GSTV
Home » News » ૫દ્માવતની આગ : તળાજા, બનાસકાંઠા, બહુચરાજી સહિત રાજ્યમાં ઠેર-ઠેર ઉગ્ર વિરોધ-ચક્કાજામ

૫દ્માવતની આગ : તળાજા, બનાસકાંઠા, બહુચરાજી સહિત રાજ્યમાં ઠેર-ઠેર ઉગ્ર વિરોધ-ચક્કાજામ

તળાજામાં પણ પદ્માવત ફિલ્મનો વિરોધ થયો છે. કરણીસેના દ્વારા રોયલ ચોકડી નજીક ટાયરો સળગાવી રોડ પર ચક્કાજામ કરાયો છે. જેના કારણે હાઇવે પર ટ્રાફિક જામ થતા વાહનોની લાંબી કતારો લાગી છે.

ધાનેરા

ધાનેરામાં કારણી સેના દ્વારા ફિલ્મ પદ્માવતીનો વિરોધ કરી ટાયર સળગાવવામાં આવ્યા હતા. ધાનેરાના અગ્રવાલ ત્રણ રસ્તા પર ટાયરો સળગાવવામાં આવ્યા હતા. જેના કારણે રેલવે પુલ પર ટ્રાફિક જામ સર્જાયો હતો. બનાસકાંઠા જિલ્લામાં ઠેરઠેર પદ્માવત ફિલ્મનો વિરોધ થયો હતો. કાંકરેજમાં પણ નેશનલ હાઇવે ચક્કાજામ કરાયો હતો. તો ડીસાના રસાના ગામ નજીક હાઇવે પર ટાયર સળગાવાયા હતા. શિહોરી, માનપુર, વડા ગામે પણ આક્રોશ વ્યકત કરાયો હતો.

બહુચરાજી

બહુચરાજીમાં પદ્મવત ફિલ્મને લઈને વિરોધ થયો છે. હાઈવે તેમજ મામલતદાર ઓફિસ સામે ટાયરો સળગાવી ચક્કાજામ કરાયો હતો. બહુચરાજી રાજપૂત સેના દ્વારા વિરોધ કરાયો હતો.

બનાસકાંઠા

ફિલ્મ પદ્માવતના વિરોધની આગ બનાસકાંઠા પહોંચી છે. જિલ્લામાં ઠેર ઠેર ફિલ્મના રિલીઝનો  વિરોધ થઈ રહ્યો  છે. ફિલ્મના વિરોધની આગ કાંકરેજના થરાથી શરૂ થઈ હતી. આજે થરા હાઇવે પર મહાકાલ સેનાએ રાધનપુર હાઇવે બ્લોક કરી ટાયરો સળગાવ્યા હતા.અને પથ્થર મારાની ઘટનાઓ બની હતી. હાઇવે પર વિરોધને પગલે વાહનોની લાંબી કતારો લાગી હતી.ત્યારબાદ શિહોરી ડીસા, ધાનેરા અને અંબાજી હાઇવે પર મહાકાલ અને કરણીસેના દ્વારા વિરોધ કરાયો હતો.જોકે પોલીસ બપોર બાદ એક્શનમાં આવી હતી.અને જિલ્લામાં વિરોધ પ્રદર્શિત કરી રહેલા 30 જેટલા કાર્યકરોની અટકાયત કરી હતી.

ગીરસોમનાથ

ગીરસોમનાથ જીલ્લા કરણી સેનાએ પદ્માવત ફિલ્મનો વિરોધ કર્યો હતો.અને જીલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યુ હતુ.પદ્માવત ફિલ્મ રિલિઝ ન થવા દેવા રજૂઆત કરી હતી. કરણીસેનાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષે કહ્યુ હતુ કે.સંજયલીલા ભણસાણી દ્રારા રજૂ કરવામા આવેલી પદમાવતી ફિલ્મમાં રાજપૂત સમાજની લાગણી દુભાઇ છે. જો ફિલ્મ રીલીઝ કરાશે તો અમે શાંતીથી બેસીશું નહી તેમ કહીને આક્રોશ વ્યક્ત કર્યો હતો.

અમદાવાદ

રાજ્યમાં વિવિધ જગ્યાએ કરણી સેના. મહાકાલ સેના દ્વારા ફિલ્મ પદ્માવતના વિરોધમાં દેખાવો કરવામાં આવી રહ્યા છે. અમદાવાદમાં સીટીએમ ખાતે કરણી સેના દ્વારા પદ્માવત ફિલ્મ થીયેટરોમાં રીલીઝ ન થાય એ આશયથી થિયેટર માલિકોને શાંતિની અપીલ કરવામાં આવી છે. તેમણે સિનેમાઘરોની બહાર પદમાવત ફિલ્મના પોસ્ટર કે બેનરો લગાવવાની પણ મનાઈ કરી છે. જો થીયેટર માલિકો ફિલ્મને રીલીઝ કરશે તો સિનેમાઘરને સળગાવી દેવામાં આવશે તેવી ખુલ્લી ધમકી આપી છે. અને તેની સંપૂર્ણ જવાબદારી થીયેટર માલિકો. રાજ્ય અને કેન્દ્ર સરકારની રહેશે તેવી પણ ચીમકી ઉચ્ચારી છે.

સુરત

સુરતના ઓલપાડમાં ક્ષત્રિય સમાજે ઓલપાડના કિમ ગામમાં રેલી કાઢી હતી. અને પદ્માવતી ફિલ્મના વિરોધમાં સમગ્ર બજાર બંધ કરાવ્યું હતું. રાજપૂત સમાજના કાર્યકરોએ રસ્તાઓ પર ટાયરોની આડશ ઉભી કરી આગચંપી કરી હતી.ઘટનાની જાણ થતા જિલ્લા પોલીસનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો. અને ટોળાને વિખેરવાનો પ્રયાસ કર્યો હતો. આખરે પોલીસે કલાકોની જહેમત બાદ ટોળાને વિખેરી મામલો શાંત પાડ્યો હતો.

 

Related posts

દાદાની ઉંમરના નફ્ફટથી ઘરમાં ન રહેવાયું એવું કૃત્ય કરી દીધું કે લોકોએ બરોબરનો પાઠ ભણાવ્યો

Nilesh Jethva

સોનિયા અને રાહુલ ટૂંક સમયમાં ભારતના નાગરિક નહીં રહે, ફાઈલ અમિત શાહના ટેબલ પર છે

Mayur

ગુજરાત ભાજપના ધારાસભ્યએ જ શિક્ષણની પોલ ખોલી નાખી ‘લોકોને હવે સરકારી શિક્ષણ પર વિશ્વાસ નથી રહ્યો’

Mayur
Do NOT follow this link or you will be banned from the site!