ ફક્ત રાજપુત સમાજનો પ્રશ્ન નથી. ઇતિહાસના ગૌરવની વાત છે. મનોરંજનનો સવાલ નથી ઇતિહાસને વિકૃત રીતે રજુ કરાયો છે. ક્ષત્રિય સમાજ આ૫વાવાળો છે. ક્ષત્રિય સમાજે ક્યારેય દેશની કોઇ મિલક્તને નૂકશાન કર્યુ નથી. સમગ્ર ગુજરાતના નાગરિકોના સુખ દૂ:ખમાં સહભાગી થવાવાળા છીએ. અમારો ઉદ્દેશ કોઇને હેરાન કરવાનો નથી. લોકો અમારી લાગણી સમજે, આ સમાજ નહીં ભારતના ઇતિહાસની વાત છે જેની સાથે દરેક લોકો જોડાયેલા છે. પૈસા માટે નારી શક્તિનું અ૫માન થઇ રહ્યુ છે.

Related posts

પહેલા મરધી આવી કે ઈંડુ: વિશ્વાસ નહીં આવે પણ અહીં સાચ્ચે જ મરધીએ ઈંડાની જગ્યાએ બચ્ચાને જન્મ આપ્યો !

Pravin Makwana

કોરોના સંક્રમિતોનાં આંકમાં રસિયાને પાછળ છોડી વિશ્વમાં ત્રીજા સ્થાને પહોંચ્યું ભારત

Mansi Patel

SBIની ગ્રાહકોને ચેતવણી : પાન કાર્ડ અને IT રિટર્નની જાણકારી વગર આટલા લાખથી વધુના ઉપાડ પર આપવો પડશે ટેક્સ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!